/indian-express-gujarati/media/media_files/2026/02/20/congress-protest-in-india-ai-impact-summit-2026-02-20-14-21-21.jpg)
Congress Protest In India Ai Impact Summit 2026 : ઈન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કપડા ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું હતું. Photograph: (Social Media)
Today Latest News Update in Gujarati 20 February 2026: ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત મંડપમમાં શર્ટ ઉતારી ટોપલેસ થઇને વિરોધ પ્રદર્શન કર્યું અને મોદી વિરોધી નારા લગાવ્યા હતા.
- Feb 20, 2026 14:17 IST
AI ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું કપડા ઉતારી વિરોધ પ્રદર્શન, મોદી વિરોધી નારા લગાવ્યા
દિલ્હીમાં ચાલી રહેતા ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કપડા ઉતારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત મંડપમમાં શર્ટ ઉતારી ટોપલેસ થઇને વિરોધ પ્રદર્શન કર્યું અને મોદી વિરોધી નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ દિલ્હી પોલીસનું કહેવુ છે કે, ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓના વિરોદ પ્રદર્શન મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
दिल्ली पुलिस का कहना है कि वह इंडियन यूथ कांग्रेस के विरोध प्रदर्शन के संबंध में कानूनी कार्रवाई कर रही है। https://t.co/11QDaPsfJJ
— ANI_HindiNews (@AHindinews) February 20, 2026 - Feb 20, 2026 10:26 IST
અસમના લોકોની સંપત્તિ મોટા ઉદ્યોગપતિઓને અપાઇ રહી છે : પ્રિયંકા ગાંધી વાડ્રા
અસમ વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીના ચેરપર્સન અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, સ્ક્રીનિંગ કમિટીના સભ્ય પણ અલગ અળગ સ્થળો પર ગયા છે અને લોકો સાથે વાતચીત કરી છે. જનતા જોઇ રહી છે કે કેવી રીતે અસમની બધી સપંદા, અસમના લોકોની સંપત્તિ મોટા મોટા ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે. અહીંના લોકો આ બધુ જાણે છે. અમારા નેતાઓએ આ તપાસવા માટે એક પેમ્ફલેટ તૈયાર કર્યું છે.
#WATCH | गुवाहाटी: असम विधानसभा चुनाव के लिए स्क्रीनिंग कमेटी की चेयरपर्सन और कांग्रेस सांसद प्रियंका गांधी वाड्रा ने कहा, "...स्क्रीनिंग कमेटी के सदस्य भी अलग-अलग जगहों पर गए हैं और लोगों से बात की है... जनता देख रही है कि कैसे असम की सारी संपत्ति, असम के लोगों की संपत्ति,… pic.twitter.com/yNZWR6cZuG
— ANI_HindiNews (@AHindinews) February 20, 2026 - Feb 20, 2026 09:15 IST
મેઘાલયના સાંસદ રિકી એજે સિંગ્કોન ફુટબોલ રમતી વખતે ઢળી પડ્યા, 54 વર્ષની વયે નિધન
મેઘાલયના સાંસદ રિકી એ. જે. સિંગકોનનું 54 વર્ષની ઉંમર નિધન થયું છે. તેઓ ફુટબોલ રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેઓ મેઘાલયના શિલોગ મતવિસ્તારના પીપલ્સ પાર્ટીના સાંસદ હતા. તેમના અચાનક નિધનથી મેઘાલયમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગ્કોન ગુરુવાર સાંજે માવલાઇ માવિંયોગ સ્થિત એક મેદાનમાં મિત્રો સાથે ફુટબોલ રમી રહ્યા હતા. ફુટબોલ રમતી વખતે તેઓ અચાનક નીચે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ ઘણા પ્રયાસ કરવા છતાં રિકી એજે સિંગ્કોનનો જીવ બચાવી શકયા નહીં.
PM Narendra Modi tweets, "Saddened by the passing of Lok Sabha MP from Shillong, Dr. Ricky AJ Syngkon. He will be remembered for his dedicated service to the people of Meghalaya. My thoughts are with his family, friends and supporters during this difficult time. May his soul rest… pic.twitter.com/kO7XzVxKEl
— IANS (@ians_india) February 20, 2026


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us