Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 31 March 2025, આજના તાજા સમાચાર: કચ્છના ગાંધીધામ ભચાઉ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક એક લાકડાની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ નગરપાલિકા સહિત ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે હાજર છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટે વિજય
અશ્વિની કુમારના તરખાટ (4 વિકેટ) પછી રયાન રિકેલ્ટનની અણનમ અડધી સદીની (62) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતા 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે.
દેશમાં ઈદની ધામધૂમથી ઉજવણી
પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 કલાકે નમાઝ અદા કરાઈ હતી. લખનૌની ઇદગાહમાં સવારે 10 વાગ્યે નમાઝ અદા કરવામાં આવશે. ઈદ પહેલા બજારોમાં ભારે રોનક જોવા મળી હતી. સોમવારે અમદાવાદની જામા મસ્જિદમાં મુસ્લિમ રહેવાસીઓ ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે નમાજ અદા કરી હતી અને બાદમાં એકબીજાને શુભેચ્છા પાઠવે છે.





