Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 30 March 2025 LIVE, આજના તાજા સમાચાર: મ્યાનમાર પછી એશિયા ખંડના બીજા દેશમાં ભયાનક ભૂકંપ આવ્યો છે. અહીં પણ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 7 થી વધુ હતી. આવામાં ભયંકર નુકસાન થવાની શક્યતા છે. યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, આ ભૂકંપ ટોંગા નજીક આવ્યો હતો. તેની તીવ્રતા 7.1 છે. આ કારણે પેસિફિક ટાપુ દેશ માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે જણાવ્યું હતું કે સોમવારે સવારે સ્થાનિક સમય મુજબ મુખ્ય ટાપુથી લગભગ 100 કિલોમીટર (62 માઇલ) ઉત્તરપૂર્વમાં ભૂકંપ આવ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલાની લક્ઝરી કારમાં વિસ્ફોટ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલામાં એક કારમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. એક લક્ઝરી લિમોઝીન જે તેની સત્તાવાર કારના કાફલાનો ભાગ હતી તેમાં આગ લાગી. જે પછી ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) હેડક્વાર્ટરની ઉત્તરે મોસ્કોની શેરીઓમાં વિસ્ફોટ થયો હતો.
વિડીયો ફૂટેજમાં પુતિનની ઓરસ સેનેટ લિમોઝીનનું એન્જિન દર્શાવવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે $356,000 છે, આગની જ્વાળાઓમાં વિસ્ફોટ થઈ હતી, જે પછી કારની અંદર ફેલાઈ ગઈ હતી. ધ સને અહેવાલ આપ્યો હતો કે ફાયર બ્રિગેડની સેવા આવે ત્યાં સુધી આગને કાબૂમાં લેવા માટે નજીકના રેસ્ટોરાં અને બારના લોકો સ્રેટેન્કા સ્ટ્રીટ પર એકઠા થયા હતા.
PM મોદી સંઘ હેડક્વાર્ટર પહોંચ્યા, ડૉ. હેડગેવારને પુષ્પાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. એક દિવસની મુલાકાતે નાગપુર એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી રેશમ બાગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય પહોંચ્યા. અહીં પીએમ મોદીએ સંઘના સંસ્થાપક ડૉ.હેડગેવારની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર પહોંચ્યા ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આજે ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે. આ પછી તે છત્તીસગઢ જવા રવાના થશે.
ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળોની 500 મીટર અંદર માંસ વેચાણ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે નવ દિવસીય ચૈત્ર નવરાત્રિની શરૂઆત પહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરવાનો અને ધાર્મિક સ્થળોની 500 મીટરની અંદર માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે દેવી દુર્ગાને સમર્પિત નવ દિવસીય નવરાત્રી તહેવાર આજે રવિવાર (30 માર્ચ)થી શરૂ થયો છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓ અનુસાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરોને તાત્કાલિક ગેરકાયદેસર કતલખાના બંધ કરવા અને ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પરના પ્રતિબંધનો કડક અમલ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.





