Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 9 April 2025, આજના તાજા સમાચાર: તાઇવાનના ઉત્તરપૂર્વીય ગ્રામીણ યિલાન કાઉન્ટીમાં બુધવારે 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ ટાપુના હવામાન વિભાગે જણાવ્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી. પ્રારંભિક અહેવાલો મુજબ, ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં ઇમારતો હચમચી ગઈ હતી. હવામાન વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ભૂકંપ 72.4 કિમી (45 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. તાઇવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે આવેલા 5.8 ની તીવ્રતાના ભૂકંપમાં કોઈ નુકસાન થયું નથી, જેમાં ટાપુના સાયન્સ પાર્કનો પણ સમાવેશ થાય છે જ્યાં તાઇવાનનું સેમિકન્ડક્ટર ઉત્પાદન થાય છે.
ચીને અમેરિકા પર ટેરિફ વધારીને 84 ટકા કર્યો, 10 એપ્રિલથી લાગુ થશે
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં હવે નવું અપડેટ આવ્યું છે. હવે ચીને અમેરિકા પર ટેરિફ 34 ટકાથી વધારીને 84 ટકા કરવાની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એપી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવા ટેરિફ રેટ 10 એપ્રિલથી લાગુ થશે. આ પહેલા અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યો છે.
રાજ્યમાં 48 કલાક આકાશમાંથી વરસશે અગન જવાળાઓ
ગુજરાતમાં ઉનાળો એકદમ જામી ગયો છે. લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી તાપમાનમાં મોટો કોઈ ફેરફાર ન થવાની શક્યાતો હવામાન વિભાગે સેવી હતી. જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.
આ ઉપરાંત આજે બુધવારે હાવમાન વિભાગે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે ત્યારે બનસાકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.





