Today Latest News Live : પેટ્રોલ પંપ પર લાંબી લાઈન, બસો અને ટ્રકો થંભી ગયા પૈડા, હિટ એન્ડ રન કાયદાનો વિરોધ

Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું.

Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
hit and run | drivers strick | Google news

હિટ એન્ડ રન, પ્રતિકાત્મક તસવીર, એક્સપ્રેસ ફોટો

Today News Live Updates, 2 January 2024 : આજે મંગળવાર છે. ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો..

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • Truck Drivers Protest : હિટ એન્ડ રન કાનૂન સામે ટ્રક ડ્રાઇવરોની હડતાળથી ઘણા રાજ્ય પ્રભાવિત, સરકારે કહ્યું – હાલ કાયદો લાગુ નહીં થાય

Truck Drivers Protest : ગૃહ મંત્રાલયે મંગળવારે હડતાળના બીજા દિવસે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે તેઓએ ટ્રક ડ્રાઇવર્સની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે અને આંદોલનકારીઓને પાછા ફરવા અપીલ કરી છે. વધુ વાંચો

  • ગુજરાત સરકાર સુરતની 7 વન રેન્જમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનો સર્વે કરશે, આ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરાશે
Advertisment

Gujarat wildlife sanctuary : ગુજરાત સરકારનું વન વિભાગ સાત વન અભ્યારણ્ય માટે સર્વે કરશે. સર્વેક્ષણમાં ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ, ખેરવાડા, તાપ્તી અને વાજપુરના જંગલ વિસ્તારોને આવરી લેવામાં આવશે. વધુ વાંચો

  • Lok Sabha Elections 2024 : માયાવતી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનશે કે નહીં? કોંગ્રેસ આ કારણે બસપાને સાથે લેવાનો કરી રહી છે આગ્રહ

Lok Sabha Elections 2024 : બસપાના રાષ્ટ્રીય સંયોજક અને માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ X પરની એક પોસ્ટમાં સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના કેટલાક લોકો બીજેપી કરતા BSPથી વધુ ડરે છે. વધુ વાંચો

  • Leap Year 2024 : લીપ વર્ષ એટલે શું? જાણો કેમ ફેબ્રુઆરીમાં એક દિવસ વધુ ઉમેરાય છે

Leap Year : 365 દિવસની સરખામણીમાં લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. આ સમય દરમિયાન વર્ષના સૌથી ટૂંકા મહિના ફેબ્રુઆરીમાં 29 ફેબ્રુઆરી તરીકે એક દિવસ વધુ ઉમેરાય છે. વધુ વાંચો

  • લોકસભા ચૂંટણી પહેલા ભાજપ નારાજ નેતાઓને મનાવશે, હાઈકમાન્ડ જેપી નડ્ડાએ બનાવી રણનીતિ; જાણો શું કામ કરશે ટીમ-8 કમિટી
  • BJP Team 8 Committee For Lok Sabha Elections 2024: વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનમાં સતત વિરોધાભાસ અને પરસ્પર મતભેદોને કારણે ભાજપને આશા છે કે તેના ઘણા નેતાઓ વિરોધ પક્ષથી અલગ થઈ શકે છે.વધુ વાંચો
  • Hemant Soren : શું પત્નીને મુખ્યમંત્રી બનાવશે હેમંત સોરેન? બુધવારે ઝારખંડમાં ધારાસભ્ય દળની બેઠક

Jharkhand News : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અત્યાર સુધીમાં હેમંત સોરેનને 7 નોટિસ મોકલી છે અને હવે તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હેમંત સોરેન પહેલાથી જ રાજ્યની સત્તા પોતાની પત્નીને સોંપી શકે છે. વધુ વાંચો

  • IND vs SA 2nd Test Match : શું ટીમ ઇન્ડિયા કેપટાઉનમાં 31 વર્ષના દુષ્કાળનો અંત લાવશે? ભારત-દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટની બધી વિગતો જાણો

IND vs SA 2nd Test : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે, દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં 1-0થી આગળ. વધુ વાંચો

  • S Jaishankar : પાકિસ્તાન વાતચીત માટે આતંકવાદને આધાર બનાવતું હતું, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું – અમે તેના આ ટૂલને નિષ્ક્રિય કરી દીધું

India diplomacy : ચીન સાથે સંબંધ પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે નેહરુએ ચાઈના ફર્સ્ટની નીતિ પર કામ કર્યું હતું પરંતુ અમે સરદાર પટેલના યથાર્થવાદના પ્રવાહ અનુસાર કામ કરી રહ્યા છીએ. વધુ વાંચો

