Gujarati News 5 March 2025: મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમી સસ્પેન્ડ, ઔરંગઝેબ વિશે નિવેદનનો વિવાદ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 March 2025: મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય અબૂ આઝમીને ઔરંગઝેબ વિશે કરેલા નિવેદનના કારણે વિધાનસભા માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
abu azmi

Abu Azmi: અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાં સપા પાર્ટીના ધારાસભ્ય છે. (Photo: @abuasimazmi)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 March 2025, આજના તાજા સમાચાર: મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય અબૂ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અબુ આઝમીને ઔરંગઝેબ વિશે કરેલા નિવેદનને કારણે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સંસદીય કાર્યમંત્રી ચંદ્રકાંત પાટિલ દ્વારા તેમની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરાયો અને તે પસાર થઇ ગયો હતો.

Advertisment

ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનો સૌથી મોટો ફાયદો એ થશે કે હાલમાં 8-9 કલાકમાં પૂર્ણ થતી મુસાફરી ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમાં 36 લોકોની બેઠક ક્ષમતા હશે.

ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન, ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબને જોડતા પુલને નુકસાન

Advertisment

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબને જોડતો સસ્પેન્શન મોટર પુલને ભૂસ્ખલનના કારણે નુકસાન થયું છે. ગોવિંદઘાટની સામેના પહાડ પરથી મોટા મોટા પથ્થરો નીચે પડતા પુલને બહુ નુકસાન થયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 2 ટકા પારસ્પરિક ટેરિફ લાદી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદનં સંબોધિત કરતા ભારત અને ચીન પર ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ટ્રમ્પે ઘોષણા કરી કે, તે ભારત અને ચીન પર 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ (Reciprocal Tariffs) લાદવામાં આવશે. નવી ટેરિફ પોલિસી હેઠળ અમેરિકા એવા દેશો પર સમાન ટેરિફ લાદવાની યોજના ધરાવે છે જે અમેરિકન માલ પર ઊંચી ડ્યુટી લાદે છે. ટ્રમ્પે કહ્યું કે, કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયા ઉંચી ટેરિફ વસૂલે છે. અમે બે એપ્રિલથી આ દેશો પર રેસિપ્રોકલ ટેક્સ લાદીશું. જે અમારા પર ટેક્સ લાદશે, અમે તેમના પર એટલો જ ટેક્સ લાદીશું. જો તેઓ અમને તેમના બજારમાંથી બહાર રાખવા માટે બિન-નાણાકીય અવરોધોનો ઉપયોગ કરશે, તો અમે પણ તે જ કરીશું.

ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકાની સંસદમાં પ્રથમ સંબોધન, કહ્યું - America Is Back

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર યુએસ સંસદને સંબોધિત કરી હતી. America Is Back સાથે પોતાના ભાષણની શરૂઆત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, એક નવા યુગની શરૂઆત થઈ છે. બિડેન અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમને સરહદ પર કામ ચાલુ રાખવા માટે વધારાના ભંડોળની જરૂર છે. ટીમને વધુ ફ્લાઇટ્સ માટે ભંડોળની જરૂર છે. આ ઉપરાંત સૌથી ખરાબ પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ નાણાંની જરૂર પડે છે. ટ્રમ્પ આ અંગે મોટી જાહેરાત પણ કરી શકે છે.

  • Mar 05, 2025 22:28 IST

    ચેમ્પિયન્સ ટ્રોફી - ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં, દક્ષિણ આફ્રિકાનો પરાજય

    રચિન રવિન્દ્ર (108 )અને કેન વિલિયમ્સનની (102)સદી બાદ મિચેલ સેન્ટનરની (3 વિકેટ)શાનદાર બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 50 રને વિજય મેળવ્યો છે. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટે 312 રન બનાવ્યા હતા.

  • Mar 05, 2025 22:03 IST

    RBI નો મોટો નિર્ણય, સિસ્ટમમાં 1.9 લાખ કરોડની લિક્વિડિટી વધારવાની જાહેરાત

    બેંકિંગ સિસ્‍ટમમાં લિક્વિડિટી વધારવા માટું પગલું ભર્યું છે. ભારતીય રીઝર્વ બેંકે બુધવારને કહ્યું કે તે આ મહિના દરમિયાન ઓપેન માર્કેટમાં સરકારી ઇક્વિ‍ટીની ખરીદી કરશે અને કુલ મળીને લગભગ 1.9 લાખ કરોડ રૂપિયા પ્રાઇસના અમેરિકન ડોલર/રુપિયાની અદલા-બદલી કરશે.

