/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-modi-at-Tarabh-Visnagar.jpg)
તરભ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી X/@BJP4Gujarat
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar 22 february 2024, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર : આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024, ગુરુવારના દિવસે દેશ અને દુનિયાના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ સ્થળોએ મુલાકાત લીધી હતી અને ઘણા પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. આ સિવાય વિસનગરના તરભમાં આવેલા વાળીનાથ ધામ મંદિર ખાતે વાળીનાથ મહાદેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપી હતી.
બીજી તરફ દેશમાં ખેડૂતોનું દિલ્હીની બોર્ડર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ક્યાં પહોંચી સહિતના રાજકારણના સમાચાર, લોકસભા ચૂંટણીની દેશમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે. તેમજ રમત-ગમત અને વેપાર સહિતના ક્ષેત્રના આજના તાજા સમાચાર અહીં વાંચતા રહો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/breaking-News.jpg)
આજના બ્રેકિંગ ન્યૂઝ
પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું, પવિત્ર વાળીનાથ મહાદેવના દર્શ અને પૂજા અર્ચનાનો લાભ મને મળ્યો આ પહેલા એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, 14 ફેબ્રુઆરીએ ખાડી દેશ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર શિલાન્યાસ, અને ચંબલમાં કલકી ધામનો શિલાન્યાસનો મોકો મળ્યો. લોકો માટે વાળીનાથ મહાદેવ મંદિર તીર્થ સ્થાન છે, પરંતુ મારા રબારી સમાજ માટે તો આ ગુરૂ ગાદી છે.
આ પહેલા પીએમ મોદી અમદાવાદ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતોએ 50 વર્ષ પહેલા જે છોડ લગાવ્યો હતો તે આજે વટવૃક્ષ બની ગયું છે. આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી પ્રસંગે હું દરેશને અભિનંદન આપુ છું.
પીએમ મોદીએ કહ્યું હતું કે અમૂલ જેવું કોઈ નહી, પશુપાલકોના સામર્થ્યની ઓળખ, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે આત્મ નિર્ભર ભારતની પ્રેરણા, આજે દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલની પ્રોડક્ટ નિકાસ કરવામાં આવે છે.
- Feb 22, 2024 23:58 IST
પીએમ મોદીએ કાકરાપાર અણુ વિદ્યુત મથકની મુલાકાત લીધી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાકરાપાર અણુ વિદ્યુત મથકની મુલાકાત લીધી હતી. આ અણુ વિદ્યુત મથકના એકમ 3 અને 4 રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે કાકરાપાર અણુ વિદ્યુત મથકની મુલાકાત લીધી તથા આ અણુ વિદ્યુત મથકના એકમ 3 અને 4 રાષ્ટ્રને સમર્પિત કર્યા.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil વિશેષ ઉપસ્થિત રહ્યા.… pic.twitter.com/fmLgxnP0Zt— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
- Feb 22, 2024 20:24 IST
નવસારીમાં પીએમ નરેન્દ્ર મોદી
નવસારીના આંગણે વહી વિકાસની અમૃતધારા...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ નવસારીના વાંસી બોરસી ખાતે લાખોની જનસંખ્યામાં દક્ષિણ ગુજરાતને ₹44,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી.
આ ભવ્ય કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના… pic.twitter.com/uMQTyNMxM4— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
- Feb 22, 2024 18:53 IST
પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ પાસે મોદીને ગાળો આપવા સિવાય દેશના ભવિષ્યનો કોઈ એજન્ડા નથી
પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ પાસે મોદીને ગાળો આપવા સિવાય દેશના ભવિષ્યનો કોઈ એજન્ડા નથી. આ બતાવે છે કે જ્યારે કોઈ પાર્ટી પરિવારવાદની પકડમાં આવે છે ત્યારે તેને પરિવારથી ઉપર કોઈને દેખાતું નથી.
