Today News: અમેરિકા ઈઝરાયલનો ઇરાનના ફ્યૂઅલ ડેપો પર હુમલો

Israel Iran War Today News Live Update : અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને શનિવારે રાત્રે તેહરાનમાં એક ઓઈલ સ્ટોરેજ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે આ હુમલા અંગે ચેતવણી આપી દીધી હતી.

Israel Iran War Today News Live Update : અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને શનિવારે રાત્રે તેહરાનમાં એક ઓઈલ સ્ટોરેજ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે આ હુમલા અંગે ચેતવણી આપી દીધી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Israel Iran War | Iran Israel War Impact | Benjamin Netanyahu | Ali Hosseini Khamenei | israel iran conflict | israel | iran

Israel Iran War Impact: ઈઝરાયલ ઈરાન યુદ્ધની ભારત સહિત સમગ્ર વિશ્વ પર ઉંડી અસર થવાની છે.

Today News Israel Iran War Live Update : ઈઝરાયલ ઇરાન યુદ્ધનો આજે 9મો દિવસ છે. છેલ્લા આઠ દિવસમાં યુદ્ધથી ઘણી તબાહી થઈ છે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની ત્રણેય સતત નિવેદનબાજી થઇ રહી છે. તો બીજી બાજુ નોર્વે પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે રવિવારે વહેલી સવારે ઓસ્લોમાં અમેરિકાના દૂતાવાસ નજીક જોરદાર વિસ્ફોટ થયો હતો. ઓસ્લો પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણ અથવા તેમાં સામેલ લોકો વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ દૂતાવાસ સાથે વાતચીત કરી રહી છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. ” 

Advertisment

આ ઘટના શનિવારે ઇરાકના બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર થયેલા કત્યુશા રોકેટ હુમલા બાદ બની હતી. સૂત્રોને ટાંકીને રોઇટર્સના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ સિવાય ઈરાનની રાજધાની તેહરાન અને ઈઝરાયેલના જેરુસલેમમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઇઝરાયેલે કહે છે કે તેણે શનિવારે નવા હુમલામાં ઇરાની માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દાવો કર્યો હતો કે ઈરાન હારી ગયું છે અને તેના મધ્ય પૂર્વના પડોશી દેશો સામે આત્મસમર્પણ કર્યું છે અને માફી માંગી છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને શનિવારે તણાવ ઘટાડવાનો સંકેત આપ્યો હતો અને પડોશી દેશોના હુમલાઓ માટે માફી માંગી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશના સશસ્ત્ર દળોને સૂચના આપવામાં આવી છે: "જ્યાં સુધી પડોશી દેશો પર હુમલો ન થાય ત્યાં સુધી મિસાઇલ ફાયર ન કરો." પેઝેશ્કિયને ઇરાનના પડોશીઓને તેના ભાઈઓ તરીકે વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે, "અમારો પડોશી દેશો પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી." ઈરાનના રાષ્ટ્રપતિએ શનિવારે કહ્યું હતું કે અમેરિકા દ્વારા બિનશરતી શરણાગતિની માંગ એક સ્વપ્ન છે જે તેમની સાથે કબર સુધી લઈ જવું જોઈએ.

  • Mar 08, 2026 10:32 IST

    UAE માં ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી

    સંયુકત અરબ અમીરાતમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને ચેતવણી આપી છે કે, પ્રવર્તમાન સંઘર્ષ દરમિયાન નાગરિકોની સુરક્ષાની ખાતરી કરવા માટે ઘટના સ્થળોના ફોટા પાડવા, પ્રકાશિત કરવા કે સોશિયલ મીડિયા પર શેર કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરે.



  • Mar 08, 2026 09:11 IST

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ મહિલા દિવસની શુભેચ્છા પાઠવી


    ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. 



  • Advertisment
  • Mar 08, 2026 09:01 IST

    અમેરિકા ઈઝરાયલનો ઇરાનના ફ્યૂઅલ ડેપો પર હુમલો

    અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને શનિવારે રાત્રે તેહરાનમાં એક ઓઈલ સ્ટોરેજ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે આ હુમલા અંગે ચેતવણી આપી દીધી હતી. આ સિવાય ઈરાનની રાજધાની તેહરાન અને ઈઝરાયેલના જેરુસલેમમાં પણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ઇઝરાયેલે કહે છે કે તેણે શનિવારે નવા હુમલામાં ઇરાની માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી છે.



ઈઝરાયલ વિશ્વ ગુજરાત ઈરાન ઈઝરાયલ યુદ્ધ ઈરાન અમેરિકા india