Gujarati News Today 14 January Highlights: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં ચગાવ્યો પતંગ, ઉત્તરાયણની કરી ઉજવણી

Gujarati News Today 14 January Highlights: અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં પતંગની મજા માણી હતી.

Gujarati News Today 14 January Highlights: અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં પતંગની મજા માણી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Amit shah, gujarat visit, makar sankranti

અમિત શાહે અમદાવાદના વેજપલુપમાં પતંગ ચગાવ્યો (Express photo by Nirmal Harindran)

Today News Live Updates, 14 January 2024 : આજે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ છે. આજના મહત્વના સમાચાર જોઇએ તો આકાશ પતંગોથી રંગબેરંગી બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં પહોચીને ટેરેસ પર પતંગ ચગાવ્યા હતા. અહીં પતંગ ચગાવીને અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી

Advertisment
  • Jan 14, 2024 23:19 IST

    તેજ પ્રતાપ યાદવે કહ્યું – મેં સપનું જોયું, 22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યા નહીં આવે

    Ayodhya Ram Mandir : પોતાના અલગ અંદાજ માટે પ્રખ્યાત બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપનો એક વીડિયો વાયરલ થયો છે. વધુ વાંચો



  • Jan 14, 2024 21:15 IST

    સિંધિયાથી માંડી મિલિંદ દેવરા સુધી, કોંગ્રેસ છોડનાર હાઈપ્રોફાઈલ નેતાઓની યાદી છે ઘણી લાંબી

    છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ છોડનારા મોટા નેતાઓ વિશે જણાવી રહ્યા છીએ. આ બધા કોંગ્રેસમાં દિગ્ગજ નેતા હતા અને રાહુલ ગાંધીના અંગત પણ હતા. વધુ વાંચો



  • Advertisment
  • Jan 14, 2024 18:52 IST

    મણિપુરથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ, રાહુલ ગાંધીએ કહ્યું- અમે તમારી વાત સાંભળવા આવ્યા છીએ

    Bharat Jodo Nyay Yatra : યાત્રા પહેલા મણિપુર હિંસા પર રાહુલ ગાંધીએ કહ્યુ કે દરેક ખૂણામાં નફરત ફેલાઈ, લાખોનુ નુકસાન થયુ, જાનહાની થઇ પરંતુ દેશના પ્રધાનમંત્રી તમને લોકોને મળવા ન આવ્યા. રાહુલે કહ્યું કે કદાચ મણિપુર પીએમ મોદી માટે ભારતનો હિસ્સો નથી, પરંતુ અમે લોકોના મનની વાત સાંભળવા માંગીએ છીએ. વધુ વાંચો



  • Jan 14, 2024 16:42 IST

    મિલિંદ દેવરાએ પાર્ટી છોડી, કોંગ્રેસનો આરોપ – રાજીનામાનો સમય પીએમ મોદીએ નક્કી કર્યો હતો

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં સામેલ. વધુ વાંચો



  • Jan 14, 2024 16:16 IST

    નીતિશ કુમારની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી, એકસમયે સીએમની નજીક રહેલા આરસીપી સિંહે કર્યો પ્રહાર

    ઇન્ડિયા ગઠબંધન અંગે આરસીપી સિંહે કહ્યું કે તેમની પાસે ન તો લય છે અને ન તો મેળ છે અને તેમનો તાલમેલ ક્યારેય થશે નહીં. વધુ વાંચો



  • Jan 14, 2024 14:01 IST

    Whatsapp Andriord Chat Backup : વૉટ્સએપ એન્ડ્રોઇડનું ચેટ બેકઅપ હવે ફક્ત ગૂગલ ડ્રાઇવના સ્ટૉરેજમાં સામેલ થશે

    Whatsapp Andriord Chat Backup : વર્ષ 2024ની શરૂઆત થઇ ચૂકી છે, આ નવા વર્ષમાં હવે ઘણાબધા નવા ફેરફારો થવાના છે. આમાંનો એક ફેરફાર વિશ્વની સૌથી મોટી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વૉટ્સએપમાં થવા જઈ રહ્યો છે. વધુ વાંચો



  • Jan 14, 2024 13:11 IST

    ઉત્તરાયણની મજા માણવાની સાથે સાથે વિટામિન D ગ્રહણ કરવાના આ છે ફાયદા

    Happy Makar Sankrati 2024 Wishes Images Quotes in Gujarati: ઉત્તરાયણ સ્વાસ્થ્યવર્ધક છે. લોકો સવારે અગાસીએ ચડીને પતંગ ચગાવતા હોવાથી આ દિવસે શરીરને સૂર્યમાંથી ભરપુર માત્રામાં વિટામીન D મળી રહે છે. વધુ વાંચો



  • Jan 14, 2024 13:06 IST

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં ચગાવ્યો પતંગ, ઉત્તરાયણની કરી ઉજવણી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ 2માં પહોચીને ટેરેસ પર પતંગ ચગાવ્યા હતા. અહીં પતંગ ચગાવીને અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.