कांग्रेस के पास मोदी को गाली देने के अलावा देश के भविष्य के लिए कोई एजेंडा नहीं है।
ये दिखाता है कि जब कोई पार्टी परिवारवाद के शिकंजे में आ जाती है तब उसे परिवार से ऊपर कोई नहीं दिखता।
- पीएम श्री @narendramodi
पूरा वीडियो देखें: https://t.co/5crXS1iBNCpic.twitter.com/E7tUsomz0x— BJP (@BJP4India) February 22, 2024
- Feb 22, 2024 18:47 IST
દેશના ગરીબોને વિશ્વાસ છે કે તેમને પાકુ ઘર મળશે - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું - પહેલીવાર દેશના ગરીબોને વિશ્વાસ છે કે તેમને પાકુ ઘર મળશે. કારણ કે મોદીની ગેરંટી છે. પહેલીવાર દેશના ગરીબોને વિશ્વાસ છે કે તેમને ક્યારેય ભૂખ્યા ઊંઘવું પડશે નહીં, તેમણે પીડા સહન કરવી પડશે નહીં. કારણ કે મોદીની ગેરંટી છે.
- Feb 22, 2024 18:33 IST
ભારત દરેક ક્ષેત્રમાં કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું - 21મી સદીના ભારતમાં વીજળી ઉત્પન્ન કરવામાં આપણા પરમાણુ પાવર પ્લાન્ટ્સની ભૂમિકા વધુ વધવાની છે. તાપીના કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ ખાતે આજે બે નવા રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે અને આ બંને રિએક્ટર 'મેડ ઈન ઈન્ડિયા' ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે આજે ભારત દરેક ક્ષેત્રમાં કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે.
21वीं सदी के भारत में बिजली पैदा करने में हमारे परमाणु बिजली घरों की भूमिका और बढ़ने जा रही है।
आज तापी के काकरापार परमाणु ऊर्जा प्लांट में दो नए रिएक्टर राष्ट्र को समर्पित किए गए हैं और ये दोनों रिएक्टर 'मेड इन इंडिया' टेक्नोलॉजी से तैयार किए हैं।
ये दिखाता है कि आज भारत कैसे… pic.twitter.com/EVrrxVdTlN— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
- Feb 22, 2024 17:15 IST
પીએમ મોદીએ કહ્યું - જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે હું 5F વિશે વાત કરતો હતો
પીએમ મોદીએ કહ્યું - જ્યારે હું ગુજરાતમાં હતો, ત્યારે હું 5F વિશે વાત કરતો હતો. તેનો અર્થ હતો - ફાર્મ, ફાર્મથી ફાઈબર, ફાઈબરથી ફેક્ટરી, ફેક્ટરીથી ફેશન, ફેશન ટૂ ફોરેન. એટલે કે ખેડૂત કપાસ ઉગાડશે, કપાસ ફેક્ટરીમાં જશે, ફેક્ટરીમાં બનેલા ધાગાથી કપડા બનશે. આ કપડા વિદેશમાં નિકાસ કરવામાં આવશે.
- Feb 22, 2024 17:10 IST
દેશમાં મોદીની ગેંરટીની ચર્ચા છે - પીએમ મોદી
પીએમ મોદીએ નવસારીમાં કહ્યું હતું કે દેશનો દરેક બાળક કહી રહ્યો છે કે મોદીએ જે કહ્યું તે કરીને બતાવે છે. દેશમાં મોદીની ગેંરટીની ચર્ચા છે.
- Feb 22, 2024 16:44 IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવસારી પહોંચ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવસારી પહોંચી ગયા છે. વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો.
- Feb 22, 2024 16:39 IST
પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી.
જય વાળીનાથ 🙏 pic.twitter.com/IJAkSRbfm5— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
- Feb 22, 2024 14:18 IST
આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ મંદિર માત્ર દેવાલય છે એટલું જ નથી. તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતીનો પ્રતિક છે. બળદેવગીરી બાપુ જોડે જ્યારે હું વાત કરતો ત્યારે હું આ સમાજના બાળકો માટેના શિક્ષણની વાત કરતો હતો.
- Feb 22, 2024 14:17 IST
આ મોદીની ગેરંટીનું લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવનધોરણ સુધરવાનું છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ મોદીની ગેરંટીનું લક્ષ એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવનધોરણ સુધરવાનું છે. દેશમાં અત્યારે એક બાજું દેવાલયો બની રહ્યાં છે તો બીજી બાજું ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહ્યું છે.
- Feb 22, 2024 14:17 IST
કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દશકોમાં વિકાસની સાથે સાથે વિરાસતની ભવ્યતા માટેનું કામ થયું છે. કમનસીબે ભારતમાં વિરાસતના ક્ષેત્રે વિકાસ અટકી પડ્યું હતું. આ કોંગ્રેસે ધર્મસ્થાનો ઉપર પ્રશ્ન કર્યા હતા. કોંગ્રેસે જ સોમનાથ અને પવાગઢના વિકાસમાં વિધ્ન પેદા કર્યું છે. જ્યારે અયોધ્યામાં અત્યારે મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તે તેમણે નકારાત્મક વલણ દાખવ્યું.
