/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/arvind-kejariwal.jpg)
દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
Today News Live Updates, 17 January 2024 : આજે 17 જાન્યુઆરીને બુધવારના મુખ્ય સમાચાર જાણીએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે એમને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું નથી. આ ઉપરાંત અન્ય વધુ સમાચાર માટે લાઇવ બ્લોગ જોતા રહો.
- Jan 18, 2024 00:36 IST
ભારતે ટી-20ની પ્રથમ ડબલ સુપર ઓવર મેચમાં જીત મેળવી, 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/team-india-historic-win.jpg)
Super Over : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી રોમાંચક મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એવી સૌપ્રથમ મેચ છે જેમાં બે સુપર ઓવર રમાઈ. ભારતે રોમાંચક વિજય મેળવ્યો. વધુ વાંચો
- Jan 17, 2024 21:54 IST
Ram Temple: અયોધ્યા રામ મંદિરને લઇ આપ પાર્ટીનું ગુજરાતમાં મોટું આયોજન, ઈસુદાન ગઢવીએ કહ્યું – દેશને રામ રાજ્યનો ઇંતેજાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/isudan-gadhvi-aap-party-On-ram-mandir-ayodhya.jpg)
Aap Party Organize Sunderkand In Gujarat: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષી આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે રાજ્યમાં ગુત્રણ દિવસીય કાર્યક્રમ આયોજન કરવાની ઘોષણા કરી છે. વધુ વાંચો
- Jan 17, 2024 20:29 IST
પીએમ નરેન્દ્ર મોદીએ કેરળમાં ભાજપના કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર, કહી આવી વાત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/PM-Narendra-Modi-2.jpg)
પોતાના ભાષણ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓને 'ભાજપની લાઇફલાઇન' ગણાવી. વધુ વાંચો
- Jan 17, 2024 17:56 IST
Sensex Nifty Crash: સેન્સેક્સ 1600 પોઇન્ટ કકડભૂસ, શેરબજારમાં દોઢ વર્ષનો મોટો કડાકો, જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/1_edc7f1.jpg)
Sensex Nifty Biggest Single Day Loss Since June 2022: ભારતીય શેરબજાર સેન્સેક્સ - નિફ્ટીમાં જૂન 2022 પછીનો સૌથી મોટો કડાકો બોલાયો છે. બેન્કેક્સ અને બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ તૂટ્યા છે. જાણો સ્ટોક માર્કેટમાં રોકાણકારોને કેટલું નુકસાન થયું. વધુ વાંચો
- Jan 17, 2024 17:44 IST
સીએમ કેજરીવાલનો દાવો - પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ મળ્યું નથી, 22 જાન્યુઆરી પછી અયોધ્યા જઇશ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું નિમંત્રણ મળ્યું નથી. હું 22 જાન્યુઆરી પછી અયોધ્યા જઇશ.
- Jan 17, 2024 15:48 IST
ટી-20 વર્લ્ડ કપ : બ્રોડકાસ્ટર્સનું દબાણ કે પછી કોઇ અન્ય કારણ, ડલાસને નજરઅંદાજ કરી ન્યૂયોર્કને કેમ આપી ભારતની 3 મેચ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/T20-World-Cup.jpg)
T20 World Cup 2024 : આઇસીસીએ સ્થાનિક આયોજકોના સહયોગથી ભારતની ત્રણ મેચો ન્યૂયોર્કને સોંપી છે. ટી-20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે. 1 જૂનથી ટૂર્નામેન્ટની શરૂ થશે. વધુ વાંચો
- Jan 17, 2024 13:48 IST
UGC NET Result 2023 : ગમે ત્યારે જાહેર થઈ શકે છે યુજીસી નેટનું પરિણામ, કેવી રીતે જોવું રિઝલ્ટ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/UGC-Net-Result-2023.jpg)
UGC NET Result 2023 : નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ(NTA) પરીક્ષાનું પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અગાઉ પરિણામ જાહેર કરવાની તારીખ 10મી જાન્યુઆરી હતી પરંતુ કેટલાક કારણોસર તેને બદલીને 17મી જાન્યુઆરી કરવામાં આવી હતી. વધુ વાંચો
- Jan 17, 2024 12:45 IST
GSSSB Syllabus: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, વર્ગ 3ની પરીક્ષા માટે સિલેબસ જાહેર
GSSSB Syllabus, GSSSB bharti 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 કેટર માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સરકારી નોકરી માટે 4 જાન્યુઆરી, 2024થી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે અને 31 જાન્યુઆરી 2024 સુધી અરજી પ્રક્રિયા ચાલશે. જોકે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની પરીક્ષા માટે સિલેબસ જાહેર કર્યો છે. આ અંગે સંસ્થા દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુ વાંચો
- Jan 17, 2024 12:26 IST
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગને લઈ થશે કડક કાર્યવાહી, પોલીસ આપશે ઈ-ચલણ, જો દંડ ન ભર્યો તો જેલમાં પણ જવું પડશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-Traffic-e-challan-New-Rules-1.jpg)
