/indian-express-gujarati/media/media_files/2026/01/30/ajit-pawar-wife-sunetra-pawar-2026-01-30-20-31-54.jpg)
અજિત પવારના વાઇફ સુનેત્રા પવાર Photograph: (Express photo)
Today Latest News Update in Gujarati 31 January 2026: મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
- Jan 31, 2026 17:33 IST
Today News Live: સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને NCP ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી તેમણે કર્યામહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ છે. તે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
- Jan 31, 2026 09:47 IST
Today News Live: શરદ પવારકહ્યું "અજીત ઇચ્છતા હતા કે બંને પક્ષો મર્જ થાય
નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અકાળે અવસાન થયું. તેમના મૃત્યુથી માત્ર રાજકીય જગતમાં જ નહીં પરંતુ તમામ સ્તરે ઊંડો શોક ફેલાયો છે. દરમિયાન, NCP-SCPના વડા શરદ પવારે હવે કહ્યું છે કે બંને પક્ષો મર્જ થાય તે અજિત પવારની ઇચ્છા હતી. તેમણે એમ પણ કહ્યું કે પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.
NCP-SCPના વડા શરદ પવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "મને ખબર છે કે અમારી પાર્ટી (NCP-SCP) અને અજિત પવારની પાર્ટી (NCP) સાથે મળીને કામ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, અને ટૂંક સમયમાં નિર્ણય લેવાનો હતો. જોકે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના (અજિત પવારનું મૃત્યુ) થઈ."
- Jan 31, 2026 07:05 IST
Today News Live: મહારાષ્ટ્રમાં આજે વિધાયકદળની બેઠક યોજાશે
છગન ભુજબળે કહ્યું કે એનસીપી વિધાયકદળની બેઠક શનિવારે યોજાશે, જેમાં સુનેત્રા પવારને નેતા તરીકે ચૂંટવામાં આવશે. ઘણા નેતાઓ તેમને નાયબ મુખ્યમંત્રી બનવા જોવા માંગે છે. મીડિયા અહેવાલો અનુસાર સુનેત્રા પવારે પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને શનિવારે એનસીપી વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટવામાં આવશે. વધુમાં, સુનેત્રા 31 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી અપેક્ષા છે.
- Jan 31, 2026 07:05 IST
Today News Live: સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનશે
છગન ભુજબળે એનસીપી કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે તેમને સુનેત્રા પવારના નામ સામે કોઈ વાંધો નથી, અને તેઓ શનિવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us