Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 April 2025, આજના તાજા સમાચાર: પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે કોલકાતા પોલીસ દ્વારા રેલી કાઢવાની મંજૂરી ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ કેસમાં હવે હાઇકોર્ટે આદેશ જારી કર્યો છે, જેમાં હિન્દુ સંગઠનોને રામનવમી પર રેલી કાઢવાની મંજૂરી મળી ગઇ છે, પરંતુ શરતો પણ લાદવામાં આવી છે, જે અંતર્ગત રેલીમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કોલકાતા પોલીસે સુરક્ષાની ચિંતાનું કારણ આગળ ધરીને જીટી રોડ રસ્તા પર છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા રામનવમીના પરંપરાગત સરઘસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
PM મોદી અને યુનુસ વચ્ચે વાતચીત BIMSTEC કોન્ફરન્સના ડિનરમાં સાથે બેઠા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ ગુરુવાર, 3 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન મળ્યા હતા. આ બેઠક થાઈ વડા પ્રધાન પૈતોંગટાર્ન શિનાવાત્રા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજન દરમિયાન થઈ હતી.
ઓફિસિયલ પર એક તસવીર શેર કરવામાં આવી છે આ દરમિયાન થાઈલેન્ડના વડાપ્રધાને BIMSTEC નેતાઓનું સ્વાગત કર્યું. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાએ મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદને ટાંકીને જણાવ્યું હતું કે બંને નેતાઓ સત્તાવાર રાત્રિભોજન દરમિયાન એકબીજાને મળ્યા હતા.
દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન
દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું. તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત, તેમણે ‘ભારત કુમાર’ ઉપનામ મેળવ્યું હતું.
મનોજ કુમારના અવસાન પર, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ‘…મહાન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર, અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ‘સિંહ’ મનોજ કુમારજી હવે અમારી વચ્ચે નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ બહુ મોટી ખોટ છે અને આખી ઈન્ડસ્ટ્રી તેને યાદ કરશે.





