Gujarati News Today 24 January Highlights: મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારનો અકસ્માત, માથામાં પહોંચી ઈજા

Gujarati News Today 24 January Highlights: આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર જોઇએ તો મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારનો અકસ્માત, માથામાં પહોંચી ઈજા હતી. જાણો દિવસભરના મુખ્ય સમાચાર

Gujarati News Today 24 January Highlights: આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર જોઇએ તો મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારનો અકસ્માત, માથામાં પહોંચી ઈજા હતી. જાણો દિવસભરના મુખ્ય સમાચાર

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bypolls Results: પક્ષપલટુ નેતાઓ ભાજપને ભારે પડ્યા, પેટાચૂંટણી પરિણામમાંથી મળ્યા મોટા સંદેશ

ટીએમસી વડા મમતા બેનર્જી - photo - ANI

Today News Live Updates, 24 January 2024 : આજે બુધવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ઈજા થઇ છે. મળતી માહિતી પ્રમાણે ધુમ્મસના કારણે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી. સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે મમતા બેનર્જી બર્ધવાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમની કારની સામે એક કાર આવી ગઇ, જે બાદ તેમની કારના ડ્રાઇવરે તરત જ બ્રેક લગાવી હતી.

Advertisment

જેના કારણે કારની આગળની સીટ પર બેઠેલા મમતા બેનર્જીનું માથું વિંડ સ્ક્રીન સાથે અથડાયું હતું. અકસ્માત બાદ તરત જ મમતા બેનર્જીને કોલકાતા લઈ જવામાં આવ્યા હતા. મમતા બેનર્જી વહીવટી બેઠક માટે પૂર્વી બર્ધમાન ગયા હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે મમતા બેનર્જી ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરને બદલે માર્ગ દ્વારા કોલકાતા પરત ફરી રહ્યા હતા.

  • Jan 24, 2024 21:51 IST

    ગણતંત્ર દિવસ : દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, પરેડ જોવા આવી શકે છે 80 હજાર લોકો

    Republic Day 2024 : ગણતંત્ર દિવસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્તવ્ય પથ અને તેની આસપાસના વિસ્તારોમાં 14000 જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવશે. વધુ વાંચો



  • Jan 24, 2024 18:28 IST

    મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારનો અકસ્માત, માથામાં પહોંચી ઈજા

    પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથામાં ઈજા થઇ છે. મળતી માહિતી પ્રમાણે ધુમ્મસના કારણે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી. સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે મમતા બેનર્જી બર્ધવાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમની કારની સામે એક કાર આવી ગઇ, જે બાદ તેમની કારના ડ્રાઇવરે તરત જ બ્રેક લગાવી હતી. જેના કારણે કારની આગળની સીટ પર બેઠેલા મમતા બેનર્જીનું માથું વિંડ સ્ક્રીન સાથે અથડાયું હતું. અકસ્માત બાદ તરત જ મમતા બેનર્જીને કોલકાતા લઈ જવામાં આવ્યા હતા. મમતા બેનર્જી વહીવટી બેઠક માટે પૂર્વી બર્ધમાન ગયા હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે મમતા બેનર્જી ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરને બદલે માર્ગ દ્વારા કોલકાતા પરત ફરી રહ્યા હતા.



  • Advertisment
  • Jan 24, 2024 17:26 IST

    Insurance : ડેબિટ કાર્ડ યુઝર્સને મળે છે ફ્રી ઇન્સ્યોરન્સ કવર, જાણો કેવી રીતે ક્લેમ કરવો

    Free Insurance Cover On Debit Card Holders: વિવિધ બેંકો ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ યુઝર્સને મફતમાં ઇન્સ્યોરન્સ કવર આપે છે. જાણો આ ફ્રી વીમા પોલિસીનો નંબર ક્યાંથી મેળવવો અને ઇન્સ્યોરન્સ ક્લેમ કેવી રીતે કરવો. વધુ વાંચો



