Today News Live Update Today in Gujarati 7 December 2025: ગોવામાં અરપોરા નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના કરુણ મોત થયા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દૂર્ઘટનાના તપાસ આદેશ આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગોવાની નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે પીડિતો માટે સહાય પણ જાહેર કરી છે. પીએમ મોદી એ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ગોવાના અરપોરા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
ઈન્ડિગ્રો ફ્લાઈટ કટોકટી: અમદાવાદ થી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડશે
ઈન્ડિગો એરલાઇન્સની મોટી સંખ્યામાં કેન્સલ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રેલવે PRO અજય સોલંકીએ કહ્યું કે, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે એ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે. સાબરમતી – દિલ્હી સ્પેશિયલ ટ્રેન 7 અને 9 ડિસેમ્બરની રાતે 10.55 વાગે દોડશે. ત્યાર પછીના દિવસે બપોરે 3.15 વાગે દિલ્હી પહોંચશે. વધુ એક ટ્રેન સાબરમતી દિલ્હી સહાય રોહિલ્લા, 7 ડિસેમ્બર સવારે 5.30 વાગે દોડશે અને અને રાતે 11 વાગે દિલ્હી સહાય રોહિલ્લા પહોંચશે. અમે અન્ય સામાન્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.





