Gujarati News 7 March 2025: પીએમ મોદીએ સુરતમાં કહ્યું – અમે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કર્યું

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 March 2025: પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું.. 8 માર્ચે નવસારીમાં મહિલા દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે.

Written by Ajay Saroya
Updated : March 07, 2025 23:42 IST
Gujarati News 7 March 2025: પીએમ મોદીએ સુરતમાં કહ્યું – અમે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કર્યું
પીએમ મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 7 March 2025, આજના તાજા સમાચાર: પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.

સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલાં એક સ્થળનું રેશનકાર્ડ બીજી જગ્યાએ માન્ય ન હતું. અમે આ સમસ્યાનું નિરાકરણ કર્યું. અમે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કર્યું. હવે રેશનકાર્ડ ગમે ત્યાંનું હોય, દેશના દરેક શહેરમાં લાભાર્થીને તેનો લાભ મળે છે.

બીજી તરફ રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ સાડા 10 વાગે આસપાસ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને ગુજરાતના કોંગ્રેસ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. રાહુલ ગાંધી 9 કલાકમાં 5 મિટિંગ કરવાના છે.

મધ્યપ્રદેશના બૈતૂલમાં કોલસાની ખાણમાં ધાબુ પડતા 3 મજૂરોના મોત

મધ્યપ્રદેશના બૈતૂલમાં WCLની કોલસાની ખાણમાં ધાબુ પડવાથી 3 મજૂરોના કરુણ મોત થયા છે. આ ઘટના સારની વિસ્તારની કોલસાની ખાણમાં થઇ છે.

Live Updates

ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ સમજૂતી માટે ઈરાનના સુપ્રીમ લીડરને લખ્યો પત્ર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે પરમાણુ સમજૂતી પર વાતચીત કરવા માંગે છે અને તેમણે આ સંબંધમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીને પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેમને આશા છે કે ઇરાન વાટાઘાટો માટે સંમત થશે. શુક્રવારે પ્રસારિત થયેલા ફોક્સ બિઝનેસ નેટવર્કને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ઇરાન સાથે ચર્ચા કરવાની પોતાની ઇચ્છાને પુનરાવર્તિત કરી હતી.

હરિયાણામાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ

શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ છે. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. પાઇલટ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. આ અકસ્માત પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે થયો હતો. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - અમે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કર્યું

સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલાં એક સ્થળનું રેશનકાર્ડ બીજી જગ્યાએ માન્ય ન હતું. અમે આ સમસ્યાનું નિરાકરણ કર્યું. અમે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ લાગુ કર્યું. હવે રેશનકાર્ડ ગમે ત્યાંનું હોય, દેશના દરેક શહેરમાં લાભાર્થીને તેનો લાભ મળે છે.

કેસી વેણુગોપાલે કહ્યું - અમે એક નવા પ્રકારનું સંગઠન બનાવવાનું શરૂ કરી રહ્યા છીએ

કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) અને સાંસદ કે.સી. વેણુગોપાલે અમદાવાદમાં કહ્યું કે નેતૃત્વ પાર્ટીના અધિકારીઓ, બ્લોક પ્રમુખો, જિલ્લા પ્રમુખો, રાજ્ય અધિકારીઓ અને વરિષ્ઠ પાર્ટી નેતાઓને સાંભળવા માંગે છે. સવારથી રાહુલ ગાંધીએ (પક્ષના) કાર્યકરોને પોતાનો સમય આપ્યો છે. આવતીકાલે સામાન્ય કાર્યકરોની બેઠક છે. અમે એક નવા પ્રકારનું સંગઠન બનાવવાનું શરૂ કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ સેલવાસમાં રોડ શો કર્યો

પીએમ મોદીએ કહ્યું - આપણું સેલવાસ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યું છે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું આજે આપણું સેલવાસ, આ પ્રદેશ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યું છે. સેલવાસ એક એવું શહેર બની ગયું છે જ્યાં બધી જગ્યાઓના લોકો રહે છે. અહીંનો કોસ્મોપોલિટન મૂડ દર્શાવે છે કે દાદરા અને નગર હવેલીમાં કેટલી ઝડપથી નવી તકોનો વિકાસ થયો છે.

