operation sindoor airstrike updates : પહલગામ હુમલાબાદ ભારત એક પછી એક મોટા પગલાં ભરી રહી છે ત્યારે ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે. ભારતીય સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. કોઈ સરકારી ઇમારત કે કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી.
PM મોદીએ તેમની 3 દેશોની મુલાકાત મુલતવી રાખી
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડની તેમની આગામી વિદેશ મુલાકાતો મુલતવી રાખી હતી. દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો હતો
ઓપરેશન સિંદૂર પ્રેસ કોન્ફરન્સ લાઇવ
ભારતીય સેનાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે અને અમે આ પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છીએ.