- Feb 22, 2024 14:14 IST
હું મંચ પરથી ગાદીપતી જયરામગીરી બાપુને વંદન કરું છે : PM modi
આજે હું દિવ્ય ઉર્જા અનુભવ કરી રહ્યો છે. આ ઉર્જા એ યાત્રાથી પણ જોડે છે જે બળદેવગીરી બાપુએ શરૂ કરી હતી. હું મંચ પરથી ગાદીપતી જયરામગીરી બાપુને વંદન કરું છે. બળદેવગીરી બાપુ જોડે મારો ગાઢ નાતો જોડાયેલો હતો. 2016માં તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
- Feb 22, 2024 14:07 IST
રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે : PM મોદી
વિસનગર તાલુકાના તરભ ખાતે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજના દિવસે એક સંયોગ થયો છે. આજથી ઠીક એક મહિના પહેલાં અયોધ્યામાં હતો. રબારી સમાજ માટે આ ગુરુગાદી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. લોકોની સુવિધા માટે આજે 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું છે. જેનાથી લોકો માટે રોજગાર માટે નવું અવસર બનશે.
- Feb 22, 2024 14:06 IST
આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે : PM મોદી
મહેસાણા જિલ્લાના તરભ ખાતે જનસભાને જય વાળીનાથથી સંબોધન શરૂ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે ધણા બધા જુના જોગીઓના દર્શન કરવા મળ્યા. આજે તો વાળીનાથે વટ પાડી દીધો છે. આગાઉ ધણીવાર અહીં આવ્યો છું પણ આજે તો કંઈક અલગ જ વાતા છે. રસ્તામાં આવતો હતો તો મારા ગમાના અનેક લોકો દેખાતા હતા.
- Feb 22, 2024 14:04 IST
તરભ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
મહેસાણા જિલ્લાના તરભ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભા સંબોધી રહ્યા છે. જયવાળીનાથથી સંબોધનની શરુઆત કરી.
- Feb 22, 2024 13:56 IST
13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હૂત
વિવિધ વિકાસ પ્રોજેક્ટોમાં જેમાં વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગના રૂ. 25,000 કરોડથી વધુના 4 પ્રકલ્પો, રેલવે મંત્રાલયના રૂ. 23,000 કરોડથી વધુના 5 પ્રકલ્પો, પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂ. 2100 કરોડથી વધુના 2 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના રૂ. 1700 કરોડથી વધુના 21 પ્રકલ્પો, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના રૂ. 1600 કરોડથી વધુના 2 પ્રકલ્પો તેમજ વિવધ વિભાગોના રૂ. 2800 કરોડથી વધુના 23 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
- Feb 22, 2024 13:55 IST
PM મોદીએ 13000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણા જિલ્લાના તરભ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 13000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
- Feb 22, 2024 13:21 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ મહાદેવની પૂજા અર્ચના કરી આરતી ઉતારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરભમાં વાળીનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. આરતી ઉતારીને ધન્યતા અનુભવી.
LIVE: માન. વડાપ્રધાન શ્રી @NarendraModi જી ના વરદ્હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા. સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણા #વિકસિત_ભારત_વિકસિત_ગુજરાતhttps://t.co/mWCSzdvOoE
— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
- Feb 22, 2024 13:10 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ વાળીનાથ ધામ પહોંચ્યા
GCMMF સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગરના તરભ ગામે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરભ વાળીનાથ ધામ પહોંચ્યા છે. જ્યાં તેઓએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. PMના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
- Feb 22, 2024 12:19 IST
CM અરવિંદ કેજરીવાલને EDનું 7મું સમન્સ, સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
EDએ દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 7મું સમન્સ મોકલ્યું છે. આ સમન્સ માત્ર દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં મોકલવામાં આવ્યું છે. તેમને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ 6 વખત સમન્સ જારી કર્યા બાદ પણ ED સમક્ષ હાજર થયા નથી. અગાઉ, અરવિંદ કેજરીવાલે 19 ફેબ્રુઆરીએ છઠ્ઠી વખત ED સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને AAPએ કહ્યું હતું કે EDએ મુખ્યમંત્રીને વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
- Feb 22, 2024 12:03 IST
સરકારે 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવ્યા છે : PM મોદી
GCMMF સુવર્ણ જયંતી કાર્યક્રમમાં PM એ કહ્યું, સરકારે 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવ્યા છે. અમારો પ્રયાસ છે કે ગામડાના નાનામા નાના ખેડૂતને આધુનિક ટેકનોલોજીથી જોડવામાં આવે. લાખો કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સ્થાપ્યા છે.
