/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Breaking-News.jpg)
ઉત્તર ગુજરાતમાં ભૂકંપ . (Breaking News Photo)
Today Latest news live update 23 February 2026: ભારતના સ્વદેશી ફાઇટર જેટ મિશનને આંચકો લાગ્યો છે કારણ કે દેશના એક મુખ્ય એરબેઝ પર વધુ એક સ્વદેશી તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હોવાના અહેવાલ છે. તાજેતરના વર્ષોમાં આ ત્રીજી ઘટના છે. આ ઘટનાને કારણે ભારતીય વાયુસેનાના સમગ્ર તેજસ કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, અકસ્માતમાં વિમાનને ભારે નુકસાન થયું હતું, જોકે પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો અને તેને ગંભીર ઈજા થઈ ન હતી. ભારતીય વાયુસેનાએ ક્રેશ થયેલા વિમાનને સંપૂર્ણપણે બિનઉપયોગી જાહેર કર્યું છે. ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરીના અકસ્માત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
- Feb 23, 2026 12:46 IST
Today News Live: વધુ એક તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું
ભારતના સ્વદેશી ફાઇટર જેટ મિશનને આંચકો લાગ્યો છે કારણ કે દેશના એક મુખ્ય એરબેઝ પર વધુ એક સ્વદેશી તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હોવાના અહેવાલ છે. તાજેતરના વર્ષોમાં આ ત્રીજી ઘટના છે. આ ઘટનાને કારણે ભારતીય વાયુસેનાના સમગ્ર તેજસ કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો છે.
- Feb 23, 2026 09:16 IST
Today News Live: નેપાળમાં ભયાનક અકસ્માત: બસ ત્રિશુલી નદીમાં પડી
નેપાળના ધાડિંગ જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો, જેના કારણે ઘણા પરિવારો ઘેરા શોકમાં ડૂબી ગયા. પોખરાથી રાજધાની કાઠમંડુ જતી એક પેસેન્જર બસ પૃથ્વી હાઇવે પર ગજુરી નજીક ત્રિશુલી નદીમાં ખાબકી હતી. કાઠમંડુથી લગભગ 90 કિલોમીટર પશ્ચિમમાં, રાત્રે 1:30 વાગ્યે આ અકસ્માત થયો હતો.
- Feb 23, 2026 08:59 IST
Today News Live: રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
આજે બુધવાર 23 ફેબ્રુઆરી 2026ના દિવસે રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટુ મેગા ડિમોલિશન હાથધરવામાં આવ્યું છે. આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારી, તકનિકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઓપરેશનમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે.
- Feb 23, 2026 07:29 IST
Today News Live: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક
અમેરિકન ગુપ્તચર અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ફ્લોરિડાના પામ બીચ પર આવેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટની સુરક્ષા પરિમિતિમાં પ્રવેશ કરનાર એક સશસ્ત્ર વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ સામાન્ય રીતે સપ્તાહના અંતે માર-એ-લાગો રિસોર્ટમાં વિતાવે છે, પરંતુ શનિવારે રાત્રે ઘટના સમયે તેઓ વ્હાઇટ હાઉસ (યુએસ રાષ્ટ્રપતિ કાર્યાલય)માં હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us