Gujarat Traffic e-challan New Rules : ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા અને માર્ગ સલામતીને લઈ 'વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો, હવે ટ્રાફિક પોલીસ ઈ ચલણ આપશે, જે ઓનલાઈન ભરવા માટે 135 દિવસનો સમય મળશે, નહીં તો વાહન ચાલક સામે ફિઝિકલ કોર્ટમાં કાર્યવાહી શરૂ થશે. વધુ વાંચો
- Jan 17, 2024 11:59 IST
ધર્મેન્દ્ર-હેમાની દીકરી ઈશા પતિથી અલગ થઈ રહી છે? જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Dharmendra-Hema-Daughter-Isha-Deol-Divorce-her-Husband.jpg)
ધર્મેન્દ્ર-હેમાની દીકરી ઈશા પતિથી અલગ થઈ રહી છે? પતિનું ચાલુ અફેર! આવી ચર્ચા કેમ શરૂ થઈ, સત્ય બહાર આવ્યું ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી એશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાનીના અલગ થવાના સમાચાર છે. આવો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો. વધુ વાંચો
- Jan 17, 2024 11:57 IST
સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણના મોત
સુરેન્દ્રનગરમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સરા રોડ ઉપર આવેલા સડલા નજીક ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં મોરબીથી મુળી આવતા પતિ, પત્ની અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું હતું.
- Jan 17, 2024 11:47 IST
Iran Air strike : ઈરાનની પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક, ભડકેલા પાકિસ્તાને શું કહ્યું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Iran-Air-Strike-on-Pakistan.jpg)
Iran Air strike on Pakistan : ઈરાને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હવાઇ હુમલો કરવાનો દાવો કર્યો છે. ઈરાને મંગળવારે પાકિસ્તાનની અંદર આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડા પર હુમલો કર્યો હતો. રાજ્ય સંચાલિત IRNA સમાચાર એજન્સી અને ટીવીએ કહ્યું હતું કે હુમલા માટે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાને કહ્યું હતું કે પાડોશી દેશે તેની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. વધુ વાંચો
- Jan 17, 2024 11:11 IST
Bigg Boss 17 : વિક્કી જૈન પહેલા સુશાંત સિંહ રાજપૂતને પણ થપ્પડ મારી ચૂકી છે અંકિતા લોખંડે? આ કારણથી બ્રેકઅપ થયું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/bigg-boss-17-.jpg)
Bigg Boss 17 Highlight : ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે રિયાલિટી શો બિગ બોસ 17ના કારણે સતત ચર્ચામાં છે. આ શોમાં તેણે તેના પતિ વિક્કી જૈન સંગ એન્ટ્રી કરી છે. ત્યારે અંકિતા લોખંડે અને વિક્કી જૈન સંગ વારંવાર લડાઇ થતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસે પોતાના પતિ વિક્કી જેનને લાત મારી અને ચંપલ ફેંકી હતી. જેને પગલે મોટો હંગામો મચી ગયો છે. વધુ વાંચો
- Jan 17, 2024 10:55 IST
શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના વાદીને જાનથી મારી નાખવાની ધમકિ, પાકિસ્તાનથી આવ્યો ઓડિયો મેસેજ
ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસ સાથે જોડાયેલા વાદી આશુતોષ પાંડેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનના ઓડિયો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમનો ખેલ ત્રણ દિવસમાં ખતમ થઈ જશે. ઓડિયો મેસેજમાં તેની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેનું ફેસબુક પેજ પણ હેક કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન તે એકાઉન્ટ પર અશ્લીલ વીડિયો અને ફોટા શેર કરવામાં આવ્યા હતા. ધમકી બાદ મોકલનારએ ઓડિયો મેસેજ ડિલીટ કરી દીધો હતો. આ ઘટના બાદ આશુતોષ પાંડેએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને મુખ્ય સચિવ ગૃહને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે.
- Jan 17, 2024 10:04 IST
દ્રાક્ષ ખાવી સ્વાસ્થ્ય માટે આટલી ફાયદાકારક, અહીં જાણો
દ્રાક્ષમાં વિટામિન A, C અને B6 હોય છે અને તે કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જાણો ફાયદા
- Jan 17, 2024 10:01 IST
આઈટી વિભાગનું સુપર ઓપરેશન, ખેડા, નડિયા અને આણંદના બે ગ્રુપ પર ત્રાટક્યું
ગુજરાતના આવકવેરા વિભાગની ટીમે આજે બુધવારે સુપર ઓપરેશન હાથધર્યું છે. આઈટી વિભાગની જુદી જુદી ટીમો ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપો પર દરોડા પાડ્યા છે. નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ તેમજ તેની સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર આઈટી વિભાગની ટીમ ત્રાટકી છે. મળતી માહિતી પ્રમાણે રીયલ એસ્ટેટ ક્ષેત સાથે સંકળાયેલા નારાયણ ગ્રુપ અને એશિયન ગ્રુપ મળીને 25 સ્થળો ઉપર ઇન્કમટેક્સની દરોડા અને સર્વેની કામગીરી ચાલું છે.
