Gujarati News 3 April 2025 : પીએમ મોદીએ કહ્યું – ભારતની ‘એક્ટ ઇસ્ટ’ નીતિમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 April 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની 'એક્ટ ઇસ્ટ' નીતિ અને અમારા ઇન્ડો-પેસિફિક વિઝનમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન છે. આજે અમે પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે

Written by Ankit Patel
Updated : April 03, 2025 23:49 IST
Gujarati News 3 April 2025 : પીએમ મોદીએ કહ્યું – ભારતની ‘એક્ટ ઇસ્ટ’ નીતિમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર: X)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 April 2025, આજના તાજા સમાચાર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની ‘એક્ટ ઇસ્ટ’ નીતિ અને અમારા ઇન્ડો-પેસિફિક વિઝનમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન છે. આજે અમે પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે રણનીતિક વાર્તા સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરી. સાયબર ક્રાઇમના શિકાર ભારતીયોને પરત ભારત મોકલવામાં થાઇલેન્ડ સરકારના સહયોગ બદલ અમે તેમનો આભાર માન્યો.

મધ્ય પ્રદેશમાં નર્મદા કિનારે ડીસા આગમાં હોમાયેલા 18 મૃતકો ચિતાઓ સળગી

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીની આગમાં હોમવાયેલા 21 મૃતકો પૈકી 18 મૃતદોહ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના બે ગામોના 18 મૃતકોના દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ નર્મદા નદીના કિનારે અંતિમ સંસ્કાર કરાત બંને ગામો શાકાતુર બન્યા હતા. આમાં 5થી 8 વર્ષની વયનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ડીએનએ ટેસ્ટ દ્વારા બેની ઓળખ કરવામાં આવશે

જામનગરમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટનું મોત

બુધવારે મોડી રાત્રે જામનગરમાં દુર્ઘટના ઘટી હતી. અહીં ઇન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ટ્રેઈની પાઈલટનું મોત થયું હતું. જ્યારે એક પાઈલટ ઈજાગ્રસ્ત થતાં સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. PM મોદી શુક્રવારે થાઈલેન્ડમાં BIMSTEC સમિટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ કોન્ફરન્સમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા અને ભૂટાનના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ 6ઠ્ઠું BIMSTEC સમિટ હશે. થાઈલેન્ડ બાદ પીએમ મોદી શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે. BIMSTEC સમિટમાં 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે.

જ્યારે પીએમ મોદી 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. BIMSTEC દેશોમાં ભારત સૌથી પ્રભાવશાળી સભ્ય છે. નિષ્ણાતો માને છે કે ભારત સમિટની વ્યૂહાત્મક દિશાને આકાર આપવામાં મદદરૂપ સાબિત થશે. ભારત સુનિશ્ચિત કરશે કે આ પ્લેટફોર્મ બંગાળની ખાડી ક્ષેત્રમાં આર્થિક વિકાસ અને સુરક્ષા સહયોગ માટે એક મહત્વપૂર્ણ બળ બની રહે. ભારત BIMSTECનું સ્થાપક સભ્ય પણ છે.

Live Updates

Today News live : જેડીયુના વરિષ્ઠ નેતા મોહમ્મદ કાસિમ અંસારીએ રાજીનામું આપ્યું

વક્ફ સુધારા બિલ પર પાર્ટીના સ્ટેન્ડને લઈને જેડી(યુ)ના વરિષ્ઠ નેતા મોહમ્મદ કાસિમ અંસારીએ પાર્ટી અને તેમના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.

Today News live : પીએમ મોદીએ કહ્યું - ભારતની 'એક્ટ ઇસ્ટ' નીતિમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની ‘એક્ટ ઇસ્ટ’ નીતિ અને અમારા ઇન્ડો-પેસિફિક વિઝનમાં થાઇલેન્ડનું વિશેષ સ્થાન છે. આજે અમે પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે રણનીતિક વાર્તા સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરી. સાયબર ક્રાઇમના શિકાર ભારતીયોને પરત ભારત મોકલવામાં થાઇલેન્ડ સરકારના સહયોગ બદલ અમે તેમનો આભાર માન્યો.

