/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/PM-modi-1.jpg)
સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને અહીં વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થયું છે. ચાલો જાણીએ આ ઓફિસ અને સુરતના હીરા વિશે:
Today News Live Updates, 15 January 2024 : આજે 15 જાન્યુઆરીના મહત્વના સમાચાર જોઇએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે તેમણે હમણાં જ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન બંને દેશોની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા પર પણ સહમતિ સધાઈ હતી.
પીએમ મોદીએ કહ્યું કે અમારી વચ્ચે વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. જેમાં રશિયાની મળેલી બ્રિક્સની અધ્યક્ષતા પણ સામેલ છે.
- Jan 15, 2024 21:24 IST
Budget 2024: સાંજે બજેટ રજૂ કરવાની બ્રિટિશ પરંપરા કોણે બદલી? જાણો દેશના બજેટ સંબંધિત આ 10 રસપ્રદ તથ્યો
FM Nirmala Sitharaman Presented Budget 2024: ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. સીતારમનનું આ છઠ્ઠું અને નરેન્દ્ર મોદી સરકારનું આ 12મું બજેટ છે. વધુ વાંચો
- Jan 15, 2024 20:49 IST
ચાંલ્લો અને લિપસ્ટિક લગાવી ગર્લફ્રેન્ડને બદલે પરીક્ષા આપવા આવ્યો બોયફ્રેન્ડ, આ એક ભૂલથી પકડાયો
એક યુવક પોતાની પ્રેમિકાનો વેશ ધારણ કરીને અધિકારીઓને ચકમો આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો. વધુ વાંચો
- Jan 15, 2024 20:42 IST
19 વર્ષ પહેલા, આતંકવાદીઓ રામભક્ત બનીને અયોધ્યા આવ્યા હતા, રામ લલ્લાની મૂર્તિને નિશાન બનાવવા રોકેટ છોડ્યા હતા
Ayodhya Terror Attack 2005 : છ આતંકવાદીઓ નેપાળ થઈને ભારતમાં ઘૂસ્યા હતા. અયોધ્યા તરફ જતી વખતે તેમણે પોતાને રામ ભક્ત જાહેર કર્યા. આતંકવાદીઓએ અયોધ્યાના તીર્થયાત્રી હોવાનો ડોળ કર્યો હતો. વધુ વાંચો
- Jan 15, 2024 19:10 IST
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે તેમણે હમણાં જ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન બંને દેશોની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા પર પણ સહમતિ સધાઈ હતી.
પીએમ મોદીએ કહ્યું કે અમારી વચ્ચે વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. જેમાં રશિયાની મળેલી બ્રિક્સની અધ્યક્ષતા પણ સામેલ છે.
- Jan 15, 2024 17:45 IST
માલદીવના રાષ્ટ્રપતિએ ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા કહ્યું, જાણો શા માટે માલદીવમાં છે ભારતીય સૈનિકો
Indian soldiers in Maldives : માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ શા માટે ભારતીય સૈનિકોને માલદીવ છોડવાનો આગ્રહ કરી રહ્યા છે? અને શા માટે ભારતીય સૈનિકો ટાપુઓ પર તૈનાત છે? તેમની તાકાત શું છે? તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વધુ વાંચો
- Jan 15, 2024 17:44 IST
પ્રખર ચતુર્વેદીએ રચ્યો ઈતિહાસ, BCCIની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં અણનમ 404 રન બનાવ્યા
Prakhar Chaturvedi : ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં 400 રનની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનું નામ યાદ આવે છે. પ્રખર ચતુર્વેદીએ લારા જેવી સિદ્ધિ મેળવી. વધુ વાંચો
- Jan 15, 2024 16:47 IST
આ વીડિયો નકલી છે, તમને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે, જાણો કેમ સચિન તેંડુલકરે આવી પોસ્ટ કરવી પડી
સચિન તેંડુલકરે માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક મેસેજ સાથે આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ટેકનોલોજીના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વધુ વાંચો
- Jan 15, 2024 14:36 IST
માતા શબરી વગર શ્રી રામની કથા સંભવ નથી : PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે "થોડા દિવસો પછી, 22મી જાન્યુઆરીએ ભગવાન રામ પણ આપણને તેમના ભવ્ય મંદિરમાં દર્શન આપશે અને હું ભાગ્યશાળી છું કે મને અયોધ્યામાં રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા 11 દિવસીય વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યું... માતા શબરી વિના ભગવાન રામ શક્ય નથી..."
