Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 March 2025, આજના તાજા સમાચાર: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને સ્નાતક અભ્યાસક્રમોની ફીમાં વધારા સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
હરિયાણામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલના મર્ડર કેસમાં પોલીસે 1 આરોપની ધરપકડ કરી છે. તમને જણાવી દઇયે કે, 1 માર્ચના રોજ હરિયાણામાં રોહતકમાં એક સુટકેશમાં હિમાની નરવાલની લાશ મળી આવતા સનસનાટી મચી હતી. હિમાની નરવાલની હત્યા બાદ હરિયાણામાં મહિલાઓની સુરક્ષા અંગે રાજ્ય સરકાર સામે સવાલ ઉભા થયા હતા.
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યો
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ એક ચોંકાવનારા નિર્ણયમાં પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે.આકાશને પાર્ટીમાંથી હાંકી કાઢવાનું કારણ તેના સસરા અશોક સિદ્ધાર્થનો પ્રભાવ હોવાનું કહેવાય છે.માયાવતીએ એક એક્સ પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે પાર્ટી અને મૂવમેન્ટની ભલાઇ માટે આ પગલું ભર્યું છે.
પીએમ મોદીના ગુજરાતના મુલાકાતનો છેલ્લો દિવસ, ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા
પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રે રોકાયા હતા. આજે સોમવારે વહેલી સવારે પીએમ મોદીએ ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા હતા.





