Today News updates : હવે આપણે પ્રોક્સી વોર કહેવાની ભૂલ કરી શકતા નથી : PM મોદી

India Gujarat Today Latest News in Gujarati Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 May 2025: પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

Written by Ankit Patel
Updated : May 27, 2025 23:42 IST
Today News updates : હવે આપણે પ્રોક્સી વોર કહેવાની ભૂલ કરી શકતા નથી : PM મોદી
પીએમ મોદી - photo- X @BJP4gujarat

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 May 2025, આજના તાજા સમાચાર: ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. આજે 27 મે 2025, મંગળવારના રોજ પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ગઈ કાલ સોમવારે વડોદરા, ભૂજ અને અમદાવાદમાં રોડ શો કર્યા બાદ આજે સવારે ગાંધીનગરમાં પણ રોડ શો કર્યો હતો.

આ પછી પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તેમણે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

Live Updates

Today News Live : નોકરી ગુમાવી ચૂકેલા શિક્ષકો માટે મમતા બેનર્જીએ કરી મહત્વની જાહેરાત

પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (WBSSC)ના શિક્ષક ભરતી વિવાદ વચ્ચે સીએમ મમતા બેનર્જીએ હવે એક મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે આ મામલે નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેનું નોટિફિકેશન 31 મે સુધી જાહેર કરવામાં આવશે. મમતા બેનરજીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોકરી ગુમાવનારાઓને વયમર્યાદામાં છૂટછાટ મળશે. શિક્ષકોની ભરતીને લઈને સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે નોકરી ગુમાવનારા શિક્ષકોને નવી ભરતી પ્રક્રિયામાં અનુભવનો લાભ મળશે. સાથે જ શિક્ષકોની નોકરીની સુરક્ષા માટે કાયદાકીય લડત ચાલુ રાખીશું અને નવી ભરતી પ્રક્રિયા પણ શરૂ કરીશું.

Today News Live : ભારત-કુવૈત મિત્રતાના 250 વર્ષ નિમિત્તે આયોજિત 'રિહલા-એ-દોસ્તી' પ્રદર્શન

ભારત-કુવૈત મિત્રતાના 250 વર્ષ નિમિત્તે આયોજિત ‘રિહલા-એ-દોસ્તી’ પ્રદર્શન અંગે કુવૈત હેરિટેજ સોસાયટીના અધ્યક્ષ ફહદ ગાઝી અલ-અબ્દુલજલીલે કહ્યું કે હું થોડા મહિના પહેલા કુવૈતમાં વડા પ્રધાન મોદીને મળ્યો હતો અને મેં ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો દર્શાવતા એક પ્રદર્શનની ચર્ચા કરી હતી. ભારત અને કુવૈત વચ્ચે 250 વર્ષ જૂની ભાગીદારી છે. આ પ્રદર્શનમાં ભારત અને કુવૈત વચ્ચેના જૂના અને મજબૂત સંબંધો દર્શાવતી ઘણી વસ્તુઓ છે.

Today News Live : હવે આપણે પ્રોક્સી વોર કહેવાની ભૂલ કરી શકતા નથી : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજ સુધી આપણે જેને પ્રોક્સી વોર કહેતા હતા, 6 મે પછી જે દ્રશ્યો આપણે જોયા, તેને હવે આપણે પ્રોક્સી વોર કહેવાની ભૂલ કરી શકતા નથી. કારણ એ છે કે જ્યારે માત્ર 22 મિનિટમાં 9 આતંકવાદી ઠેકાણાઓ ઓળખી કાઢવામાં આવ્યા અને તેનો નાશ કરવામાં આવ્યો, ત્યારે ગોળીબારમાં આતંકવાદીઓ માર્યા ગયા.”

Today News Live : ગુજરાત 75 વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે : PM મોદી

પીએમ મોદીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોએ જો સંકલ્પ ન કર્યો હતો તો વર્ષ 1947માં પણ આપણને આઝાદી ન મળી હોત. હવે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લેવાનો છે. વર્ષ 2035માં ગુજરાતને 75 વર્ષ થશે ત્યારે ગુજરાત ક્યાં પહોંચશે એ જોજો. ગુજરાત 75 વર્ષનું થશે એના એક વર્ષ પછી જ ઓલિમ્પિક થશે. દેશ ઇચ્છે છે કે આ ઓલિમ્પિક ગુજરાતમાં થાય.

Today News Live : આઝાદીના 100 વર્ષ એવી રીતે ઉજવીશું, વિશ્વમાં ભારતનો ડંકો વાગશે : PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે અમારું મીશન 2047 છે. આઝાદીના 100 વર્ષ એમના એમ નહીં જવા દઈએ. ભારતનો વિકાસ થવો જ જોઈએ. આઝાદીના 100 વર્ષ એવી રીતે ઉજવીશું કે ભારતનો વિશ્વમાં ડંકો વાગશે.

Today News Live : અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, જો કાંટો ચોંટે છે, તો આખું શરીર પરેશાન રહે છે. અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું.”

Today News Live : ભારતીય સેનાએ પાકિસ્તાનને ધૂળ ચટાડીઃ પીએમ મોદી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલની ઇચ્છા હતી કે પીઓકે પાછુ ન મળે ત્યાં સુધી સેના રોકાવી ન જોઇએ પણ સરદાર પટેલ વાત માનવામાં ન આવી. એ લોકો લોહી ચાખી ગયા એ સીલસીલો 75 વર્ષ ચાલ્યો. પહેલગામમાં થયેલો હુમલો એનું જ કારણ હતું. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધની ઘડી આવી ત્યારે ત્રણેયવાર ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાને ધુળ ચટાડી છે.