#WATCH | Prime Minister Narendra Modi says "After a few days, on 22nd January, Lord Ram will also give us darshan in his grand temple and I am fortunate that I have been invited for the 'pran pratishtha' ceremony Ram temple in Ayodhya. I have also started an 11-day special… pic.twitter.com/iTjByPimrR
— ANI (@ANI) January 15, 2024
- Jan 15, 2024 14:29 IST
Financial Tips: લોન લેવામાં અને ઈએમઆઈ પેમેન્ટમાં આ 5 વાત ધ્યાનમાં રાખો, નહીંત્તર દેવાના ડુંગર નીચે દબાઇ જશો
Personal Finance Tips For Loan: જો અચાનક કોઈ જરૂરિયાત ઉભી થાય અથવા તમારે ઘર, કાર જેવી મોંઘી વસ્તુઓ ખરીદવી હોય તો દરેક વ્યક્તિ લોન લે છે. નવી ટેક્નોલોજીના ઉપયોગથી લોન લેવાનું પહેલા કરતા ઘણું સરળ બન્યું છે. તેથી, લોકોએ પણ મોટા પાયે સરળ ક્રેડિટની આ સુવિધાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. વધુ વાંચો
- Jan 15, 2024 14:22 IST
શનિ ઉદય : 30 વર્ષ બાદ કર્મફળ દાતા શનિ દેવ કુંભ રાશમાં થશે ઉદય, આ રાશિઓના શરુ થશે સારા દિવસો
Shani gochar in kumbh, Shani Uday : શનિદેવને વૈદિક જ્યોતિષમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શનિદેવને કર્મ આપનાર અને ન્યાય આપનાર માનવામાં આવે છે. જ્યારે શનિદેવ 30 વર્ષ પછી એક રાશીમાંથી બીજી રાશીમાં ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં શનિદેવનો ઉદય થવાનો છે. જેના આશીર્વાદ મળવાના છે. મતલબ કે આ લોકો કરિયર અને બિઝનેસમાં પ્રગતિ કરી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. વધું વાંચો
- Jan 15, 2024 14:04 IST
અમિત શાહના મોટા બહેનનું નિધન, ગૃહમંત્રીના આગામી બે દિવસના ગુજરાતના કાર્યક્રમો રદ્દ
Amit Shah elder sister passes away : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેનનું સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. રાજુબેનનું થોડા મહિના પહેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને ત્યાર બાદ તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ અમિત શાહે ગુજરાતમાં યોજાનાર બે જાહેર કાર્યક્રમો રદ કર્યા હતા. વધુ વાંચો
- Jan 15, 2024 12:51 IST
ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે આટલા પોષક તત્વ, જાણો
ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં, સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, તેમને યોગ્ય પોષક તત્વોની જરૂર છે, જે માતાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વધુ વાંચો
- Jan 15, 2024 12:47 IST
ગાંધીનગર: દહેગામના લિહોડા ગામમાં લટ્ઠાકાંડની શંકા, દેશી દારૂ પીધા બાદ બે ના મોત, ચાર સારવાર હેઠળ
Gujarat Lattha Kand : ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં શંકાસ્પદ લટ્ઠાકાંડની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ ઘટનામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે ચારની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં મોડી સાંજે કેટલાક લોકોએ દેશી દારૂ પીધો, ત્યારબાદ તબીયત લથડી, જેમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો મોટો કાફલો ગામમાં ખડકાયો હતો. વધુ વાંચો
- Jan 15, 2024 12:45 IST
શેરબજારમાં રેકોર્ડ વધારો, સેન્સેક્સ પ્રથમ વખત 73,000ને પાર, નિફ્ટી સર્વકાલીન ઉચ્ચ સ્તરે
છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં શાનદાર ઉછાળા બાદ આજે પણ શેરબજારમાં તેજી ચાલુ છે. આજે એટલે કે 15 જાન્યુઆરીએ બજાર ખુલતાની સાથે જ મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સે પહેલીવાર 73000ની સપાટી વટાવી દીધી હતી. તે જ સમયે, નિફ્ટીમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે, 30 શેરો વાળા BSE સેન્સેક્સ 481.41 પોઈન્ટ અથવા 0.66 ટકાના જંગી ઉછાળા સાથે 73,049.87 ના સ્તર પર ખુલ્યા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 158.60.80 પોઈન્ટ અથવા 0.72 ટકાના વધારા સાથે 22,053.15 પોઈન્ટ પર ખુલ્યો હતો.
