Gujarati News 5 April 2025 : મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો, બોલિવૂડ શોકાતૂર

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 April 2025: દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું

Written by Ankit Patel
Updated : April 05, 2025 21:58 IST
Gujarati News 5 April 2025 : મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થયો, બોલિવૂડ શોકાતૂર
બોલિવૂડ સુપરસ્ટાર મનોજ કુમાર નેટવર્થ - express photo

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 April 2025, આજના તાજા સમાચાર: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શનિવારે સવારે મનોજ કુમારનો પાર્થિવ દેહ પવન હંશ સ્મશાનગૃહે લવાયો હતો. જ્યાં સન્માન સાથે મનોજ કુમારને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું હતું.

ઉલ્લેખની છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓ તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા છે. તેની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને તેમનો જન્મ 1937માં થયો હતો. અભિનેતાની દેશભક્તિની ફિલ્મો એટલી હિટ રહી હતી કે તેમનું નામ જ ‘ભારત કુમાર’ પડી ગયું હતું. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બધા આઘાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. મનોજ કુમારના પાર્થિવ દેહને સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો.

આજથી દિલ્હીમાં લાગુ થશે આયુષ્માન યોજના, 10 લાખ રૂપિયા સુધીની સારવાર

દિલ્હીમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શનિવારે એક એમઓયુ પર હસ્તાક્ષર કરશે.

કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર આપવા માટે છે. આ લોકોને દિલ્હીમાં પણ આ યોજનાનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલા બનાવવામાં આવશે. આ પછી બીપીએલ કાર્ડ ધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં ઓછામાં ઓછા 1 લાખ લોકો માટે આયુષ્માન યોજના બનાવવાનું લક્ષ્ય છે.

Live Updates

Today News live : પીએમ મોદી રામનવમીના દિવસે પંબન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કરશે

રામેશ્વરમ, તમિલનાડુ: નવા પંબન રેલ્વે બ્રિજને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 6 એપ્રિલે રામ નવમીના અવસરે કરશે.

Today News live : મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો, બોલિવૂડ શોકાતૂર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે શનિવારે સવારે મનોજ કુમારનો પાર્થિવ દેહ પવન હંશ સ્મશાનગૃહે લવાયો હતો. જ્યાં સન્માન સાથે મનોજ કુમારને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વીલિન થયો હતો. અભિનેતાની વિદાયથી બોલિવૂડ આખું શોકાતૂર થયું હતું.

Today News live : નેપાળના કેન્દ્ર લખનૌ સહિત અવધના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા

નેપાળમાં પાંચ રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લખનૌ સહિત અવધના બાકીના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 7.52 વાગ્યાની આસપાસ અહીં આંચકા અનુભવાયા હતા. આ આંચકા પાંચથી સાત સેકન્ડ સુધી રહ્યા હતા.

Today News live : આગામી છ દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી

થોડા દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી હતી. ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ રહી હતી. જોકે, હવે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે સારાષ્ટ્રના રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Today News live : આજથી દિલ્હીમાં લાગુ થશે આયુષ્માન યોજના

દિલ્હીમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે શનિવારે એક એમઓયુ પર હસ્તાક્ષર કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