Top 10 World Most Powerful Passports List : વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ : ભારતનો પાસપોર્ટ કયા નંબરે?

Top 10 Most Powerful Passports List: વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ વિશે વાત કરીએ તો, સિંગાપુર નો પ્રથમ નંબર આવે છે, તો આપણે જોઈએ ભારત કયા નંબર પર છે.

Top 10 Most Powerful Passports List: વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ વિશે વાત કરીએ તો, સિંગાપુર નો પ્રથમ નંબર આવે છે, તો આપણે જોઈએ ભારત કયા નંબર પર છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Top 10 Most Powerful Passports List

વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ

Top 10 Most Powerful Passports List | વિશ્વના ટોપ 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ : વર્ષ 2024 નો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ આવી ગયો છે. આ યાદીમાં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટને સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે, સિંગાપોરનો પાસપોર્ટ આ યાદીમાં ટોચ પર છે અને તેનો અર્થ એ છે કે, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી છે. શક્તિશાળી પાસપોર્ટનો અર્થ સામાન્ય રીતે તે દેશના નાગરિકોને અન્ય દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ પર છે.

Advertisment

સિંગાપોરની વાત કરીએ તો, હાલમાં સિંગાપોરના પાસપોર્ટથી વિશ્વના 195 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકાય છે. આ જ કારણ છે કે, અમેરિકા અને બ્રિટન જેવા મોટા દેશોની સરખામણીમાં સિંગાપોરનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફૂલ છે.

ટોપ 10 વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જુલાઈ 2024 (Top 10 World Most Powerful Passports List July 2024)

દેશ નામરેન્કિંગ
સિંગાપુર1
ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને સ્પેન2
ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ્સ, દક્ષિણ કોરિયા અને સ્વીડન3
બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ4
ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલName5
ગ્રીસ અને પોલેન્ડ6
કેનેડા, ચેક રિપબ્લિક, હંગેરી, માલ્ટા7
યુનાઈટેડ સ્ટેટ્સ8
ઇસ્ટોનિયા, લિથુઆનિયા અને યુનાઇટેડ આરબ9
આઇસલેન્ડ, લાટવિયા, સ્લોવેકિયા10
Advertisment

1. સિંગાપુર (Singapore)

સિંગાપોરનો પાસપોર્ટ નવીનતમ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં નંબર 1 પર છે. સિંગાપોરના નાગરિકો વિઝા વિના વિશ્વના 195 દેશોમાં પ્રવાસ કરી શકે છે.

2. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સ્પેન (France, Germany, Italy, Japan, Spain)

સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગમાં ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન અને સ્પેન બીજા સ્થાને છે. આ તમામ દેશોના નાગરિકો 192 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

3. ઑસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વીડન

આ યાદીમાં ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડનના પાસપોર્ટ ત્રીજા સ્થાને છે. આ દેશોના નાગરિકો વિઝા વિના વિશ્વના 191 દેશોની મુલાકાત લઈ શકે છે.

4. બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ (Belgium, Denmark, New Zealand, Norway, Switzerland, United Kingdom)

દુનિયાના ચોથા સૌથી શક્તિશાળી પાસપોર્ટની વાત કરીએ તો, ઘણા દેશોને આ રેન્કિંગ મળ્યું છે. બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમના પાસપોર્ટને યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે. આ દેશના નાગરિકો 190 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

5. ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ (Australia, Portugal)

ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલના પાસપોર્ટ વિશ્વના પાંચમા સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ દેશોના નાગરિકો 189 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

6. ગ્રીસ, પોલેન્ડ (Greece, Poland)

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ગ્રીસ અને પોલેન્ડ છઠ્ઠા સ્થાને છે. આ બંને દેશોના નાગરિકો વિશ્વના 188 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

7. કેનેડા, ચેક રિપબ્લિક, હંગેરી, માલ્ટા (Canada, Czech Republic, Hungary, Malta)

દુનિયાના ચાર દેશ એવા છે જેમના પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સાતમા ક્રમે છે. કેનેડા, ચેક રિપબ્લિક, હંગેરી, માલ્ટાના નાગરિકો વિઝા વિના 187 દેશોમાં પ્રવેશ કરી શકે છે.

8. યુનાઇટેડ સ્ટેટ્સ (United States)

યુનાઇટેડ સ્ટેટ્સ પાસપોર્ટ હવે પહેલા કરતા ઓછો શક્તિશાળી છે અને હવે સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં 8મા નંબરે છે. અમેરિકી નાગરિકો 182 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

9. એસ્ટોનિયા, લિથુઆનિયા, સંયુક્ત આરબ અમીરાત (Estonia, Lithuania, United Arab Emirates)

વિશ્વનો 9મો સૌથી શક્તિશાળી પાસપોર્ટ એસ્ટોનિયા, લિથુઆનિયા અને સંયુક્ત આરબ અમીરાતનો છે. આ દેશોના નાગરિકો વિઝા વિના કુલ 185 દેશોની મુલાકાત લઈ શકે છે.

10. આઇસલેન્ડ, લાતવિયા, સ્લોવાકિયા (Iceland, Latvia, Slovakia)

શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગમાં આઈસલેન્ડ, લાતવિયા અને સ્લોવાકિયાને 10મું સ્થાન મળ્યું છે. આ દેશોના નાગરિકો કુલ 184 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીનો લાભ લઈ શકે છે.

ભારતનો પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે?

ટોપ-10 પાવરફુલ પાસપોર્ટ ઉપરાંત હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં પણ રેન્કિંગ ગોય છે અને ભારતની વાત કરીએ તો, તાજેતરના કેટલાક તણાવ છતાં ભારતનો પાસપોર્ટ 82 માં નંબર પર છે. ભારતીય નાગરિકો વિશ્વના કુલ 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. માલદીવની વાત કરીએ તો, આ દેશનો પાસપોર્ટ વિશ્વનો 58 મો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે.

આ પણ વાંચો - US Presidential Election: જો બિડેનનો ચૂંટણીમાંથી ખસી જવાનો અર્થ શું છે? કેમ ભારત અમેરિકા પર નજર રાખી રહ્યું?

જો અમેરીકાના પાસપોર્ટની વાત કરીએ તો, ફરી એકવાર યુએસ પાસપોર્ટની મજબૂતી ઓછી થઈ ગઈ છે. એક સમયે નંબર વન પર રહેતો યુએસ પાસપોર્ટ હવે રેન્કિંગમાં 8મા નંબર પર આવી ગયો છે. અને તેનું કારણ વિશ્વમાં અમેરિકાની રાજદ્વારી નીતિઓ છે, જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.

ગુજરાતી ન્યૂઝ india વિશ્વ