Gujarati News 7 April 2025 : વકફ કાયદાને લઈને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 April 2025: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર થયેલા હોબાળાને પગલે ગૃહને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 April 2025: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર થયેલા હોબાળાને પગલે ગૃહને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
jammu kashmir assembly

જમ્મુ કાશ્મિર વિધાનસભા - Photo - ANI

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 April 2025, આજના તાજા સમાચાર: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર થયેલા હોબાળાને પગલે ગૃહને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ એક્ટ પર સ્થગિત દરખાસ્તને મંજૂરી ન આપવા બદલ સ્પીકર સામે વિરોધ કર્યો. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સોમવારે 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી કારણ કે સ્પીકર અબ્દુલ રહીમ રાથેરે વકફ (સુધારા) અધિનિયમ પર ચર્ચા કરવા માટે પ્રશ્નકાળ સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. બજેટ સત્ર દરમિયાન ગૃહને સ્થગિત કરવાની આ પ્રથમ ઘટના છે.

Advertisment

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુડીમાં વધારો કર્યો

દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના છે. સોમવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુડીમાં વધારો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 2 રૂપિયા વધારી છે. જ્યારે ડીઝલ ઉપર પણ સરકારે 2 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ-ડીઝલના નવો ભાવ મંગળવારથી લાગુ પડશે.

હમાસે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો, આયર્ન ડોમ નિષ્ફળ

ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર છેલ્લા ઘણા મહિનામાં સૌથી મોટો હુમલો કર્યો છે. રવિવારે રાત્રે, હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર 10 રોકેટ છોડ્યા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) દસમાંથી માત્ર 5 રોકેટ રોકી શક્યું હતું. બાકીના પાંચ રોકેટ ઈઝરાયેલની અંદર પડ્યા છે જેના કારણે નુકસાન થયું છે. એશ્કેલોનમાં એક રોકેટ ઉતર્યું, જ્યાં એક 30 વર્ષીય વ્યક્તિ શ્રાપનલથી અથડાયો અને તેને સારવાર માટે શહેરની બાર્ઝિલાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હમાસે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.

ઇઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ ગાઝાના દેર અલ-બલાહથી ઇઝરાયેલના દરિયાકાંઠાના શહેરો એશકેલોન અને અશદોદ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયેલે કહ્યું છે કે હમાસને આ હુમલાઓની ભારે કિંમત ચૂકવવી પડશે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી અને IDFને હમાસ સામેના હુમલાઓ વધારવાનો આદેશ આપ્યો.

Advertisment
  • Apr 07, 2025 19:28 IST

    Today News live : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ પહોંચ્યા

    અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં યોજાવાનું છે. તેમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ અને અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે.



  • Apr 07, 2025 16:38 IST

    Today News live : LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો

    મોંઘવારીના મામલે જનતાને વધુ એક ફટકો પડ્યો છે. LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાદા ગેસ સિલિન્ડર અને ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.



  • Apr 07, 2025 15:46 IST

    Today News live : સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુડીમાં વધારો કર્યો

    દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના છે. સોમવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુડીમાં વધારો કર્યો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 2 રૂપિયા વધારી છે. જ્યારે ડીઝલ ઉપર પણ સરકારે 2 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 07, 2025 13:29 IST

    Today News live :વકફ કાયદાને લઈને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો

    જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર થયેલા હોબાળાને પગલે ગૃહને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ એક્ટ પર સ્થગિત દરખાસ્તને મંજૂરી ન આપવા બદલ સ્પીકર સામે વિરોધ કર્યો. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સોમવારે 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી કારણ કે સ્પીકર અબ્દુલ રહીમ રાથેરે વકફ (સુધારા) અધિનિયમ પર ચર્ચા કરવા માટે પ્રશ્નકાળ સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. બજેટ સત્ર દરમિયાન ગૃહને સ્થગિત કરવાની આ પ્રથમ ઘટના છે.



