Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 May 2025, આજના તાજા સમાચાર: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે સરહદ પારથી આપણા વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ ગઈકાલે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) ગ્રુપ લશ્કર-એ-તૈયબાનું એક જાણીતું મોરચો છે. જેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ સંબંધઝમાં તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને આપી રહ્યા છીએ. TRF વિશે સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે.
વિક્રમ મિસરીએ કહ્યું કે જ્યારે UNSC ના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત આવી ત્યારે ફક્ત પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું હતું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી જૂથોનું ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.
પાકિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને અમેરિકાની સલાહ
લાહોર અને તેની આસપાસ ડ્રોન વિસ્ફોટો, તોડી પાડવામાં આવેલા ડ્રોન અને હવાઈ ક્ષેત્રમાં સંભવિત ઘૂસણખોરીના અહેવાલોને કારણે લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ રહેવા નિર્દેશ આપ્યો છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે. જો સલામત સ્થળાંતર શક્ય હોય તો યુ.એસ. નાગરિકોએ સક્રિય સંઘર્ષવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવું જોઈએ. જો બહાર નીકળવું સલામત ન હોય તો તેમણે સલામત સ્થળોએ રહેવું જોઈએ.
ઓપરેશન સિંદૂર બાદ સર્વદળ બેઠક, રાહુલ ગાંધી અને ખડગે હાજર
ભારતીય સેનાએ મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી લોન્ચ પેડ પર 24 ચોકસાઇ મિસાઇલ હુમલા કર્યા. મુરીદકે અને બહાવલપુરના નામ પણ આમાં સામેલ છે. આ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢ છે. સરકારે ગુરુવારે સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અંગે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગે હાજર રહ્યા છે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ‘X’ પર પ્રસ્તાવિત બેઠક વિશે પોસ્ટ કરી. તેમણે કહ્યું, ‘સરકારે 8 મે, 2025 ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં સંસદ સંકુલના સંસદ પુસ્તકાલય ભવન ખાતે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.’ સરકારે બુધવારે કહ્યું હતું કે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે મર્યાદિત હુમલા કર્યા છે.
ભારતીય સેના પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નજર રાખી રહી છે. ભારતીય સેના પ્રમુખ પોતે પાકિસ્તાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. એલઓસી પર ભારતીય નાગરિકોને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સેના દ્વારા તોપખાનાના ઉપયોગનો યોગ્ય જવાબ આપવાની સેનાને સ્વતંત્રતા છે.





