Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 April 2025, આજના તાજા સમાચાર: અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ચાલી રહેલા મેગા ડિમોલેશન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું.
આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે પણ સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં બે દિવસ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને ગેરકાયદે દબળો દૂર કરવામાં આવશે.
કોલકાતાની હોટલમાં આગમાં 14ના મોત
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારની એક હોટલમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બુરાબજાર વિસ્તારમાં ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે લગભગ 8.15 વાગ્યે આ ઘટના બની હતી.
વિશાખાપટ્ટનમના નરસિંહ સ્વામી મંદિરમાં સ્ટેજ ધરાશાયી, 8 લોકોના મોત
વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ લાંબો ભાગ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયાં હતાં અને ચાર ઘાયલ થયાં હતાં. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થિતિ જોઈને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિથા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ચંદનોત્સવ દરમિયાન અચાનક 20 ફૂટ લાંબો સ્ટેજ ધરાશાયી થવાના કારણે આ ઘટના બની હતી.