  • Mar 05, 2025 18:27 IST

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025 - ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 362 રન બનાવ્યા

    ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 363 રનનો પડકાર મળ્યો છે

  • Mar 05, 2025 16:50 IST

    ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી

    કેન્દ્રીય મંત્રીમંડળે આજે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ-પર્વતમાલા પ્રોજેક્ટ હેઠળ ઉત્તરાખંડના સોનપ્રયાગથી કેદારનાથ સુધીના 12.9 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટના વિકાસને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનો સૌથી મોટો ફાયદો એ થશે કે હાલમાં 8-9 કલાકમાં પૂર્ણ થતી મુસાફરી ઘટીને 36 મિનિટ થઈ જશે. તેમાં 36 લોકોની બેઠક ક્ષમતા હશે.

  • Mar 05, 2025 15:51 IST

    ધર્મેશ પોશીયા જુનાગઢના નવા મેયર બન્યાં

    જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરવામાં આવી છે.

  • Mar 05, 2025 13:06 IST

    મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમી સસ્પેન્ડ, ઓરંગઝેબ વિશે નિવેદનનો વિવાદ

    મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય અબૂ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અબુ આઝમીને ઔરંગઝેબ વિશે કરેલા નિવેદનને કારણે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સંસદીય કાર્યમંત્રી ચંદ્રકાંત પાટિલ દ્વારા તેમની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરાયો અને તે પસાર થઇ ગયો હતો.

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2025

  • Mar 05, 2025 11:48 IST

    ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન, ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબને જોડતો સસ્પેન્શન મોટર પુલને નુકસાન

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોવિંદઘાટ અને હેમકુંડ સાહિબને જોડતો સસ્પેન્શન મોટર પુલને ભૂસ્ખલનના કારણે નુકસાન થયું છે. ગોવિંદઘાટની સામેના પહાડ પરથી મોટા મોટા પથ્થરો નીચે પડતા પુલને બહુ નુકસાન થયું છે.

    — ANI_HindiNews (@AHindinews) March 5, 2025

  • Mar 05, 2025 10:00 IST

    ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ઝટકો, 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાદવાની ઘોષણા

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદનં સંબોધિત કરતા ભારત અને ચીન પર ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ટ્રમ્પે ઘોષણા કરી કે, તે ભારત અને ચીન પર 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ (Reciprocal Tariffs) લાદવામાં આવશે. નવી ટેરિફ પોલિસી હેઠળ અમેરિકા એવા દેશો પર સમાન ટેરિફ લાદવાની યોજના ધરાવે છે જે અમેરિકન માલ પર ઊંચી ડ્યુટી લાદે છે. ટ્રમ્પે કહ્યું કે, કેનેડા, મેક્સિકો, ભારત અને દક્ષિણ કોરિયા ઉંચી ટેરિફ વસૂલે છે. અમે બે એપ્રિલથી આ દેશો પર રેસિપ્રોકલ ટેક્સ લાદીશું. જે અમારા પર ટેક્સ લાદશે, અમે તેમના પર એટલો જ ટેક્સ લાદીશું. જો તેઓ અમને તેમના બજારમાંથી બહાર રાખવા માટે બિન-નાણાકીય અવરોધોનો ઉપયોગ કરશે, તો અમે પણ તે જ કરીશું.

  • Mar 05, 2025 09:37 IST

    શેરબજારમાં 10 દિવસ બાદ સુધારો, સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળ્યો, આઈટી શેર તેજીમાં

    સેન્સેક્સ નિફ્ટી ઉછળતા શેરબજારમાં 10 દિવસ બાદ સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 72989 સામે આજે 73005 ખુલ્યો હતો. આઈટી શેરમાં ઉછાળાથી સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 73401 સુધી પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22082 સામે આજે 22073 ખુલ્યો હતો. નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછાળે ટ્રેડ કરી રહ્યો છે. આઈટી શેરમાં ઉછાળાથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 825 પોઇન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સના એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના શેર 2 થી 3 ટકા સુધી વધ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ગુજરાતી ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