  • Apr 07, 2025 09:39 IST

    Today News live : વડોદરા રક્ષિત કેસમાં પ્રાંશુ ચૌહાણને ગેરકાયદેસર અટકાયત માંથી મુક્ત કરવાનો કોર્ટનો આદેશ

    વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લેવાના કેસમા મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરવામાં આવી હતી. ચૌરસિયાને કસ્ટડીમાં પણ મીડિયા સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 13 માર્ચની રાત્રે પ્રાંશુની અટકાયત કરવામાં આવી હતી અને લગભગ 2.30 માર્ચ સુધી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. તેઓએ પ્રાંશુને મુખ્ય સાક્ષી તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવા દબાણ કર્યું હતું. જોકે વડોદરાની એક અદાલતે રવિવારે શહેર પોલીસને રક્ષિત ચૌરસિયા દ્વારા ચલાવવામાં આવતી કારમાંના સહ-મુસાફર પ્રાંશુ ચૌહાણને "તાત્કાલિક મુક્ત" કરવાનો આદેશ આપ્યો હતો.



  • Apr 07, 2025 09:24 IST

    Today News live : સેન્સેક્સમાં 3900 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 1100 પોઇન્ટ તૂટ્યો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 75364 સામે આજે સોમવારે 71449 ખુલ્યો છે. જે પાછલા બંધથી 3915 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ નીચમાં 71425 સુધી ઘટ્યો હતો. જો કે નીચા મથાળેથી રિકવર થઇ સેન્સેક્સ 72000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22904 સામે 1146 પોઇન્ટ ઘટીને આજે સોમવારે 21758 ખુલ્યો હતો. અમેરિકાની ટેરિફ પોલિસીના કારણે દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે.



  • Apr 07, 2025 08:18 IST

    Today News live : ગરમીના કારણે ઉનાળાની રજાઓ 30 એપ્રિલથી શરૂ થશે: પશ્ચિમ બંગાળ

    ઉનાળાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે આ વખતે ઉનાળાની રજાઓ 30 એપ્રિલથી શરૂ થશે, જે દર વર્ષે 9 મેથી શરૂ થતી હતી. ઉનાળાની ઋતુમાં ડીહાઈડ્રેશનનું જોખમ પણ રહે છે. તેને જોતા ડોક્ટર્સનું કહેવું છે કે ઉનાળામાં દરરોજ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ કારણ કે ડીહાઈડ્રેશનને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે હેલ્ધી ડ્રિંક્સ લેવું જરૂરી છે.



  • Apr 07, 2025 08:18 IST

    Today News live : ઉત્તર ભારતમાં જબરદસ્ત ગરમીનો કહેર, 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ

    એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમી ઝડપથી વધવા લાગી છે. 6 એપ્રિલે ભારતના પાંચ રાજ્યોના 21 શહેરોમાં 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી આકરી ગરમીનો સામનો કરવો પડશે. દિલ્હી ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના શહેરોમાં ગરમીનું મોજું યથાવત રહેશે.

    ઉત્તર પ્રદેશમાં ઉનાળાની ગરમી વધી રહી છે. અહીં સૂર્યપ્રકાશને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન વધીને 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે.



  • Apr 07, 2025 08:16 IST

    Today News live : હમાસે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો, આયર્ન ડોમ નિષ્ફળ

    ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર છેલ્લા ઘણા મહિનામાં સૌથી મોટો હુમલો કર્યો છે. રવિવારે રાત્રે, હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર 10 રોકેટ છોડ્યા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) દસમાંથી માત્ર 5 રોકેટ રોકી શક્યું હતું. બાકીના પાંચ રોકેટ ઈઝરાયેલની અંદર પડ્યા છે જેના કારણે નુકસાન થયું છે. એશ્કેલોનમાં એક રોકેટ ઉતર્યું, જ્યાં એક 30 વર્ષીય વ્યક્તિ શ્રાપનલથી અથડાયો અને તેને સારવાર માટે શહેરની બાર્ઝિલાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હમાસે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