- Feb 22, 2024 12:02 IST
પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે : PM મોદી
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોને સોલાર પંમ્પ આપી રહ્યા છીએ. દેશમાં 10 હજાર ખેડૂત સંઘ છે. પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. અમુલ દુનિયાની 8મી સૌથી મોટી ડેરી છે, તમારે એક નંબર પર લઈ જવાની છે.
- Feb 22, 2024 12:01 IST
પશુપાલકોને તેના ખાતામાંથી પૈસા કાઢવા માટે બહુ દૂર નહીં જાવું પડે : PM મોદી
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડેરીમાં પણ મહિલાઓની સંખ્યા વધી રહી છે. આજે હું અમુલની પ્રશંસા કરું છું. પશુપાલકોને તેના ખાતામાંથી પૈસા કાઢવા માટે બહુ દૂર નહીં જાવું પડે. ગાંધીજી કહેતા હતા ભારતની આત્મા ગામડામાં વસે છે.
- Feb 22, 2024 12:00 IST
અમારુ ફોકસ છે પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારુ રહે, ખેડૂતો કેવી રીતે ધનવાન બને PM મોદી
ખેડૂતોની જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે અમારુ ફોકસ છે પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારુ રહે, ખેડૂતો કેવી રીતે ધનવાન બને. આ વિચાર સાથે અમે પહેલીવાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે. ભાજપ સરકાર રાષ્ટ્રીય ગોકુલ માધ્યમથી દૂધાળુ પશુઓને સુધારવાનું કામ કરે છે.
- Feb 22, 2024 11:59 IST
નેશનલ લાયસ્ટોક મિશન દેશી પ્રજાતિને બચાવવા માટે જાહેર કર્યું છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગઈકાલે અમારી કેબિનેટની બેઠક મળી હતી. જેમાં નેશનલ લાયસ્ટોક મિશન દેશી પ્રજાતિને બચાવવા માટે જાહેર કર્યું છે. સરકારે પશુધનનો વીમો કરવા માટે પ્રિમિયમની રકમ ઓછી કરવાનો નિર્ણય લીધો છે.
- Feb 22, 2024 11:57 IST
મહિલાની આર્થિક શક્તિ વધારવા માટે અમારી સરકારી ચારેબાજુ કામ કરી રહી છે PM મોદી
લાખો ખેડૂતોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમુલ સફળતા પર છે એમાં મહિલા શક્તિના કારણે છે. ભારત ડેરી સેક્ટરની સફળતા મહિલાઓ માટે મોટી પ્રેરણા છે. ભારતને વિકસીત બનાવવા માટે દરેક મહિલાની આર્થિક શક્તિ વધવી એટલી આવશ્યકતા છે. મહિલાની આર્થિક શક્તિ વધારવા માટે અમારી સરકારી ચારેબાજુ કામ કરી રહી છે.
- Feb 22, 2024 11:56 IST
મહિલાઓ ડ્રોનથી ખાતર અને દવા છંટકાવ કરશે : PM મોદી
ખેડૂતોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારના પ્રયાસથી છેલ્લા 10 વર્ષથી ભાજપ સરકારે 6 લાખ કરોડની આર્થિક મદદ કરી છે. 4 કરોડ ઘર આપ્યા છે એમાં મોટાભાગના મહિલાઓના નામે છે. આપણે નમો ડ્રોન દીદી અભિયાનનું નામ સાંભળ્યું હશે. 15 હજાર આધુનિક ડ્રોન આપવામાં આવી રહ્યા છે. જેની ટ્રેનિંગ મહિલાઓને આપવામાં આવી રહી છે. જે ખાતર અને દવા છંટકાવવામાં કામ આવશે.
- Feb 22, 2024 11:54 IST
છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે : PM મોદી
લાખો ખેડૂતોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડામાં શરૂઆત કરાઇ હતી. આજે દુનિયા સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ આપણો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે. દુનિયામાં ડેરી સેક્ટર માત્ર બે ટકાના દરથી આગળ વધે છે. જ્યારે ભારતમાં 6 ટકા દરથી આગળ વધે છે.
