Gujarati News Today 10 January Highlights: આજના તાજા સમાચાર, વડાપ્રધાને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ખુલ્લી મુકી

Today News Highlights, 10 January 2024 : આજે બુધવાર છે. આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદધાટન કર્યું. આજે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઇ. વધુ મુખ્ય સમાચાર જાણો

Today News Highlights, 10 January 2024 : આજે બુધવાર છે. આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદધાટન કર્યું. આજે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઇ. વધુ મુખ્ય સમાચાર જાણો

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news| breaking news| news updates

આજના તાજા સમાચાર

Today News Highlights, 10 January 2024 : આજે 10 જાન્યુઆરીને બુધવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદધાટન કર્યું. આજે વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઇ. વધુ મુખ્ય સમાચાર જાણો

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • Today Weather Updates : ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત, રાજ્યમાં ક્યાં કેટલી નોંધાઇ ઠંડી, ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ?

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. ગુજરાતમાં મંગળવારે ઠંડીનો પારો થોડો ઉચકાયો હતો. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઉંચું આવ્યું હતું. વધુ વાંચો

આજનો ઇતિહાસ 10 જાન્યુઆરી: વિશ્વ હિન્દી દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

Today history 10 January: આજે 10 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હિન્દી દિવસ છે. વર્ષ 1839માં આજના દિવસે જ ભારતની ચા ઇંગ્લેન્ડ પહોંચી હતી. બોલીવુડ એક્ટર હૃતિક રોશનનો આજે બર્થ-ડે પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Advertisment
  • Vibrant Gujarat live updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન, અહીં વાંચો પળેપળની માહિતી

ગુજરાતના પાટનગરમાં આજે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસ ચાલનારી આ ગ્લોબલ સમિટમાં દેશ અને દુનિયાની કંપનીઓના વડાઓ અને દેશોના પ્રમુખો ભાગ લેશે. વધું વાંચો

World Hindi Day 2024: વિશ્વ હિન્દી દિવસ કેમ ઉજવાય છે? જાણો શબ્દોની રસપ્રદ કહાણી

Vishwa Hindi Diwas 2024: વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ ‘હિન્દી ભાષા’ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ અવસર પર, ચાલો જાણીએ હિન્દીમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો વિશે જેની મૂળ કહાણી ખૂબ જ રસપ્રદ છે. વધુ વાંચો

  • India Maldives Row : ભવિષ્યમાં હોટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે લક્ષદ્વીપ, પાર પાડવા પડશે બસ આ પડકારો

lakshadweep vs Maldives : માલદીવ કે લક્ષદ્વીપ… આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ બે પર્યટન સ્થળોને લઈને ચર્ચા ચાલી રહી છે. વિવાદ બાદ એક ટ્રાવેલ બુકિંગ કંપનીએ માલદીવની તમામ ટિકિટો કેન્સલ કરી દીધી છે. જ્યારથી પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી છે, ત્યારથી લોકોમાં આ સ્થળની મુલાકાત લેવાનો રસ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો લક્ષદ્વીપ વિશે વાત કરી રહ્યા છે. એવા ઘણા યુઝર્સ છે જેઓ સોશિયલ મીડિયા પર સાબિતી બતાવી રહ્યા છે કે તેમણે માલદીવની ટિકિટ કેન્સલ કરી છે. વધુ વાંચો

  • Winter Health Tips : તમારા રસોડામાં રહેલ આ બે ચીજ કરશે ઔષધનું કામ! શરદી ખાંસીની સમસ્યામાં આપશે રાહત

Winter Health Tips : શિયાળા (Winter) ના ઠંડીના દિવસોમાં સામાન્ય હવામાનમાં બદલાવ આવે ત્યારે આપણને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health Problems) નો અનુભવ થાય છે. જયારે આપણને શરદી ઉધરસ (Cough Cold) થાય છે ત્યારે આપણે ઉધરસની ગોળીઓ અથવા ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લઈએ છીએ, પરંતુ આવી સામાન્ય બીમારીઓ માટે આપણા ઘર અને રસોડામાં અનેક ઔષધીય વસ્તુઓ છુપાયેલી હોય છે. જો આપણે તેનો યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આવી હળવી શરદી ઉધરસમાંથી થોડા દિવસોમાં જ છુટકારો મેળવી શકાય છે. ડાયટિશિયન કિરણ કુકરેજાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા આ જાણકારી આપી છે. વધુ વાંચો

  • Today Horoscope 10 January 2024: આજનું રાશિફળ, મકર રાશિના જાતકો માટે બની શકે છે સમસ્યાનું કારણ

today Horoscope, 10 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • today live darshan : બુધવારના દર્શન, મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગણપતિ દાદાના કરો લાઇવ દર્શન

today live darshan siddhivinayak temple : સિદ્ધિ વિનાયક મંદિરમાં હજારો ભક્તો દર્શન કરીને પોતાના દુઃખ દૂર કરે છે. સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