Today News : ગુજરાતની અનેક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાઇકોર્ટ સહિત સુરત, અમદાવાદ અને ભરૂચની કોર્ટનો સમાવેશ

Gujarat Latest News Update Today in Gujarati 6 January 2026: ગુજરાતમાં એક પછી એક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Gujarat Latest News Update Today in Gujarati 6 January 2026: ગુજરાતમાં એક પછી એક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
surat district court

સુરત જિલ્લા કોર્ટ Photograph: (iANS)

Today Latest News Live Update in Gujarati 6 January 2026: ગુજરાતમાં એક પછી એક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.

Advertisment
  • Jan 06, 2026 23:29 IST

    Today News Live : જેએનયુ વહીવટીતંત્ર મોદી-શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનાર પર કડક કાર્યવાહી કરશે

    જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)એ મંગળવારે ચેતવણી આપી છે કે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ નારા લગાવનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેએનયુ વહીવટીતંત્રે કહ્યું કે યુનિવર્સિટી નફરતની પ્રયોગશાળા બની શકે નહીં. X પર એક પોસ્ટ શેર કરતા યુનિવર્સિટીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. આ કેસમાં પહેલા જ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. 



  • Jan 06, 2026 18:34 IST

    Today News Live : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા 

    બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે. એક જ દિવસમાં હિન્દુ વ્યક્તિની હત્યાની આ બીજી ઘટના છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમાં કોણ સામેલ હતું. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારામણ દાસે મંગળવારે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ દુકાનદારની હત્યા કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સીઓએ પોલીસના હવાલાથી જણાવ્યું હતું કે નરસિંગદી જિલ્લામાં કરિયાણાની દુકાન ચલાવતા શરત (મણિ) ચક્રવર્તી પર તિક્ષણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું. બાંગ્લાદેશમાં ત્રણ અઠવાડિયામાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 6 હિન્દુઓ માર્યા ગયા છે.



  • Advertisment
  • Jan 06, 2026 16:20 IST

    Today News Live: ઉત્તર પ્રદેશમાં SIR પછી ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર,  2. 89 કરોડ નામ કાપવામાં આવ્યા

    ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે 6 જાન્યુઆરીના રોજ ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરી દીધું છે. એસઆઈઆર પછી ઉત્તર પ્રદેશમાં કુલ 12 કરોડ 55 લાખથી વધુ મતદારો છે. 25 લાખથી વધુ એવા નામ મળી આવ્યા છે, જે એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા હતા. નવા ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં 2 કરોડ 89 લાખ નામ કાપવામાં આવ્યા છે.



  • Jan 06, 2026 14:19 IST

    Today News Live: કાશી એક્સપ્રેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    મંગળવારે સવારે ઉત્તર પ્રદેશના માઉ રેલ્વે સ્ટેશન પર ગભરાટ ફેલાયો હતો જ્યારે કોઈએ ગોરખપુરથી મુંબઈ જતી કાશી એક્સપ્રેસ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. માહિતી મળતાં જ, મોટી ટુકડી સ્ટેશન પર પહોંચી ગઈ. બધા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયાન, પ્લેટફોર્મ પર એક શંકાસ્પદ કાળી બેગ મળી આવી. પોતાનો જીવ જોખમમાં મૂકીને, શહેર પોલીસ અધિકારી અનિલ સિંહે શંકાસ્પદ બેગને સ્ટેશન પરિસરમાંથી બહાર કાઢી. બોમ્બ સ્ક્વોડ ટીમે શંકાસ્પદ બેગની તપાસ કરી, પરંતુ વિસ્ફોટક જેવું કંઈ મળ્યું નહીં.



  • Jan 06, 2026 11:58 IST

    Today News Live: હાઇકોર્ટ સહિત સુરત, અમદાવાદ અને ભરૂચની કોર્ટને ઉડાવી દેવાની ધમકી

    ગુજરાતમાં એક પછી એક કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાતે 2 વાગ્યે અંગ્રેજીમાં મેઈલ કરી RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.



  • Jan 06, 2026 09:31 IST

    Today News Live: પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન

    ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે મંગળવારે બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે તેમના ઘરે રાખવામાં આવશે, ત્યારબાદ સાંજે અંતિમ દર્શન કરવામાં આવશે. કલમાડીનું મહારાષ્ટ્રના પુણેમાં અવસાન થયું.



  • Jan 06, 2026 07:25 IST

    Today News Live: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મહેલ નજીક ગોળીબાર

    વેનેઝુએલાની રાજધાની સાન જુઆનમાં રાષ્ટ્રપતિ મહેલ નજીક ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ મહેલ (મીરા ફ્લોરેસ પેલેસ) ઉપર ઉડતા અજાણ્યા ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. આ તંગદિલીભરી ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.



વિશ્વ દેશ ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