- Jan 17, 2024 09:19 IST
North India Weather Updates : કોલ્ડવેવથી ઠુંઠવાયું ઉત્તર ભારત, પંજાબ-હરિયાણામાં રેડ એલર્ટ, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/winter-weather-updates-today.jpg)
Weather Forecast Today, 17 January 2024: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે. ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડી પડી રહી છે, IMD એ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી બે દિવસ માટે ઠંડીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં થોડા દિવસો સુધી ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી ચમકારો રહ્યો હતો. જોકે, સોમવાર કરતા મંગળવારના દિવસે ઠંડીનો પારો ઉચકાયો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 9.8 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખા 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. વધું વાંચો
- Jan 17, 2024 07:11 IST
શિયાળમાં પેટની સમસ્યાથી લઇ શરદી ઉધરસમાં રામબાજ ઈલાજ આ ‘લીલા પાન’
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Guru-Gobind-Singh-.jpg)
ફુદીનો (Peppermint Leaves) એ વિશ્વભરમાં પ્રખ્યાત મસાલો છે, ભારતમાં ઘરે બનાવેલી ફુદીનાની ચટણીનું વિશેષ મહત્વ છે. પાણીપુરીના પાણીથી લઈને વેજથી લઈને નોનવેજની કેટલીક વાનગીઓમાં ફુદીનાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. માત્ર ખાવા માટે જ નહીં, ફુદીનાના પાણીથી લઈને ફુદીનાના તેલ સુધી વિવિધ સ્વરૂપોમાં ફુદીનો શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. અહીં જણાવ્યું કે, માત્ર 100 ગ્રામ ફુદીનામાં કયા કયા પોષક તત્વો હોય છે અને તે આપણા શરીરને કેવી રીતે ફાયદો કરી શકે છે. ડાયેટિશિયન એકતા સિંઘવાલે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં ફુદીનાના ફાયદા (Benefits Peppermint Leaves) અને ખાવા સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ કર્યો છે. વધુ વાંચો
- Jan 17, 2024 07:10 IST
Prakash Parv: મુઘલો સામે લડવા ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી, વેદ અને ગુરુ વાણીની ગંગા વહેતી કરી
Guru Gobind Singh Jayanti 2024: શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદ સિંહએ વેદોના સંયુક્ત પ્રચાર અને ગુરુ ગ્રંથ સાહિબના ઉપદેશો માટે નિર્મલ પંથની સ્થાપના કરી હતી. ઉત્તરાખંડની સરહદે આવેલા હિમાચલ પ્રદેશના પોન્ટા પોન સાહિબમાં યમુના નદીના કિનારે ધ્યાન કરી રહેલા ગુરુ ગોવિંદ સિંહજીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને 1686માં તેમણે પાંચ શીખ અનુયાયીઓને સંસ્કૃત અને વેદાંતનો અભ્યાસ કરવા ઉત્તર પ્રદેશના સંસ્કૃત ભાષાના મુખ્ય જ્ઞાન કેન્દ્રકાશી (વારાણસી) મોકલ્યા હતા. વધુ વાંચો
- Jan 17, 2024 07:10 IST
આજનો ઇતિહાસ 17 જાન્યુઆરી: ગુરુ ગોવિંદ સિંહ જન્મજયંતિ, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો
Today history 17 January : આજે તારીખ 17 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તિથિ અનુસાર શીખ ધર્મના 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંની જન્મજંયતિ છે, જેને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. ગુરુ ગોવિંદ સિહનો જન્મ વર્ષ 1666માં પોષ વદ સાતમ તિથિના રોજ બિહારના પટના શહેરમાં થયો હતો. આજે વર્ષ 1601માં આજની તારીખે જ બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2022માં આજના દિવસે કથ્થક નૃત્યના પ્રખ્યાત કલાકાર પંડિત બિરજુ મહારાજનું અવસાન થયુ હતુ. તો પ્રખ્યાત કવિ અને ગીતકાર જાવેદ અખ્તર અને ગણિતશાસ્ત્રી ડી.આર. કાપરેકરનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો
- Jan 17, 2024 07:09 IST
આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોને વ્યવસાયમાં પ્રગતિની સંભાવનાઓ બની રહી છે
today Horoscope, 17 January 2024, આજનું રાશિફળ : આજે મકરસંક્રાંતિનો દિવસ છે.જેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Jan 17, 2024 07:09 IST
today live darshan : બુધવારના દર્શન, સિદ્ધિ વિનાયક મંદિરથી દુંદાળા દેવ ગણપતિ દાદાના કરો લાઇવ દર્શન
Today live darshan, Siddhivinayak temple live : બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us