- Jan 15, 2024 12:08 IST
Ram Mandir Opening : 17 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં પ્રવેશ, પૂજન, મંત્રોચ્ચાર.. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ
17 જાન્યુઆરીએ રામલલા પહેલીવાર મંદિરમાં પ્રવેશ કરશે, ત્યારબાદ બીજા દિવસે તેઓ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. મંદિર પરિસરમાં યજ્ઞ અને હવનનો પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ધાર્મિક વિધિઓ શરૂ થશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. વધુ વાંચો
- Jan 15, 2024 09:17 IST
ગાંધીનગરમાં લિહોડા ગામમાં દેશી દારૂ પીતા બેના મોત
ગાંધીનગર જિલ્લાના લિહોડા ગામમાં ફરીથી લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવી હતી. લિહોડા ગામમાં દેશી દારૂ પીતા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે સાત લોકો સારવાર હેઠળ છે જે પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. અને પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
- Jan 15, 2024 09:10 IST
5 વખત કંગના રનૌતનું દિલ તૂટી ગયું, પરિણીત કલાકારો સાથે પણ પ્રેમની વાતો થઈ, હવે તેને લાઈફ પાર્ટનર મળ્યો?
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર તેના કેટલાક નિવેદનો અને પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. તેણીએ દરેક વિષય પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. હાલમાં કંગના રનૌતની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તે એક પુરુષનો હાથ પકડેલી જોવા મળે છે. આ તસવીર જોઇને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને અનુમાન લગાવી રહ્યા છે. વધુ વાંચો
- Jan 15, 2024 07:10 IST
આજનો ઇતિહાસ 15 જાન્યુઆરી: ઈન્ડિયન આર્મી ડે કેમ ઉજવાય છે? ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ કોણ હતા
Today history 15 January : આજે તારીખ 15 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજના દિવસે ભારતીય આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 76મો આર્મી દિવસ છે. મુખ્ય આર્મી ડે પરેડ દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ મેદાનમાં યોજવામાં આવે છે અને સૈનિકોને વીરતા પુરસ્કારથી સમ્માનિત કરાય છે. આજે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવાતી, હિન્દી ફિલ્મોના અભિનેતા નીલ નીતિન મુકેશનો જન્મ દિવસનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Jan 15, 2024 07:09 IST
હેલ્થ ટિપ્સ: શું નસકોરા ખાતી વ્યક્તિને ડાયાબિટીસ થવાનું જોખમ છે?
હેલ્થ ટિપ્સ: આપણા રોજિંદા વ્યસ્ત જીવનમાં આપણે સ્વાસ્થ્ય (Health) પર ધ્યાન આપતા નથી અને તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ઉંમર અને બદલાતી જીવનશૈલી(Lifestyle) ની આદતોને કારણે ઊંઘ પર અસર થાય છે. આ રીતે, સ્લીપિંગ સિકનેસની શક્યતા પણ વધી જાય છે. સૌથી સામાન્ય રોગ ‘સ્લીપ એપનિયા’ છે. આ રોગવાળા વ્યક્તિને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ રૂંધાય છે. તેના ઘણા લક્ષણો છે, પરંતુ સૌથી સ્પષ્ટ લક્ષણ નસકોરા (snoring) છે. જોરથી નસકોરા બોલવા, સારી ઊંઘ લીધા પછી પણ બીજા દિવસે થાક લાગવો એ મુખ્ય લક્ષણો છે. નિષ્ણાતોના મતે, જો યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. શું સ્લીપ એપનિયા ડાયાબિટીસ (Diabetes) સાથે સંબંધિત છે? અહીં જાણો
- Jan 15, 2024 07:08 IST
વાસી ઉત્તરાયણનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ
today Horoscope, 15 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Jan 15, 2024 07:08 IST
Today Live Darshan : સોમવારના દર્શન, ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો લાઇવ દર્શન
Today live darshan ujjain mahakaleshwar: ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે. જે પૈકી એક જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us