સેલવાસમાં પીએમ મોદીએ નમો હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

દાદરા નગર હવેલીના સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું.

અમિત શાહ 8 માર્ચે સોમનાથ આવશે, સપ્તાહમાં બીજી વખત ગુજરાતની મુલાકાતે

પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ હવે દેશના ગૃહ મંત્રી અમિત શાહ 8 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહેલા અમિત શાહ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ કોડીનાર અને તાલાલા સુગર મિલોના પુનરુત્થાન અને આધુનિકિરણ કાર્યક્રમમાં હાજર રહેશે. બપોર બાદ બહ્માનંદ વિધાધામમાં વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો

લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9ngD
* https://t.co/k3tr0N9Xn4
* https://t.co/gDXaSM7jQg pic.twitter.com/fZg36SjiW6
— BJP Gujarat (@BJP4Gujarat) March 7, 2025

પીએમ મોદીનું સુરત એરપોર્ટ પર સ્વાગત, સેલવાસમાં જનસભા સંબોધશે

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત મુલાકાતે સુરત આવી પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર સીઆર પાટીલ સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સુરતથી સેલવાસ જશે, જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરવાના છે. પીએમ મોદી 7 અને 8 માર્ચ ગુજરાત મુલાકાતે આવ્યા છે. 8 માર્ચે નવસારીમાં મહિલા દિવસ કાર્યક્રમમાં હાજર રહેશે.

ઉદયપુરના સજ્જનગઢ અભ્યારણમાં આગ

રાજસ્થાનના ઉદયપુરમાં સજ્જનગઢ અભ્યારણ અને બાયોલોજીકલ પાર્કમાં આગ લાગી છે. આગ બુઝવવા માટે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી છે.

https://twitter.com/AHindinews/status/1897906351176925408

રાહુલ ગાંધીની અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ અમદાવાદ સ્થિત ગુજરાત કોંગ્રેસ પાર્ટી કાર્યાલય પર ગયા હતા. અહીં તેમણે કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અમિત ચાવડા, શક્તિસિંહ ગોહીલ સહિત કોંગ્રેસના ઘણા નેતા અને કાર્યકર્તા હાજર રહ્યા હતા.

https://twitter.com/AHindinews/status/1897898521820643494

રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા, કોંગ્રેસ નેતાઓ સાથે મેરેથોન બેઠક કરશે

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ 10 વાગેની આસપાસ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય પહોંચશે. જ્યાં તેઓ ગુજરાતના કોંગ્રેસ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે. રાહુલ ગાંધી 9 કલાકમાં 5 મિટિંગ કરવાના છે.

ગુજરાત મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષ સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી રાજકીય રણનીતિઓની ચર્ચા કરવાનો છે. આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો, જિલ્લા અને બૂથ સ્તરના નેતાઓને મળશે અને કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા કરશે.

આજે વિપક્ષના નેતા શ્રી @RahulGandhi જી ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ અને અધિકારીઓ સાથે વિવિધ બેઠકોમાં હાજરી આપશે. pic.twitter.com/zj52lRJQAi
— Gujarat Congress (@INCGujarat) March 7, 2025

મધ્યપ્રદેશના બૈતૂલમાં કોલસાની ખાણમાં ધાબુ પડતા 3 મજૂરોના મોત

મધ્યપ્રદેશના બૈતૂલમાં WCLની કોલસાની ખાણમાં ધાબુ પડવાથી 3 મજૂરોના કરુણ મોત થયા છે. આ ઘટના સારની વિસ્તારની કોલસાની ખાણમાં થઇ છે.

પીએમ મોદી અને રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે

પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 4 દિવસ બાદ ફરી ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી સુરતમાં વિશાળ સભાને સંબોધિત કરશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે 8 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન રાહુલ ગાંધી 7 અને 8 માર્ચ ગુજરાત આવી રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષ સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી રાજકીય રણનીતિઓની ચર્ચા કરવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