Bihar Assembly Election 2025 Phase 2 Constituency- Wise Polling LIVE: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન આજે 11 નવેમ્બરના રોજ શરુ થઈ ગયું છે. બીજા તબક્કામાં 122 બેઠકો માટે મતદાન થશે. 121 બેઠકોમાંથી પ્રથમ તબક્કા માટે મતદાન 6 નવેમ્બરના રોજ થયું હતું. બીજા તબક્કામાં 20 જિલ્લાઓમાં મતદાન થશે. મતદાન 11 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી શરું થયું છે જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કા માટે પ્રચાર સમાપ્ત થયા પછી બિહારના DGP વિનય કુમારે જણાવ્યું હતું કે પાછલા તબક્કાની સરખામણીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. આ તબક્કામાં ઘણા જિલ્લાઓ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોને અડીને આવેલા છે, જેના કારણે પોલીસ તૈનાતમાં વધારો કરવામાં આવ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરના રોજ થશે.