Today News Live : મને દેશ ભક્તિની જ્વાળાઓ જોવા મળી: મહાત્મા મંદિરમાં પીએમ મોદી

ગાંધીનગરમાં ભવ્ય રોડ શો બાદ પીએમ મોદી મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં સંબોધતા કહ્યું હતું કે હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની જ્વાળાઓ જોવા મળી. જ્યાં ગયો ત્યાં સિંદૂરિયા સાગરની ગર્જના અને લહેરાતા તિરંગા દેખાયા.

Today News Live : મહાત્મા મંદિરમાં પીએમ મોદીનું સંબોધન શરુ

પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદીનું સંબોધન શરુ થયું છે.

Today News Live : મહાત્મા મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન આપી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત ભાગ્યશાળી છે કે મોદી સાહેબના નેતૃત્વનો લાભ મળ્યો. શહેરી વિકાસ વર્ષની ઉજવણી પહેલાં મહાનગર પાલિકા અને પાલિકાના અનેક વિકાસના કામ કર્યા.

Today News Live : પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો, મહાત્મા મંદિર પહોંચ્યા

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનથી મહાત્મા મંદિર સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઓપરેશન સિંદૂરના પોસ્ટર અને તિરંગા સાથે ઉમટી પડ્યા હતા. રોડ શો પુરો થયા બાદ પીએમ મોદી મહાત્મા મંદિર સ્ટેજ ઉપર પહોંચ્યા છે.

Today News Live : ગત નવ દિવસોમાં કોવિડ-19ના સંક્રમણથી 6 લોકોના મોત

દેશભરમાં કોરોનાના સંક્રમિત 6 દર્દીઓના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મરનાર દર્દી 3 મહારાષ્ટ્રમાં અને 2 કેરળ અને 1 કર્ણાટકમાં છે.

Today News Live : પંચકુલામાં એક જ પરિવારના 7 સભ્યોએ આત્મહત્યા કરી

હરિયાણાના પંચકુલામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના સાત સભ્યોએ કથિત રીતે ઝેર પીને આત્મહત્યા કરી હતી. મૃતકોમાં એક દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધ સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ સેક્ટર ૨૭માં બની હતી જ્યારે એક કારમાંથી બધાના મૃતદેહ મળી આવ્યા હતા. આ કાર પર ઉત્તરાખંડના દેહરાદૂનનો નંબર પ્લેટ છે.

Today News Live : ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થોડીવારમાં શરુ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થોડી વારમાં શરુ થશે. મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાનને આવકરવા યુવાનોથી માંડી વૃદ્ધ અને બાળકોમાં ભરપુર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Today News Live : સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 નીચે

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે મોટા ઘટાડે ખુલ્યા હતા, જેનું કારણ ઉંચા મથાળે વેચવાલી અને વૈશ્વિક બજારોના નબળા સંકેત છે. સેન્સેક્સ પાછલા બંધ 82176 સામે નીચા ગેપમાં આજે 82038 ખુલ્યો હતો. સિલેક્ટિવ બ્લુચીપ શેરમાં ઘટાડાથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81500 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે. અલ્ટ્રાટેક, એનટીપીસી, મહિન્દ્રા, એક્સિસ બેંક અને ઝોમેટાના શેર 1 થી 2 ટકા ડાઉન હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25001 સામે આજે 24956 ખુલ્યો હતો અને નીચામાં 24765 સુધી ગયો હતો. બેંક નિફ્ટી 330 પોઇન્ટ અને નિફ્ટી આઈટી 260 પોઇન્ટ ડાઉન હતા. મે એક્સપાયરી પહેલા માર્કેટમાં વોલેટાલિટી જોવા મળશે.

Today News Live : ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા હતા. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 40 વર્ષીય યુવતી અને 73 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બનાસકાંઠામાં પણ બે કેસ પોઝિટિવ આવ્યાં હતા.

Today News Live : PM મોદી સુરતમાં બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ કરશે

PM મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુરતમાં રૂ. 232 કરોડના ખર્ચે બનીને તૈયાર બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ કરશે. જેમાં 12 કિમી લાંબો વોકિંગ ટ્રેક અને 9 કિમીનો સાઇક્લિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે.

Today News Live : પીએમ મોદી અસારવા સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1800 બેડની આધુનિક હોસ્પિટલના નિર્માણનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગરમાં પીએમ મોદી 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં PMJAY હેઠળ 1,006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,055 આવાસોનું લોકાર્પણ થશે. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત પણ થશે. અસારવા સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1800 બેડની આધુનિક હોસ્પિટલના નિર્માણનું ખાતમુહૂર્ત કરશે.

Today News Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો

આજે PM મોદી ગાંધીનગરમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજશે. આ રોડ શો પુનિત વન, જિલ્લા પંચાયત, અખબાર ભવન અને ઉદ્યોગ ભવન થઈને પસાર થશે. તેમજ મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપશે. મહાત્મા મંદિર ખાતે તેઓ શહેરી વિકાસ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી તેઓ 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Today News Live : ગુજરાતમાં પીએમ મોદીનો બીજો દિવસ

આજે 27 મે 2025, મંગળવારના રોજ પીએમ મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. ગઈ કાલ સોમવારે વડોદરા, ભૂજ અને અમદાવાદમાં રોડ શો કર્યા બાદ આજે સવારે ગાંધીનગરમાં પણ રોડ શો કરશે. આ સાથે હજારો કરોડ રૂપિયા પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