  • Jan 14, 2024 13:01 IST

    Railway Recruitment 2024 : ઇન્ડિય રેલવેમાં ભરતી, એપ્રેન્ટિસ માટે કરો અરજી, અહીં વાંચો માહિતી

    Railway Recruitment 2024, Railway bharti, notification : રેલવે ભરતી સેલ (RRC), ઉત્તર પશ્ચિમ રેલવે, જયપુર એ એપ્રેન્ટીસની જગ્યાઓ પર ભરતી માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અધિકૃત વેબસાઇટ - rrcactapp.in પર અરજી કરી શકે છે. વધુ વાંચો



  • Jan 14, 2024 12:27 IST

    ટીવી જગતની રોકસ્ટાર સાક્ષી તંવરના જીવનની રોચક કહાની, જુઓ ફોટા

    Sakshi Tanwar : સાક્ષી તંવર ટીવી જગતની એક મહાન અભિનેત્રી અને રોકસ્ટાર છે. સાક્ષી તંવરે આમિર ખાનની પત્નીની ભૂમિકા ભજવી હતી અને ખૂબ વાહવાહી મેળવી હતી. વધુ તસવીરો જુઓ



  • Jan 14, 2024 12:23 IST

    Bharat Jodo Nyay Yatra : લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી માટે I.N.D.I.A.ની એક્તા મોટી પરીક્ષા, શું છે ફોકસ?

    Bharat jodo nyay yatra, Rahul Gandhi latest Updates : કોંગ્રેસની હારના બરાબર એક મહિના પછી રાહુલ ગાંધી રવિવારે ઇમ્ફાલ નજીક થૌબલથી તેમની મણિપુરથી મુંબઈ ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળશે. જો કે કોંગ્રેસે કહ્યું કે તે ચૂંટણી પ્રવાસ નથી, પરંતુ રાહુલ યાત્રા 2.0 જે લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે તેની યાદી દર્શાવે છે કે પાર્ટી હિન્દી હાર્ટલેન્ડ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વધુ વાંચો



  • Jan 14, 2024 11:38 IST

    કોંગ્રેસથી અલગ થયા મિલિંદ દેવડા, કહ્યું પાર્ટી સાથે 55 વર્ષ જૂના સંબંધનો અંત

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે પોતે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, “આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત છે. પાર્ટી સાથે મારા પરિવારના 55 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરીને મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું છે. દેવરા એક સમયે કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ પણ હતા. તેઓ પાર્ટીના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ મુરલી દેવરાના પુત્ર છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાઈ શકે છે. દેવરાને તાજેતરમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંયુક્ત ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



  • Jan 14, 2024 11:20 IST

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સ્વચ્છતા અભિયાન, આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે

    અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે ત્યારે આ પહેલા સ્વચ્છતા અભિયાન ચલાવવમાં આવી રહ્યું છે. આજથી 22 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. ધાર્મિક સ્થળો પર સફાઇ ઝૂંબેશ ચલાવવામાં આવશે.



  • Jan 14, 2024 11:18 IST

    Makar Sankranti 2024 : 77 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર બન્યો શુભ યોગ, જાણો શુભ મુહૂર્ત, સ્નાન-દાનનો સમય, પૂજા વિધિ

    Makar Sankranti 2024, Puja vidhi, subh yog : મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન તેમજ દાન કરવું પુણ્ય ગણાય છે. તેની સાથે જ સૂર્યદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી તમને શુભ ફળ મળશે. ચાલો જાણીએ મકરસંક્રાંતિના શુભ સમય, સ્નાન અને દાનના સમયથી લઈને સૂર્યદેવની પૂજા કરવાની રીત. વધુ વાંચો



  • Jan 14, 2024 10:46 IST

    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અમેરિકામાં કાર રેલી, 10 રાજ્યોમાં લગાવાયા હોર્ડિંગ, આ છે તૈયારીઓ

    Ayodhya Ram Mandir Pran Pratishtha, car raily america : 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. દરમિયાન અમેરિકામાં ભારતીયોએ આ મહિનાના અંતમાં એડિસન (ન્યૂ જર્સી)માં કાર રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં 350થી વધુ કારોએ ભાગ લીધો હતો. એક વીડિયો સામે આવ્યો છે જેમાં હિંદુ સમુદાયના લોકો ભગવાન રામની તસવીર સાથે ધ્વજ લહેરાવતા અને રસ્તાઓ પર લાઈનમાં ઉભેલી ઘણી કાર જોઈ શકાય છે. વધુ વાંચો



  • Jan 14, 2024 10:44 IST

    ચલી-ચલી રે પતંગ, ઉડી ઉડી જાયે જેવા બોલિવૂડ સોંગ ઉત્તરાયણના દિવસે મચાવે છે ધૂમ

    Makar Sankranti 2024 : મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ પર્વ છે. આમ તો ભારતમાં હંમેશા વ્રત-તહેવાર આવે છે. બોલિવૂડની ફિલ્મોના કેટલાક ગીતો જણાવીએ, જેમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોઈને તમારું મન પણ પતંગ ઉડાડવા લાગશે. આ ગીતો લોકપ્રિય છે તેમજ ખૂબ જ ફેમસ થયેલા છે. વધુ વાંચો



  • Jan 14, 2024 10:44 IST

    Today Weather : ત્રણ ડિગ્રીનું ટોર્ચર, હાડ થીજવતી ઠંડીથી ઠુંઠવાયું ઉત્તર ભારત, ગુજરાતમાં શું છે સ્થિતિ?

