/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/amit-shah-3.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Photo Source- Twitter/ @AmitShah) Photograph: (@AmitShah))
Today News Live Update In Gujarati : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ રાજકોટની મુલાકાતે જશે. બપોરે વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મારવાડી યુનિવર્સિટી ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન ટ્રેડ શો - કચ્છ અને સૌરાષ્ટ્ર'નું ઉદ્ઘાટન કરશે. આ પછી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર'નું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય ગુંબજ પરથી બે દિવસીય "વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ"નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ વિવિધ સેમિનાર અને રાઉન્ડ ટેબલ યોજાશે.
પીએમ મોદી સોમનાથમાં શૌર્ય યાત્રા સામેલ થયા
વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં શોર્ય ચાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા સોમનાથ સ્વાભિમાન પર્વનો એક હિસ્સો છે, જે 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
- Jan 11, 2026 14:31 IST
કેરળમાં ભાજપની સરકાર અને મુખ્યમંત્રી બનાવવાનું લક્ષ્ય છે : અમિત શાહ
અમિત શાહ કેરળના તિરુવંતપુરમમાં છે. કેરળના તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત પર બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "વિજય એ અમારું લક્ષ્ય નથી, પરંતુ તે લક્ષ્ય તરફ એક પગથિયું છે. અમારું અંતિમ લક્ષ્ય કેરળમાં કમળના પ્રતીક સાથે સરકાર બનાવવાનું અને ભાજપના મુખ્યમંત્રી લાવવાનું છે. અમારું લક્ષ્ય કેરળને સંપૂર્ણ રીતે વિકસિત બનાવવાનું, કેરળને રાષ્ટ્રવિરોધી શક્તિઓથી બચાવવાનું અને કેરળમાં સદીઓ જૂની શ્રદ્ધાની શક્તિનું રક્ષણ કરવાનું છે... કેરળના લોકો પણ માને છે કે UDF અને LDF આ ત્રણ કામ કરી શકતા નથી; ફક્ત નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA જ આ કરી શકે છે..."
#WATCH तिरुवनंतपुरम, केरल: तिरुवनंतपुरम नगर निगम में भाजपा की जीत पर बात करते हुए केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "विजय हमारा लक्ष्य नहीं है बल्कि लक्ष्य तक पहुंचने का एक पड़ाव है। हमारा अंतिम लक्ष्य है, कमल निशान की केरल में सरकार बनाना और भाजपा का मुख्यमंत्री लाना। हमारा… pic.twitter.com/fk8wZwrKtc
— ANI_HindiNews (@AHindinews) January 11, 2026 - Jan 11, 2026 14:28 IST
ઉત્તરપ્રદેશમાં શીત લહેર, 15 જાન્યુઆરી સુધી શાળા બંધ
ઉત્તર પ્રદેશમાં ભયંકર ઠંડી અને શીત લહેરના કારણે શિક્ષણ વિભાગે નર્સરી થી ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
उत्तर प्रदेश: घने कोहरे और शीतलहर के कारण सभी बोर्ड के नर्सरी से लेकर 8वीं क्लास तक के स्कूल 15 जनवरी तक बंद रहेंगे। pic.twitter.com/J0IVHFQ6Se
— ANI_HindiNews (@AHindinews) January 11, 2026 - Jan 11, 2026 14:26 IST
PM મોદી રાજકોટ પહોંચ્યા, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉગઘાટન કર્યું
વડપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજકોટ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ટ્રેડ શો અને એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું છે.
#WATCH | राजकोट: प्रधानमंत्री नरेंद्र मोदी ने कच्छ और सौराष्ट्र क्षेत्र के लिए वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन में ट्रेड शो और प्रदर्शनी का उद्घाटन किया।
— ANI_HindiNews (@AHindinews) January 11, 2026
(सोर्स: ANI/DD) pic.twitter.com/pFBT9aEPwQ - Jan 11, 2026 10:29 IST
પીએમ મોદી સોમનાથમાં શૌર્ય યાત્રા સામેલ થયા
વડપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં શોર્ય ચાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા સોમનાથ સ્વાભિમાન પર્વનો એક હિસ્સો છે, જે 8 થી 11 જાન્યુઆરી સુધી ઉજવાઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
#WATCH सोमनाथ, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने 'शौर्य यात्रा' में हिस्सा लिया। यह यात्रा सोमनाथ स्वाभिमान पर्व का हिस्सा है, जिसे 8-11 जनवरी तक मनाया जा रहा है।
— ANI_HindiNews (@AHindinews) January 11, 2026
गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और उपमुख्यमंत्री हर्ष सांघवी भी मौजूद हैं।
(सोर्स: ANI/DD) pic.twitter.com/a4vfxzcwr6 - Jan 11, 2026 08:26 IST
પીએમ મોદી આજે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થશે, પછી વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું ઉદઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ રાજકોટની મુલાકાતે જશે. બપોરે વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મારવાડી યુનિવર્સિટી ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન ટ્રેડ શો - કચ્છ અને સૌરાષ્ટ્ર'નું ઉદ્ઘાટન કરશે. આ પછી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર'નું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય ગુંબજ પરથી બે દિવસીય "વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ"નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ વિવિધ સેમિનાર અને રાઉન્ડ ટેબલ યોજાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us