Gujarati News 6 April 2025 : પીએમ મોદીની રામેશ્વરમાં જનસભા; શ્રીરામનું જીવન અને સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો આધાર

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 April 2025: પીએમ નરેન્દ્ર મોદીએ રામેશ્વરના રામનાથપુરમમાં જનસભાને સંબોધન કર્યુ હતુ. તેની પહેલા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પમ્બન પુલનું ઉદઘાટન કર્યું હતું,

Written by Ajay Saroya
Updated : April 06, 2025 23:59 IST
Gujarati News 6 April 2025 : પીએમ મોદીની રામેશ્વરમાં જનસભા; શ્રીરામનું જીવન અને સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો આધાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - (Photo: X/@narendramodi)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 April 2025, આજના તાજા સમાચાર: અયોધ્યા રામ મંદિરમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રામ નવમી નિમિત્ત પ્રભુ રામની ખાસ પૂજા કરવામાં આવી છે. રામ નવમી પર 12 વાગે પ્રભુ રામની મૂર્તિ પર સૂર્ય તિલક થયું હતું. રામ નવમી પર રામ મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.

દેશભરમાં રામ નવમીની ઉજવણી, અયોધ્યા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આજે રામ નવમી છે. અયોધ્યા સહિત દેશભરમાં રામ નવમી અને ચૈત્ર સુદ નોમની પૂજા માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યા રામ મંદિરમાં બપોરે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાશે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો અયોધ્યામાં સરયૂ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. તો ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે દેવી મંદિરોમાં ભક્તિોની ભીડ જોવા મળી રહી છે.

અનંત અંબાણીની પગપાળા દ્વારકા યાત્રા પૂર્ણ થઇ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા આજે પૂર્ણ થઇ છે. રામ નવમી નિમિતે અનંત અંબાણી પત્ની રાધિકા મર્ચન્ટ અને માતા નીતા અંબાણી સાથે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા હતા. અનંત અંબાણીન આજે 30મો જન્મદિવસ છે.

Live Updates

પવન ખેડાએ કહ્યું - ગુજરાતમાં જ્યારે પણ AICC બેઠક યોજાઈ છે, ત્યારે તેણે ઇતિહાસની દિશા બદલી નાખી છે

કોંગ્રેસના નેતા પવન ખેડાએ AICC રાષ્ટ્રીય સ્તરની બેઠક પર કહ્યું કે આ ખૂબ જ ઐતિહાસિક છે. ગુજરાતમાં જ્યારે પણ AICC બેઠક યોજાઈ છે, ત્યારે તેણે ઇતિહાસની દિશા બદલી નાખી છે. આ સત્ર પણ ઐતિહાસિક છે. તેમાં દેશના રાજકારણ અને સમાજની દિશા બદલવાની શક્તિ છે. અહીં આવતા પહેલા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સતત 3 દિવસ સુધી દેશભરના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે લાંબી ચર્ચા કરી હતી. સત્ર પહેલા આવું કરવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે સત્રમાં આવીએ છીએ, ત્યારે આપણે આપણી સાથે કંઈક નક્કર લાવવું જોઈએ. આગામી દિવસોમાં આપણે કેટલાક નક્કર પ્રસ્તાવો સાંભળીશું.

પીએમ મોદીની રામેશ્વરમાં જનસભા - શ્રીરામનું જીવન અને સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો આધાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામેશ્વરમાં દેશના પ્રથમ વર્ટિકલ પમ્બન બ્રિજનું ઉદઘાટન કર્યું છે. આ સાથે તેમણે જનસભાને પણ સંબોધન કર્યુ હતુ. રામેશ્વરના રામનાથપુરમમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે રામ નવમીનો પવિત્ર તહેવાર છે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલાને સૂર્યના કિરણોનું ભવ્ય તિલક થયું છે. ભગવાન શ્રી રામનું જીવન, તેમના રાજથી મળતી સુશાસનની પ્રેરણા રાષ્ટ્ર નિર્માણનો મોટો આધાર છે.

પીએમ મોદીએ પમ્બન બ્રિજનું ઉદઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વર્ટિકલ પુલ પમ્બન બ્રિજનું ઉદઘાટન કર્યું છે. રામ નવમીના અવસર પર પીએમ મોદીએ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્ર બ્રિજ – નવા પંમ્બન બ્રિજનું ઉદઘાટન કર્યું છે. આ સાથે રામેશ્વરમ્ તાંબમ્ (ચેન્નઇ) નવી ટ્રેન સેવાને લીલી ઝંડી દેખાડી હતી.

watch | रामेश्वरम, तमिलनाडु: प्रधानमंत्री नरेंद्र मोदी ने राम नवमी के अवसर पर भारत के पहले वर्टिकल लिफ्ट समुद्री ब्रिज – नए पंबन ब्रिज का उद्घाटन किया और रामेश्वरम-तांबरम (चेन्नई) नई ट्रेन सेवा को हरी झंडी दिखाई।

(सोर्स: डीडी) pic.twitter.com/ckjcHbzpG4
— ANI_HindiNews (@AHindinews) April 6, 2025

અયોધ્યામાં રામ જન્મોત્સવની ઉજવણી, પ્રભુ રામના મસ્તક પર સૂર્ય તિલક

અયોધ્યા રામ મંદિરમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. રામ નવમી નિમિત્ત પ્રભુ રામની ખાસ પૂજા કરવામાં આવી છે. રામ નવમી પર 12 વાગે પ્રભુ રામની મૂર્તિ પર સૂર્ય તિલક થયું હતું. રામ નવમી પર રામ મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.

श्री राम जन्मभूमि मंदिर से श्री राम नवमी महोत्सव का सीधा प्रसारण Live webcast of Shri Ram Navami celebrations from Shri Ram Janmabhoomi Mandir
https://t.co/2YbBvECgn1
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 6, 2025

પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ અનુરાધાપુરા રેલવે લાઇનના સિગ્નલિંગ સિસ્ટનનું ઉદઘાટન કર્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સંયુક્તરીતે મહો અનુરાધાપુરા રેલવે લાઇન માટે સિગ્નલિંગ સિસ્ટનનું ઉદઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા સમર્થિત છે. તેમણે અનુરાધાપુરા રેલવે સ્ટેશન પર એક ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી.

અનંત અંબાણીની પગપાળા દ્વારકા યાત્રા પૂર્ણ થઇ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા આજે પૂર્ણ થઇ છે. રામ નવમી નિમિતે અનંત અંબાણી પત્ની રાધિકા મર્ચન્ટ અને માતા નીતા અંબાણી સાથે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા હતા. અનંત અંબાણીન આજે 30મો જન્મદિવસ છે.

આજે રામ નવમી, અયોધ્યા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આજે રામ નવમી છે. અયોધ્યા સહિત દેશભરમાં રામ નવમી અને ચૈત્ર સુદ નોમની પૂજા માટે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યા રામ મંદિરમાં બપોરે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાશે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો અયોધ્યામાં સરયૂ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. તો ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે દેવી મંદિરોમાં ભક્તિોની ભીડ જોવા મળી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