    Weather Forecast Today, 14 Jan 2024: કડકડતી ઠંડીના કારણે થરથરી રહેલા દિલ્હીમાં શિયાળો વધુ ત્રાસ લાવશે. શનિવારે, ગાઢ ધુમ્મસના જાડા સ્તરે દિલ્હીને આવરી લીધું હતું અને સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો, જ્યારે રવિવારે હવામાન વિભાગે ઠંડી અને ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દેશની રાજધાનીમાં સવારે ધુમ્મસ અને પ્રદૂષણને કારણે ધુમ્મસની ચાદર એટલી ગાઢ રહી હતી કે સૂર્ય દેખાતો ન હતો. ઘણા વિસ્તારોમાં દિવસભર સૂર્ય લગભગ ગેરહાજર રહ્યો હતો. દિલ્હીનું મહત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જે શિમલા કરતાં ઓછું હતું. શિમલામાં મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન પણ શિમલાની નજીક હતું. શિમલામાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આવી સ્થિતિમાં દિલ્હી અને શિમલાના લઘુત્તમ તાપમાનમાં બહુ ફરક જોવા મળ્યો નથી. વધુ વાંચો



  • Jan 14, 2024 09:33 IST

    હરિદ્વારમાં મકરસંક્રાંતિના અવસરે હર કી પૌરી ખાતે ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું

    — ANI (@ANI) January 14, 2024



  • Jan 14, 2024 09:01 IST

    ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની કરશે ઉજવણી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદમાં ત્રણ સ્થળે પતંગ ચગાવીને ઉજવણી કરવાના છે. આજે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. જગન્નાથ મંદિરે પણ અમિત શાહ દર્શન કરશે.



  • Jan 14, 2024 08:58 IST

    ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે આ ચાર પોષક તત્વ, ઉણપથી બાળક પર ખતરો, અહીં જાણો

    Nutrients for healthy pregnancy : ગર્ભાવસ્થાના 9 મહિના દરેક મહિલા માટે ખૂબ જ નાજુક હોય છે, આ 9 મહિનામાં મહિલાઓને ઘણા પડકારોમાંથી પસાર થવું પડે છે, શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સાથે, કેટલીકવાર કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઘેરી લે છે. આવી સ્થિતિમાં, આ 9 મહિના દરમિયાન ખાસ કરીને ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં, સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, તેમને યોગ્ય પોષક તત્વોની જરૂર છે, જે માતાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાજેતરમાં ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિઓ શેર કર્યો છે અને આવા ચાર પોષક તત્વો વિશે જણાવ્યું છે જે તંદુરસ્ત ગર્ભાવસ્થા અને તંદુરસ્ત બાળક માટે જરૂરી છે. ચાલો જાણીએ તેમના વિશે વધુ વાંચો



  • Jan 14, 2024 07:41 IST

    Bharat Jodo Nyay Yatra : 15 રાજ્ય, 6700 કિમી અને 100 સીટો, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજથી શરુ

    Bharat jodo nyay yatra, Rahul Gandhi latest Updates : અગાઉ ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસ દક્ષિણથી ઉત્તર સુધીના અનેક રાજ્યોમાં પહોંચી હતી, હવે એ જ કડીને આગળ વધારીને અન્ય કેટલાક ઉદ્દેશ્યો સાથે ભારત ન્યાય યાત્રા કાઢવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુ વાંચો



  • Jan 14, 2024 07:37 IST

    આજનો ઇતિહાસ 14 જાન્યુઆરી: મકરસંક્રાતિ કેમ ઉજવાય છે, માઉન્ટેન મેન કોને કહેવામાં આવે છે?

    Today History 14 January: આજે 14 જાન્યુઆરી 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મકરસંક્રાતિ છે, જેને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. આજે સશસ્ત્ર દળો ભૂતપૂર્વ સૈનિક દિવસ અને ધ માઉન્ટેન મેનનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



  • Jan 14, 2024 07:36 IST

    મકર સંક્રાંતિનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

    today Horoscope, 14 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Jan 14, 2024 07:34 IST

    Today Live darshan : ઉત્તરાયણના દિવસે ઊંઝા મંદિરથી ઉમિયા માતાજીના કરો લાઇવ દર્શન

    Unjha Umiya Mataji Today Live Darshan : ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું. વધુ વાંચો



  • Jan 14, 2024 07:29 IST

    સૂર્ય મકર રાશિમાં પ્રવેશ - દાન પુણ્યનું મહત્વ

    મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ થતાં મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું અનોખું મહત્વ છે. ગુજરાત સહિતમાં પતંર રસિયાઓ પતંગ દોરાની મજા માણે છે. સાથોસાથ આ દિવસે દાન પુણ્યનું પણ અનોખું મહત્વ રહેલું છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