  • Japan Plane Fire : જાપાનમાં રનવે પર જ પ્લેનમાં લાગી આગ, 350 થી વધુ મુસાફરોનું રેસક્યુ, એરપોર્ટ પર હડકંપ, Video Viral

Japan plane on fire : જાપાન પ્લેનમાં આગ, ટોક્યો (Tokyo) ના હનેદા એરપોર્ટ (Haneda Airport) ના રનવે પર જતા પ્લેનની ટક્કર (Accident) થઈ હતી, થોડા સમય માટે હડકંપ મચી ગયો હતો, અકસ્માત સમયે 350 થી વધુ મુસાફરો પ્લેનમાં હતા. વધુ વાંચો

  • ‘VVPATને લઈને કોઈ ઉકેલ નથી મળ્યો …’, જયરામ રમેશે ફરીથી ચૂંટણી પંચને લખ્યો પત્ર, કહ્યું – અમને મળવાનો સમય આપો

EVM VVPAT and INDIA Alliance : INDIA ગઠબંધને તેના ઠરાવમાં લખ્યું, “અમારું સૂચન સરળ છે: બોક્સમાં VVPAT સ્લિપ મૂકવાને બદલે, તે મતદારને સોંપવી જોઈએ, જે તેની પસંદગીની ચકાસણી કર્યા પછી તેને અલગ મતપેટીમાં મૂકશે. VVPAT સ્લિપની 100% ગણતરી થવી જોઈએ.” વધુ વાંચો

  • Hit and Run Law : હિટ એન્ડ રન કાયદો શું છે? આનો વિરોધ કેમ કરી રહ્યા છે ડ્રાઇવરો, જાણો શું છે સજાથી લઈને દંડ સુધીની જોગવાઈઓ

હિટ એન્ડ રન નવો કાયદો, હિટ એન્ડ રનઃ હિટ એન્ડ રન કાયદાને લઈને ટ્રક ચાલકો દેશભરમાં રસ્તાઓ બ્લોક કરીને વિરોધ કરી રહ્યા છે. માત્ર ટ્રક જ નહીં, ઓટો, ટેક્સી અને ડમ્પર સહિતના અન્ય વાહનોના ડ્રાઈવરો પણ આ નિયમની વિરુદ્ધ છે. વધુ વાંચો

  • Jagannath Dham Temple: પુરીના જગન્નાથ ધામ મંદિરમાં નવા વર્ષ પર લાગુ ડ્રેસ કોડ, ભક્તો આ કપડાં પહેરીને નહીં પ્રવેશી શકે

નવો નિયમ અમલમાં આવતાની સાથે જ પુરૂષો 12મી સદીના મંદિરમાં ધોતી-ગામચા પહેરીને પ્રવેશતા જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓ મોટાભાગે સાડી અથવા સલવાર કમીઝમાં જોવા મળી હતી. વધુ વાંચો

  • Drink and Drive in Gujarat : GSRTC બસ ડ્રાઇવર દારૂ પી ડ્રાઇવિંગ કરતા પકડાયો, મોરબી જતી બસ કેરેજવે પરથી લપસી ગઈ

GSRTC Bus Driver Drink and Drive : ગુજરાત (Gujarat) માં જીએસઆરટીસી બસનો ડ્રાઈવર દારૂ પી બસ ચલાવતા તેની હળવદ પોલીસે (Halvad Police) ધરપકડ કરી છે. બસનો અકસ્માત (Bus Accident) થતા બચ્યો, મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. વધુ વાંચો

  • GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 188 જગ્યાઓ પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરુ

GSSSB Recruitment 2024, GSSSB bharti, notification, sakari nokri : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 188 જગ્યાઓ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે 2 જાન્યુઆરી 2024થી ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ વાંચો

  • પંજાબના ડીએસપીની ગોળી મારીને હત્યા, રસ્તાની બાજુમાં મળી લાશ

પંજાબના જાલંધરના સંગરુરમાં તૈનાત ડીએસપી દલબીર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ડીએસપીની લાશ રસ્તા નજીક મળી છે. આ સમાચાર મળતા જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા જ જાલંધરના એક ગામમાં કેટલાક લોકો સાથે લડાઈ થઈ હતી.

  • Ram Temple Inauguration | રામ મંદિર ગર્ભગૃહ માટે રામલલાની પ્રતિમાની પસંદગી, શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી 51 ઈંચની પ્રતિમા, કોણ છે યોગીરાજ?

