Gujarati News Today 19 January Highlights: બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે નકારી દોષિતોની અરજી, 21મી સુધીમાં આત્મસમર્પણ કરવા કહ્યું

Gujarati News Today 19 January Highlights: આજે 19 જાન્યુઆરીને શુક્રવારના મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં દોષિતોની અરજી નકારી છે.

Gujarati News Today 19 January Highlights: આજે 19 જાન્યુઆરીને શુક્રવારના મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં દોષિતોની અરજી નકારી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bilkisbano case | Gujarat government | Supreme court

બિલકીસ બાનો કેસ - (ફાઇલ ફોટો)

Today News Live Updates, 19 January 2024 : આજે શુક્રવારને 19 જાન્યુઆરીના મુખ્ય સમાચાર જાણો. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં દોષિત ઠરેલા લોકોની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે તમામને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. બિલકિસ બાનો કેસના દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આત્મસમર્પણ માટે સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે તેમના દ્વારા શરણાગતિ મોકૂફ રાખવા અને જેલમાં પાછા રિપોર્ટ કરવાની માંગ કરવા માટે આપવામાં આવેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી.

Advertisment
  • Jan 19, 2024 14:50 IST

    વડોદરા બોટ દુર્ઘટના : કયા 18 લોકો સામે FIR નોંધાઈ, શું આરોપ લગાવવામાં આવ્યા?

    અદિતી રાજા : ગુજરાતમાં વડોદરા બોટ દુર્ઘટનાના કલાકો બાદ પોલીસે ગુરુવારે રાત્રે બોટ સુવિધા ચલાવતી કંપનીના કર્મચારીઓ અને બોટ ઓપરેટર સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુરુવારે હરણી તળાવમાં હોડી પલટી જતાં 15 બાળ વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના ડૂબી જતા મોત થયા છે. દુર્ઘટનાનું કારણ બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. ઘટના સમયે કેટલાક વિદ્યાર્થીઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા, જ્યારે મોટાભાગના બાળકો જેકેટ વગરના હતા. હવે આ ઘટનાને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વિપક્ષ તેને અકસ્માતને બદલે હત્યા ગણાવી રહ્યો છે. વધુ વાંચો



  • Jan 19, 2024 14:50 IST

    22 જાન્યુઆરીએ સળગનારી જ્યોતિ ગરીબી દૂર કરવા માટે પ્રેરણા બનશે : મહારાષ્ટ્રમાં બોલ્યા PM મોદી

    PM modi Maharashtra visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્ર પહોંચતા સીએમ એકનાથ શિંદેએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શુક્રવારે વડા પ્રધાને સોલાપુરમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. PM મોદીએ સવારે 10.45 વાગ્યે દક્ષિણ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમમાં રાજ્ય માટે લગભગ રૂ. 2,000 કરોડની જાહેરાત કરી હતી. વધુ વાંચો



  • Advertisment
  • Jan 19, 2024 13:52 IST

    બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે નકારી દોષિતોની અરજી

    સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં દોષિત ઠરેલા લોકોની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે તમામને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. બિલકિસ બાનો કેસના દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આત્મસમર્પણ માટે સમય માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે તેમના દ્વારા શરણાગતિ મોકૂફ રાખવા અને જેલમાં પાછા રિપોર્ટ કરવાની માંગ કરવા માટે આપવામાં આવેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી.



  • Jan 19, 2024 13:48 IST

    UGC NET Result 2023: યુજીસી નેટ પરિણામ જાહેર, આવી રીતે જુઓ તમારું રિઝલ્ટ

    UGC NET Result 2023 : યુજીસી નેટ ડિસેમ્બર 2023 પરીક્ષા 6 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર સુધી લેવાઈ હતી.આ પરીક્ષામાં કુલ 9,45,918 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો.આ પરીક્ષા દેશભરના 292 શહેરોમાં થઈ હતી. વધુ વાંચો



  • Jan 19, 2024 10:59 IST

    ગેસ બર્નર પર શેકેલી રોટલી ખાવાથી કેન્સર થાય ? જાણો

    Health Tips : શું ખરેખર ગેસ બર્નર પર ચપાતી કે રોટલીને સીધી શેકવામાં આટલો ખતરો છે, જાણો અભ્યાસ શું કહે છે? વધુ વાંચો



  • Jan 19, 2024 10:32 IST

    ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, સીજે ચાવડાનું રાજીનામું

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ ભાજપના હાઈ કમાન્ડ સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે સવારે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું ધરી દીધું હતું. રાજીનામા બાદ સીજે ચાવડાના ભાજપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ સીજે ચાવડાને સાબરકાંઠાની સીટ પરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરી શકે છે.



  • Jan 19, 2024 09:17 IST

    Today Weather updates : કાતિલ શીતલહેરથી ઉત્તર ભારત ધ્રૂજી ઉઠ્યું, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

    North India, Gujarat Weather Forecast Today, 19 Jan 2024: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત છે. દેશના વિવિધ રાજ્યોમાં તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. દિલ્હીમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે, જેને જોતા શુક્રવાર અને શનિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની શક્યતા છે. વધુ વાંચો



  • Jan 19, 2024 08:56 IST

    હરણી તળાવ બોટ દુર્ઘટનાના મૃતકો પૈકી એક વિદ્યાર્થીની અંતિમયાત્રા નીકળી

    વડોદરામાં ગુરુવારે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાંથી એકની અંતિમયાત્રા શુક્રવારે વહેલી સવારે નીકળી હતી.



  • Jan 19, 2024 08:35 IST

    Ayodhya Ram Mandir Live Updates : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મળી રામલલાની એક ઝલક, ગર્ભગૃહમાં બિરાજ્યા રઘુનંદન રામ



  • Jan 19, 2024 08:35 IST

    તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું શાનદાર ટ્રેલર રિલીઝ, શાહીદ કપૂર અને ક્રિતિ સેનન વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી

    શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા શાહિદ અને કૃતિ પહેલીવાર પડદા પર એક સાથે ધૂમ મચાવશે. ત્યારે ફેન્સ બંને સ્ટાર્સની જોડીને પડદા પર જોવા માટે ઉત્સુક છે. વધુ વાંચો



  • Jan 19, 2024 08:33 IST

    Fitness Tips : લાંબો સમય બેસી રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક! દિવસમાં માત્ર પાંચથી દસ મિનિટ આ કસરત કરો

    Fitness Tips : આપણે આપણી બીઝી લાઈફસ્ટાઈલ (Lifestyle)માં સ્વાસ્થ્ય (Health) પર ધ્યાન આપતા નથી. લાંબા કલાકો સુધી બેસી રહેવું અને મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવવો એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. અપૂરતી ઊંઘ, પૌષ્ટિક આહારનો અભાવ, જંક ફૂડનો અતિરેક, સતત તણાવ અને સૌથી અગત્યની વાત કે કસરત ન કરવી વગેરે આપણને સ્વસ્થ જીવન જીવતા અટકાવી શકે છે. પરંતુ, નિયમિત 20 મિનિટ ચાલવાથી ફરક પડી શકે છે. આ વિષે ‘હોલિસ્ટિક હેલ્થ’ એક્સપર્ટ ડૉ. મિકી મહેતાએ માહિતી આપી હતી. વધુ વાંચો



  • Jan 19, 2024 08:33 IST

    NDRF Day: આજનો ઇતિહાસ 19 જાન્યુઆરી: એનડીઆરએફની સ્થાપના ક્યારે થઇ હતી, કેટલી બટાલિયન છે?

    Today history 19 January : આજે 19 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે વર્ષ 1597મં આજની તારીખે મેવાડના શુરવીર રાજા મહારાણા પ્રતાપ સિંહ વીરગતિ પામ્યા હતા. આજે એનડીઆરએફ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



  • Jan 19, 2024 08:32 IST

    આજનું રાશિફળ : મેષ રાશિના જાતકો માટે આર્થિક વ્યવહારો ભવિષ્યમાં લાભકારી સાબિત થશે

    today Horoscope, 19 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Jan 19, 2024 08:31 IST

    Today Live darshan : શુક્રવારના દર્શન,ઊંઝાથી પાર્વતિ સ્વરૂપ ઉમિયા માતાજીના કરો લાઇવ દર્શન

    Unjha Umiya Mataji Today Live Darshan : ઉમિયા માતાજીને પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું. લાઈવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