Today News live : મધ્ય પ્રદેશમાં નર્મદા કિનારે ડીસા આગમાં હોમાયેલા 18 મૃતકો ચિતાઓ સળગી

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીની આગમાં હોમવાયેલા 21 મૃતકો પૈકી 18 મૃતદોહ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના બે ગામોના 18 મૃતકોના દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ નર્મદા નદીના કિનારે અંતિમ સંસ્કાર કરાત બંને ગામો શાકાતુર બન્યા હતા. આમાં 5થી 8 વર્ષની વયનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ડીએનએ ટેસ્ટ દ્વારા બેની ઓળખ કરવામાં આવશે

Today News live : રાજ્યસભાની કાર્યવાહી શરૂ, વકફ બિલ આજે બપોરે 1 વાગ્યે રજૂ થશે

લાંબી ચર્ચા અને મતદાન બાદ સવારે 2 વાગ્યે વકફ (સુધારા) બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની તરફેણમાં 288 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 232 વોટ પડ્યા. તમને જણાવી દઈએ કે બુધવારે બપોરે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા છે, એક કાયદો બીજા કાયદાથી ઉપર ન હોઈ શકે. તે જ સમયે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ વકફ સુધારા બિલ સામે સખત વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે તે વકફ મિલકતો માટે ફાયદાકારક થવાને બદલે નુકસાનકારક હશે. સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. લોકસભામાં પસાર થયા બાદ વકફ (સુધારા) બિલ આજે બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

Today News live : એલોન મસ્ક ટૂંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી બહાર થશે? ડોનાલ્ડ ટ્રમ્પે સંકેતો આપ્યા

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક ટૂંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી બહાર થઈ શકે છે. તેનો અર્થ એ કે તેઓ DOGE થી અલગ હોઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ દિશામાં નિર્દેશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેબિનેટ સભ્યો અને અન્ય નજીકના લોકોને કહ્યું હતું કે ઇલોન મસ્ક ટૂંક સમયમાં તેમની ભૂમિકામાંથી રાજીનામું આપશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે મસ્ક તેમના 130 દિવસના કાર્યકાળ કરતાં વધુ સમય સુધી પદ પર રહે. તો તેના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ટ્રમ્પે સોમવારે જાહેરમાં કહ્યું હતું કે મસ્કને કોઈક સમયે ટેસ્લાને ફરી શરૂ કરવી પડશે. ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે તે અદ્ભુત છે. પણ મને એમ પણ લાગે છે કે તેણે મોટી કંપની ચલાવવી છે. તેથી અમુક સમયે તેઓએ પાછા જવું પડશે. તે આ કરવા માંગે છે.

Today News live : સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, US ટેરિફથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું

શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ ગુરુવારે 806 પોઇન્ટના કડાકે ખુલ્યો હતો. સેન્સેક્સ પાછલા બંધ 76617 સામે આજે 75811 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં ઘટાડાથી શેરબજાર તૂટ્યું છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23332 સામે આજે 23150 ખુલ્યો હતો. ભારત પર અમેરિકાની પારસ્પરિક ટેરિફ લાગુ થઇ છે. જેની અસરે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. આઈટી ઈન્ડેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો બોલાયો છે.

Today News live : વડાપ્રધાન મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડ જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે રવાના થયા છે. PM મોદી શુક્રવારે થાઈલેન્ડમાં BIMSTEC સમિટમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ કોન્ફરન્સમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા અને ભૂટાનના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. આ 6ઠ્ઠું BIMSTEC સમિટ હશે. થાઈલેન્ડ બાદ પીએમ મોદી પણ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે. BIMSTEC સમિટમાં 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે.

Today News live : જામનગરમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઈલટનું મોત

બુધવારે મોડી રાત્રે જામનગરમાં દુર્ઘટના ઘટી હતી. અહીં ઇન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ટ્રેઈની પાઈલટનું મોત થયું હતું. જ્યારે એક પાઈલટ ઈજાગ્રસ્ત થતાં સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Today News live : ડીસા ફેક્ટરી કેસના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં મધ્ય પ્રદેશના 21 શ્રમીકોના મોત થયાની ચકચારી ઘટના બની હતી. પોલીસે આ કેસમાં ફેક્ટરી સંચાલક પિતા ખુબચંદ અને પુત્ર દિપક મોહનાનીની ધરપકડ કરી હતી. પોલીસ આજે ડીસા કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ આરોપીઓા રિમાન્ડ માંગવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