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. ગર્ભગૃહ માટે તૈયાર કરાયેલી ત્રણ મૂર્તિઓમાંથી એકની પસંદગી કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. વધુ વાંચો

  • Salaar Box Office Collection Day 11 : ન્યૂ યર પર પ્રભાસની ધૂમ, સાલારએ 11માં દિવસે કરી બંપર કમાણી, ફિલ્મ 600 કરોડને પાર

Salaar Box Office Collection Day 11 : પ્રભાસ સ્ટારર ‘સાલાર’ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. 22 ડિસેમ્બરે પાંચ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મ સાલાર વિશ્વભરમાં ઓછામાં ઓછા રૂ. 400 કરોડને પાર કરી ગઈ હતી. ત્યારે સાલારનું 11માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. આ સાથે પ્રભાસના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે. વધુ વાંચો

  • Health Benefits Of Cinnamon : તજના સેવન કરવાથી સ્વાસ્થ્યને થશે અઢળક લાભ

તજ એ એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ ઘણી ગૃહિણીઓ વિવિધ વાનગીઓમાં કરે છે, જે આપણા ભોજનનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. વધુ વાંચો

  • દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હુમલો, ગરદન પર અનેક વખત ચપ્પાના ઘા ઝીંક્યા

દક્ષિણ કોરિયામાં વિપક્ષી નેતા લી જે-મ્યુંગ પર ભીડવાળી પ્રેસ કોન્ફરન્સમાં હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના દક્ષિણ બંદર શહેર બુસાનની મુલાકાત દરમિયાન બની હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહાપ અનુસાર જે-મ્યુંગ બુસાનમાં પ્રસ્તાવિત એરપોર્ટની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ તેમના ગળામાં હથિયાર વડે હુમલો કર્યો હતો. વધુ વાંચો

  • જાહ્નવી કપૂરે આ ત્રણ લોકોના નંબર સ્પીડ ડાયલ પર રાખ્યા છે, એકનું નામ જાણીને દંગ રહી જશો

Koffe With Karan 8 : તાજેતરમાં, કરણ જોહરના પ્રખ્યાત ટોક શો ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝનના નવા એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. નવા એપિસોડમાં કપૂર બહેનો એટલે કે જાન્હવી કપૂર અને ખુશી કપૂર મહેમાન છે. આ દરમિયાન બંનેના એવા રહસ્યો સામે આવ્યાં છે, જે કદાચ કોઇ નહીં જાણતું હોય. વધુ વાંચો

  • Redmi Note 13 Series : રેડમી નોટ 13, નોટ 13 અને નોટ 13 પ્રો પ્લસ સ્માર્ટફોન 4 જાન્યુઆરીએ લૉન્ચ થશે, જાણો ફીચર્સ

Redmi Note 13 Series : Redmi Note 13, Note 13 Pro, Note 13 Pro Plus સ્માર્ટફોન ભારતમાં 4 જાન્યુઆરીએ લોન્ચ થશે. જાણો શું હશે આમાં ખાસ… વધુ વાંચો

  • કપિલ શર્માને ‘હાર્ટ અટેક પરાઠા’ ખવડાવનાર સામે કેસ દાખલ, બંઘ રૂમમાં મારઝૂડ કરવાનો આક્ષેપ, જાણો સમગ્ર મામલો

kapil sharma : પ્રચલિત કોમેડિયન કપિલ શર્માને ‘હાર્ટ અટેક પરાઠા’ ખવડાવવો દુકાનદાર વીર દવિંદર સિંહને ભારે પડ્યું છે. તેની સામે FIR દાખલ કરવામાં આવી છે. વધુ વાંચો

  • Today Weather Updates : ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ, નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ગગડ્યું, ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નલિયામાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટીને 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે થર્ટીફસ્ટના દિવસે 11.4 ડિગ્રી નોંધાયું હતું. આમ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. વધુ વાંચો

  • ભારત-પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થળોની યાદી એકબીજાને સોંપી? જાણો દુશ્મન હોવા છતાં શા માટે બંને દેશો આવું કરે છે?

સૂચિની આપ-લે દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવી હતી જે બંને પક્ષોને એકબીજાના પરમાણુ સ્થળો પર હુમલો કરવા પર પ્રતિબંધ મૂકે છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

  • Daily Horoscope, 2 January 2024, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકો જમીન અથવા વાહન ખરીદવા સંબંધિત કોઈપણ યોજનાનો અમલ કરશો નહીં

today Horoscope, 2 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 2 જાન્યુઆરી : ભારત રત્ન અને પદ્મ વિભૂષણ પુરસ્કારનો સ્થાપના દિન

Today history 2 January : આજે 2 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતના સર્વોચ્ચ સમ્માન – ભારત રત્ન પુરસ્કાર અને પદ્મ વિભૂષણ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો

  • Today Live Darshan: મંગળવારના દર્શન, દુઃખીઓના દુઃખ હરનારા કષ્ઠભંજનદેવના લાઇવ દર્શન

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. અહીં કરો લાઇવ દર્શન

ગુજરાત દેશ બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