- Feb 22, 2024 11:51 IST
10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ છે : PM મોદી
ભારતના ડેરી સેક્ટરની સૌથી મોટી વિશેષતા છે જેની ચર્ચા થતી નથી. આજે હું એ ચર્ચા કરવા માગુ છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડને મળીને જેટલું ટર્નઓવર થાય છે એના કરતા વધારે ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. ભારતના ડેરી સેક્ટરનું અસલી બેકબોર્ન મહિલા શક્તિ છે.
- Feb 22, 2024 11:36 IST
ગુજરાતના ગામાઓએ મળીને ઉગાડેલા છોડ આજે વિશાળ વટવૃક્ષ બન્યું : PM મોદી
સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આજે તેની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. GCMMFની સ્વર્ણિમ જયંતિની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક મહિલાઓનું હું અભિવાદન કરૂ છું.
- Feb 22, 2024 11:35 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ખેડૂતોને સંબોધવાનું શરું કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFની સ્વર્ણિમ જયંતિની ઉજવણીમાં પહોંચ્યા છે. લાખો ખેડૂતો સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ખચોખચ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીએ સંબોધન કરવાનું શરું કર્યું છે.
https://twitter.com/BJP4Gujarat/status/1760548937352802636
- Feb 22, 2024 11:32 IST
Gujarati today live news : ભારતની આ ડેરી વિશ્વની ડેરી તરીકે ઓળખ બનશે : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશની વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યા છે. 36 લાખ પશુપાલકો વિશ્વનો સૌથી મોટો પરિવાર બની ગયો છે. દૂધના વેપારમાંથી લાભ મળે છે તે સાથે દેશમાં સૌનો સાથ સૌના વિકાસમાં સહભાગી બન્યો છે. બે દાયકામાં રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બમણી થઈ છે. જેમાં 11 લાખ જેટલી તો નારીશક્તિ છે. આ પશુપાલક માતાઓ અને બહેનો લાખો કરોડોની આવક મેળવી પરિવારને મદદરૂપ બની રહી છે. દેશની આર્થિક સ્થિતિ ઉંચી લાવવામાં દૂધનું ઉત્પાદકોનો સહયોગ છે. ભારતની આ ડેરી વિશ્વની ડેરી તરીકે ઓળખ બનશે.
- Feb 22, 2024 11:18 IST
ગુજરાત સૌથી વધુ દૂધ ઉત્પાદકોમાંના રાજ્યમાંનું એક છે :GCMMF પ્રમુખ
GCMMFના પ્રમુખ શ્યામલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના દેશો આજે ભારતને મોટા બજાર તરીકે જોઇ રહ્યા છે. ઘણા ખેડૂત ભાઈઓ-બહેનો ગઈકાલે સાંજથી નિકળી ગયા હતા. વડાપ્રધાન પહેલીવાર અમુલ ડેરીના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. 1973માં સ્થપાયેલી અમુલ આજે વિશ્વની આઠમી ડેરી બની છે. ગુજરાત સૌથી વધુ દૂધ ઉત્પાદકોમાંના રાજ્યમાંનું એક છે. આપના સૌનો સહયોગ અમુલને મળી રહેશે.
- Feb 22, 2024 11:14 IST
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા કાર્યક્રમને લાઇવ નિહાળો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા કાર્યક્રમને લાઇવ નિહાળો
- Feb 22, 2024 11:10 IST
Gujarati today live news : ખુલ્લી જીપમાં નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓ અહીં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ ભાગોમાંથી અનેક ખેડૂતોની હાજરીમાં સુવર્ણ જ્યંતિની ઉજવણી થઈ રહી છે.
#WATCH | Gujarat | Prime Minister Narendra Modi greets the people at Narendra Modi Stadium in Ahmedabad. He is participating in the Golden Jubilee Celebrations of the Gujarat Cooperative Milk Marketing Federation here, in the presence of several farmers from different parts of… pic.twitter.com/jCqxnXjV9q
— ANI (@ANI) February 22, 2024
- Feb 22, 2024 11:08 IST
Gujarati today live news : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંસ્કૃતિ કાર્યક્રમો થકી ઉજવણી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે જ્યાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણી થઈ રહી છે.
