Gujarati News 9 March 2025: ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની, રસ્તાઓ પર ઉજવણીનો માહોલ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 9 March 2025: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિલ્હી AIIMSના કાર્ડિયક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તેને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : March 09, 2025 22:12 IST
Gujarati News 9 March 2025: ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની, રસ્તાઓ પર ઉજવણીનો માહોલ
ભારતની આ જીત બાદ ભારતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા વીડિયો ગ્રેબ)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 9 March 2025, આજના તાજા સમાચાર: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની છે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે, ભારતની આ જીત બાદ ભારતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બોમ્બ ફુટી રહ્યા છે તો ઘણા લોકો રસ્તાઓ પર ડાન્સ કરી રહ્યા છે ત્યાં જ ચેન્નાઈમાં ભારતની જીત બાદ ક્રિકેટ ચાહકો ઉજવણી કરી રહ્યા છે.

ભારત ન્યુઝિલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઇનલ મેચ

ચેમ્પિયન ટ્રોફી 2025 જીતવા માટે આજે દુબઇમાં ભારત અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે બંને દેશોની ટીમ તનતોડ મહેનત કરશે. ભારતીય સમય અનુસાર 2.30 વાગે આજે સંયુક્ત અરબ અમિરાતમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયા વિ ન્યુઝિલેન્ડ ફાઇનલ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા 12 વર્ષ બાદ ભારતને ચેમ્પિયન ટ્રોફી જીતાડશે કે નહીં તેના પર સૌની નજર છે.

ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ

દુબઇમાં ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મેદાનમાં પ્રેક્ટીસ કરી હતી. આજે દુબઇમાં 3 વાગેની આસપાસ ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચ રમાશે.

Live Updates

આતિશીનું નિવેદન નિરાશા અને હતાશાજનક - વિરેન્દ્ર સચદેવ

દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવ એ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આતિશીના નિવેદન પર કહ્યું કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વારંવાર વારંવાર આતિશીને કાર્યવાહક મુખ્યમંત્રી કહ્યા છે. મને આતિશીના નિવેદનમાં નિરાશા અને હતાશા વધારે દેખાય છે. તેઓ પોતે એક સંવૈધાનિક પદ પર રહ્યા છે, તેમને અમુક કાયદાકીય પ્રક્રિયા વિશે જાણકારી હોવી જોઇએ. મને કોઇ યોજના માટે બજેટ અપ્રવુલ હોવું જરૂરી છે, જેની માટે મંત્રીમંડળીની મંજૂરી જરરી છે. અમે ગઇકાલે આ કામ કર્યું, તેની માટે 5100 કરોડ રૂપિયાની ફાળવણી કરી. અમારી પ્રતિબદ્ધા છે કે અમે દરેક વચન પુરું કર્યું.

કેલિફોર્નિયામાં BAPS મંદિરમાં તોડફોડ, સુરક્ષા માટે પગલા લેવા ભારતની માંગ

કેલિફોર્નિયામાં હિંદુ મંદિર BAPSમાં તોડફોડની ઘટના સામે ભારતે નિંદ કરી છે અને મંદિરની સુરક્ષાની માંગણી કરી છે. ભારતે પણ આ ઘટનાને ધ્યાનમાં રાખીને પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. કેલિફોર્નિયાના બોચાસણમાં વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ શનિવારે જણાવ્યું હતું કે, ચિનો હિલ્સમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરનું અપમાન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થયેલી તોડફોડ અંગે BAPS પબ્લિક અફેર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અન્ય એક મંદિરનું અપમાન કરવામાં આવ્યું છે. આ વખતે આ ઘટના કેલિફોર્નિયાના ચિનો હિલ્સની છે. હિન્દુ સમુદાય નફરતની વિરુદ્ધ મજબૂતીથી ઉભો છે. ચિનો હિલ્સ અને સધર્ન કેલિફોર્નિયાનો સમુદાય એક સાથે છે અને અમે ક્યારેય નફરતને ફેલાવા દઇશું નહીં.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિલ્હી AIIMSના કાર્ડિયક વિભાગમાં દાખલ, સ્થિતિ સ્થિર

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દિલ્હી AIIMSના કાર્ડિયક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMS હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તેને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ

દુબઇમાં ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મેદાનમાં પ્રેક્ટીસ કરી હતી. આજે દુબઇમાં 3 વાગેની આસપાસ ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી 2025 ફાઇનલ મેચ રમાશે.

ચેમ્પિયન ટ્રોફી જીતવા ભારત ન્યુઝિલેન્ડ આજે દુબઇમાં ફાઇનલ મેચ

ચેમ્પિયન ટ્રોફી 2025 જીતવા માટે આજે દુબઇમાં ભારત અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે બંને દેશોની ટીમ તનતોડ મહેનત કરશે. ભારતીય સમય અનુસાર 2.30 વાગે આજે સંયુક્ત અરબ અમિરાતમાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈન્ડિયા વિ ન્યુઝિલેન્ડ ફાઇનલ મેચ શરૂ થશે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા 12 વર્ષ બાદ ભારતને ચેમ્પિયન ટ્રોફી જીતાડશે કે નહીં તેના પર સૌની નજર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