Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 May 2025, આજના તાજા સમાચાર: જમ્મુ કાશ્મીરના રામબનના બેટરી ચશ્મામાં સેનાનું એક ટ્રક 200 – 300 મીટર ઉંડી ખીણમાં પડ્યું છે. આ દૂર્ઘટનામાં 3 ભારતીય સૈનિકના મોત થયા છે. પોલીસ, એચડીઆરએફ, સેના અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ટ્રક કાફલા સાથે જમ્મુ થી શ્રીનગર જઇ રહ્યુ હતુ. આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર 3 સૈનિકાને રામબન જિલ્લાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન બિલાવલ ભુટ્ટો જરદારીના X એકાઉન્ટ પર પ્રતિબંધ
ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની તજવીજ ચાલુ છે. ભારત સરકારે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સોશિયલ મીડિયા X એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂક્યો છે.
બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ
ઉત્તરાખંડમાં ચારધામના ચોથા તીર્થસ્થાન બદ્રીનાથ ધામ કપાટ ખુલ્યા છે. શુભ મુહૂર્તમાં વહેલી સવારે 6 વાગે ભગવાન બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા છે. આ અવસર પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બદ્રીનાથ મંદિર પહોંચ્યા હતા, તેમણે બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવા દરમિયાન મંદિર અને દર્શનાર્થીઓ પર હેલિકોપ્ટર વડે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
આજે NEET UG એક્ઝામ, ગુજરાતના 80 હજાર સહિત દેશભરમાં 22.7 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે
આજે દેશભરમાં NEET UG પરીક્ષા 2025 યોજાશે. મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ યુજી પરીક્ષા પાસ કરવી જરૂરી છે. દેશભરના 5453 પરીક્ષા કેન્દ્રો પર 22.7 લાખ ઉમેદવારો NEET UG પરીક્ષા આપશે. જેમા ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે 4750 કેન્દ્રો 24 લાખ ઉમેદવારોએ NEET UG પરીક્ષા આપી હતી.