#WATCH | Gujarat | Cultural programs underway at Narendra Modi Stadium in Ahmedabad where the Golden Jubilee Celebrations of the Gujarat Cooperative Milk Marketing Federation are taking place.
CM Bhupendra Patel is also present at the event. pic.twitter.com/tHm0jfemJX— ANI (@ANI) February 22, 2024
- Feb 22, 2024 11:00 IST
Gujarati today live news : વડાપ્રધાન મોદી સ્ટેડિયમ પહોંચ્યા, PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું
નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થતા CM ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને અમદાવાદના મેયર પ્રતિભા જૈને પણ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે. અને ખુલ્લી જીપમાં સ્ટેડિયમમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
https://twitter.com/ANI/status/1760537419214995710
- Feb 22, 2024 09:41 IST
Gujarati today live news : જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલનથી કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ
લેન્ડ સ્લાઈડને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે હાલમાં બંધ છે. આ ભૂસ્ખલનને કારણે છેલ્લા કેટલાય કલાકોથી હાઈવે પર વાહનો અટવાઈ પડ્યા છે. ભૂસ્ખલનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પહાડનો એક ભાગ હાઇવે પર પડી જાય છે અને નજીકમાં ઉભેલા લોકોમાં અંધાધૂંધી મચી જાય છે. આ ભૂસ્ખલનને કારણે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ભૂસ્ખલન ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષાના કારણે હાઈવેનો કેટલોક ભાગ પણ બંધ છે.
- Feb 22, 2024 09:31 IST
Gujarati today live news : PM અમુલના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે
પીએમ મોદી આજે અમદાવાદ આવશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડેરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ તરભમાં આવેલા વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે જશે અને ત્યાંથી દક્ષિણ ગુજરાતનાં કેટલાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા નવસારી જશે. જ્યાં જનસભાને સંબોધન પણ કરે એવી શક્યતા છે.
- Feb 22, 2024 09:03 IST
Gujarati today live news : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં ભાગ લેવા ખેડૂતો ઉમટ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. સવારે 10:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે. ત્યારબાદ 10.45 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઈ વહેલી સવારથી જ ખેડૂતો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહારના ભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- Feb 22, 2024 08:27 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આવશે
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલની ગોલ્ડન જયુબેલી ઉજવનાર છે અમે એ માટેનું તમામ આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમખાતે કરવામાં આવ્યુ છે. મોદી સ્ટેડિયમમાં સવારે દસ વાગ્યે સહકારી ક્ષેત્રના આગેવાનો, ફેડરેશનના તમામ સભ્યો ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ વિશેષ હાજરી આપશે. જેના માટેની તમામ તૈયારીએ આખરી તબક્કામાં છે
- Feb 22, 2024 08:27 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેનદ્ર મોદી એક લાખથી વધુ જનમેદનીને સંબોધશે
વાળીનાથ ધામમાં ભવ્ય મહોત્સવમાં આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. તેઓ રોડ શો અને મંદિરમાં દર્શન કર્યા બાદ એક લાખથી વધુ જનમેદનીને મંદિરની બાજુમાં જ સભા સ્વરૂપે સંબોધશે.
- Feb 22, 2024 08:07 IST
Gujarati today live news : ખેડૂતોની દિલ્હી કૂચ 2 દિવસ માટે સ્થગિત
પંજાબના ખેડૂતોએ દિલ્હી કૂચની યોજના બે દિવસ માટે સ્થગિત કરી દીધી છે, હકીકતમાં હરિયાણાની ખનૌરી બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં એક ખેડૂતનું મોત થયું હતું. ખેડૂત સંગઠન AIKSનો આરોપ છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જોકે હરિયાણા પોલીસે આ વાતને નકારી કાઢી હતી.
- Feb 22, 2024 08:06 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરભ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલા પ્રસિદ્ધ તીર્થ વાળીનાથ ધામ ખાતે વાળીનાથ મહાદેવનું નાગર શૈલીમાં ત્રણ શિખરવાળું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. આજે વડાપ્રધાન મોદીના હસ્તે આ મંદિરમાં મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આમ તો 16 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયો છે, જો કે આજે વાળીનાથ મહાદેવના નૂતન મંદિરના મુખ્ય શિખર પર સુવર્ણ કળશની સ્થાપના કરવામાં આવી છે.
- Feb 22, 2024 08:05 IST
Gujarati today live news : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us