  • Jan 24, 2024 15:50 IST

    યુક્રેનના 65 યુદ્ધ કેદીઓને લઈને જઇ રહેલું રશિયાનું IL-76 મિલિટરી પ્લેન ક્રેશ

    રશિયા-યુક્રેન યુદ્ધથી એક મોટા સમાચાર છે. રશિયાએ બુધવારે જાણકારી આપી હતી કે યુક્રેનના 65 યુદ્ધ કેદીઓને લઈને જઇ રહેલું તેમનું IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટના પશ્ચિમી બેલ્ગોરોડ ક્ષેત્રમાં થઈ હતી. RIA-Novosti ન્યૂઝ એજન્સી દ્વારા રશિયાના ડિફેન્સ મંત્રાલયના હવાલાથી આપવામાં આવેલી માહિતી અનુસાર IL-76 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ પ્લેનમાં 65 યુક્રેનિયન સૈનિકો સવાર હતા. તેમને યુક્રેનને સોંપવા માટે લઇ જવામાં આવતા હતા. આ સિવાય પ્લેનમાં 6 ક્રુ મેમ્બર્સ છે અને 3 એસ્કોર્ટ્સ હતા.

    — ANI (@ANI) January 24, 2024



  • Jan 24, 2024 15:34 IST

    વિરાટ કોહલી ટેસ્ટ મેચ ના રમે તો પણ ટીમ ઇન્ડિયાની હાર-જીતમાં ફર્ક પડતો નથી, આંકડામાં સમજો

    India vs England Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. વિરાટ કોહલીએ વ્યક્તિગત કારણોસર શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બ્રેક લીધો છે. વધુ વાંચો



  • Jan 24, 2024 14:56 IST

    મમતા બેનર્જીની જાહેરાત બાદ INDIA ગઠબંધનના નેતાઓની આવી પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું?

    India Alliance leaders reaction after mamta benerjee : લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. TMC ચીફે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે પશ્ચિમ બંગાળની ચૂંટણી એકલા હાથે લડવા જઈ રહી છે. હવે તેમના નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે ભાજપને હરાવવા અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને બંગાળમાં માત્ર ઈન્ડિયા એલાયન્સ જ ચૂંટણી લડશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમને ભારત જોડો યાત્રામાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેના જવાબમાં જયરામ રમેશે કહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું છે. વધુ વાંચો



  • Jan 24, 2024 14:56 IST

    રાહુલ વિ સરમા : હિમંતા બિસ્વા સરમાને શું રાહુલ ગાંધીએ જ સીએમ બનવા દીધા ન હતા? મીટીંગમાં રાખ્યા કૂતરાએ ખાધેલા બિસ્કિટ

    Assam Politics : જ્યારથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામમાં પ્રવેશી છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ અને ભાજપના ઝંડા લહેરાવતી ભીડ અથવા પોલીસ વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે. આ દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને રાહુલ ગાંધી વચ્ચે શાબ્દીક યુદ્ પણધ ચાલુ છે. 2015 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારથી, સરમા તેમની પૂર્વ પાર્ટી, ખાસ કરીને રાહુલ ગાંધીની આકરી ટીકા કરી રહ્યા છે. વધુ વાંચો



  • Jan 24, 2024 13:31 IST

    આગામી 10 દિવસ સુધી અયોધ્યા ના આવવા VIP યુપી સરકારની અપીલ

    રામલલાના દર્શન માટે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. લાખો લોકો દર્શન માટે આવી રહ્યા છે. ભીડને સંભાળવી એ સુરક્ષા દળો માટે એક પડકાર છે. મંગળવારે પહેલા જ દિવસે ભારે ભીડને કારણે થોડા સમય માટે દર્શન અટકાવવા પડ્યા હતા. બુધવારે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. તેમના નિર્દેશ પર, એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ પોતે રામ મંદિરની વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. યુપી સરકારે VIP લોકોને આગામી 10 દિવસ સુધી અયોધ્યા ન આવવાની અપીલ કરી છે.



  • Jan 24, 2024 12:43 IST

    Republic Day short Essay in Gujarati : ગણતંત્ર દિવસ પર સારો અને ટૂંકો નિબંધ કેવી રીતે લખવો? અહીં જાણો ટીપ્સ

    Republic day, 26 January Esaay Ideas in Gujarati, ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી પર નિબંધ : દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. સ્કૂલ કોલેજોમાં ગણતંત્ર દિવસે નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ગણતંત્ર દિવસ પર ટૂંકો અને સારો નિબંધ કેવી રીતે લખવો અને કયા કયા વિષયોને આવરી શકાય તે જણાવીશું. વધુ વાંચો



  • Jan 24, 2024 11:42 IST

    ગુજરાત વિદ્યાપીઠના બંધારણમાં સુધારો, ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળમાં કર્યો ઘટાડો

    ગુજરાત વિદ્યાપીઠમાં એક મોટુ પગલુ ભરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત વિદ્યાપીઠે ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળને ઘટાડવા માટે તેના બંધારણમાં સુધારો કર્યો છે. ગયા મહિનાથી લાગુ થયેલા સુધારા મુજબ, ગુજરાત વિદ્યાપીઠ ગવર્નિંગ કાઉન્સિલ અથવા મંડળે તેના બોર્ડમાં સભ્યો (ટ્રસ્ટી) ની સંખ્યા 25 થી ઘટાડીને 17 કરી છે, જોકે તેમનો કાર્યકાળ ત્રણથી વધારીને પાંચ વર્ષ કર્યો છે, તો ચાન્સેલરનો કાર્યકાળ જે આજીવન હતો તે ફિક્સ પાંચ વર્ષનો નિશ્ચિત કર્યો છે. વધુ વાંચો



  • Jan 24, 2024 11:21 IST

    મણિપુરમાં છ સાથીઓ પર ફાયરિંગ કર્યા બાદ આસામ રાઇફલ્સના જવાને પોતાની જાતને ગોળી મારી

    ભારત-મ્યાનમાર સરહદ નજીક મણિપુરમાં તૈનાત આસામ રાઈફલ્સના જવાને કથિત રીતે પોતાના સાથીદારો પર ગોળીબાર કર્યા બાદ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ આસામ રાઈફલ્સે સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવ્યું કે તે રાજ્યમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષનું પરિણામ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે સવારે બની હતી. ભારત-મ્યાનમાર નજીક દક્ષિણ મણિપુરમાં આસામ રાઇફલ્સ બટાલિયનમાં થયું હતું.



  • Jan 24, 2024 11:04 IST

    Bharat Jodo Nyay Yatra : ખડગેએ ફરી રાહુલ ગાંધીની સુરક્ષા અંગે પત્ર લખ્યો, અમિત શાહ પાસે કરી આ માંગ

    Bharat jodo nyay yatra, rahul gandhi security : ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્યો વિરુદ્ધ સંપત્તિને નુકસાન કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે.આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સુરક્ષા મુદ્દે છેલ્લા કેટલાક દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. વધુ વાંચો



  • Jan 24, 2024 09:57 IST

    રામલલાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ADC એ પોતે સંભાળી સુરક્ષા વ્યવસ્થા

    અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ રામ મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખુલી ગયા છે. લાખો રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ મુલાકાત લીધી છે. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રિન્સિપલ હોમ સેક્રેટરી અને મને અહીં વ્યવસ્થા સંભાળવા માટે મોકલવામાં આવ્યા છે. ભીડને કાબૂમાં રાખવા માટે અમે અનેક વ્યવસ્થા કરી રહ્યા છીએ. યુપીના મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદ અને ડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમાર મંદિરના 'ગર્ભ ગૃહ'ની અંદર હાજર છે અને ભક્તોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. આરએએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણ કુમાર તિવારીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. મંદિરની અંદર અને બહાર લગભગ 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

    — ANI (@ANI) January 24, 2024



  • Jan 24, 2024 08:43 IST

    OnePlus : વનપ્લસના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 12, OnePlus12R સાથે Buds 3 પણ લોન્ચ, જાણો ડિટેલ્સ

    OnePlus : વનપ્લસ (OnePlus) એ હમણાં જ તેના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન, OnePlus 12 અને OnePlus 12R ના સસ્તા વેરિઅન્ટનું અનાવરણ કર્યું છે. ફોન પ્રીમિયમ સ્પેક્સ અને ડિઝાઈન ધરાવે છે, જે પ્રમાણમાં સસ્તી કિંમતે હાઈ-એન્ડ ફીચર્સ ઓફર કરે છે. OnePlus ના નવા ફ્લેગશિપ, OnePlus 12 લેટેસ્ટ ફીચર્સનો સ્યુટ પ્રદાન કરે છે. તે તદ્દન નવી સ્નેપડ્રેગન 8 જનરલ 3 ચિપ દ્વારા સંચાલિત છે, જે ક્વોલકોમનું અત્યાર સુધીનું સૌથી ઝડપી મોબાઇલ પ્રોસેસર છે, જે એપ્સ અને મલ્ટીટાસ્કીંગની ડિમાન્ડ માટે સંપૂર્ણ ઝડપી કામગીરી કરે છે. વધુ વાંચો



  • Jan 24, 2024 08:32 IST

    Today Weather : ગુજરાતમાં શીતલહેર, નલિયા જેટલું ઠંડુ થયું અમદાવાદ, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

    Today weather updates, IMD forecast : રાજ્યમાં મોટાભાગના શહેરોમાં 11 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. જ્યારે ગુજરાતમાં નલિયા કરતા પણ વધારે ઠંડી ડિસામાં નોંધાઈ છે. જ્યારે નલિયા જેટલું અમદાવાદ ઠંડુ બન્યું છે. વધુ વાંચો



  • Jan 24, 2024 07:39 IST

    Health Tips : સરગવાની શીંગનું પાણી ડાયાબિટીસમાં અસરકારક છે? એક્સપર્ટે કહ્યું..

    Health Tips : આપણા દેશમાં ફળો અને શાકભાજી ભરપુર થાય છે. સ્વસ્થ રહેવા માટે આહાર (Diet) માં કુદરતી વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ઘણા ફળો, શાકભાજી, મસાલા અને જડીબુટ્ટીઓ સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ જ સારી છે, જેમાં સરગવા ની સીંગો પણ સામેલ છે. સરગવા (Drumstick) ને સ્વાસ્થ્ય માટે અમૃત માનવામાં આવે છે. સરગવાની શીંગોનો ઉપયોગ મોટાભાગની દક્ષિણ ભારતીય વાનગીઓમાં થાય છે. છોડના દરેક ભાગમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોષક તત્વો ભરપૂર હોવાથી છોડના પાંદડા, ફૂલો, મૂળ અને શીંગો બધાને આહારમાં સામેલ કરવામાં આવે છે. વધુ વાંચો



  • Jan 24, 2024 07:38 IST

    Bharat Ratna : જનનાયક કર્પૂરી ઠાકુરની રાજનીતિ અને નીતિઓ આજે પણ બિહારમાં કેમ ગૂંજે છે?

    Bharat Ratna Karpoori thakur : કર્પૂરી ઠાકુરને બિહારના લોકોમાં 'જનનાયક'ના નામથી પણ ઓળખવામાં આવે છે. બિહારના મુખ્ય વિપક્ષી દળો આરજેડી અને જેડીયુ સતત કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા હતા. વધુ વાંચો



  • Jan 24, 2024 07:09 IST

    National Girl Child Day 2024: નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે 24 જાન્યુઆરીએ કેમ મનાવાય છે, શેયર કરો શુભેચ્છા સંદેશ

    National Girl Child Day 2024 (નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે 2024): ભારતમાં પ્રતિ વર્ષ 24 જાન્યુઆરી એ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરુઆત વર્ષ 2008 થી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પહેલી વાર 24 જાન્યુઆરી 2008 માં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વધુ વાંચો



  • Jan 24, 2024 07:08 IST

    today live darshan : બુધવારના દર્શન, મુંબઈથઈ સિદ્ધિ વિનાયક મંદિરથી ગણપતિ દાદાના કરો લાઇવ દર્શન

    Today live darshan, Siddhivinayak temple live : બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. લાઇવ દર્શન કરો



  • Jan 24, 2024 07:07 IST

    આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો રોકાણની પ્રવૃત્તિઓમાં ઉતાવળ ન કરો, બીજાની બાબતોમાં દખલ ન કરો

    today Horoscope, 24 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