Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 26 May 2025, આજના તાજા સમાચાર: ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર માદરેવતન ગુજરાતમાં આવ્યા છે. પીએમ મોદી 26 અને 27 મે બે દિવસ ગુજરાતમાં રહેશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદીએ ભૂજ અને અમદાવાદમાં રોડ શો કર્યો હતો. પીએમના સ્વાગત માટે મોટી સંંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
દાહોદમાં પીએમ મોદીએ પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કરી
વડોદરામાં રોડ શો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા છે. અહીં તેઓ અત્યાધુનિક કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું. અને ‘’મેક ઇન ઇન્ડિયા’’ના સ્વપ્નને સાકાર કરતું, ભારતમાં જ બનેલું પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ દેશને સમર્પિત કર્યું હતું. આ ઉપરાંત તેમણે સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી.