Top 5 Hill Station Near Ahmedabad : વિકેન્ડ ટુર પ્લાન એક નવી તાજગી અને એનર્જી આપે છે. 2 કે 3 દિવસના ટુંક પ્રવાસમાં તમે સરળતાથી પરિવાર, ફ્રેન્ડ્સ કે ઓફિસના મિત્રો સાથે ફરવા જઇ શકો છો. વિકેન્ડ ટુર માટે બહુ વધારે પ્લાનિંગ કરવાની ઝંઝટ રહેતી નથી. નજીકના સ્થળે ફરવા માટે તમે ટ્રેન, બસ કે કાર મારફતે સરળતાથી પહોંચી શકો છો. ઉનાળાના વેકેશનમાં તમે શનિ- રવિવાર દરમિયાન ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અહીં બેસ્ટ વિકેન્ડ ટુરિસ્ટ પ્લેસની યાદી તમને મદદરૂપ બનશે.
ઉદયપુર, રાજસ્થાન (Udaipur)
ઉદયપુર રાજસ્થાનનું સુંદર શહેર છે. ઉદયપુરને ઝીલો કી નગરી કહેવાય છે. ઉદયપુરના શાહી મહેલ, તળાવ, દેશ અને વિદેશના પ્રવાસીઓ આકર્ષે છે. અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલુ ઉદયપુર ચારે બાજુ ફરવા લાયક સ્થળ છે. ઉદયપુરમાં ઘણા બધા તળાવ અને ચારે બાજુ પર્વત હોવાથી તેને રાજસ્થાનનું કાશ્મિર કહેવામાં આવે છે. ઉદયપુરમાં જયસમંદ ઝીલ છે, જે એશિયાનુ સૌથી મોટુ કુદરતી તળાવ છે. ઉદયપુરમાં પિછોલા લેક, ફતેહ સાગર તળાવ, સિટી પેલેસ, જગ મંદિર, ઉદય સાગર તળાવ, જગદીશ મંદિર, મોનસૂન પેલેસ, સ્વરૂપ સાગર, કુંભલગઢ કિલ્લો, સજ્જનગઢ કિલ્લો, વિન્ટેજ કાર મ્યુઝિયમ, એક્લિંગજી મંદિર, દૂધ તલાઈ મ્યુઝિકલ ગાર્ડન ફરવા લાયક સ્થળ છે.
પંચમઢી, મધ્ય પ્રદેશ (Pachmarhi Hill Station)
પંચમઢી મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવેલું હિલ સ્ટેશન છે. પંચમઢીને સતપુડાની રાણી કહેવામાં આવે છે. પંચમઢી સાતપુડા પર્વતોમાં વસેલા આ હિલ સ્ટેશન જે તે વખતે અંગ્રેજોનું પસંદગીનું સ્થળ હતું. અહીં ઉંચા પર્વત, ધોધ, કુદરતી દ્રશ્યો જોઇ પ્રવાસી રિલેક્સ થાય છે. પંચમઢીમાં સતપુડા જંગલનો અદભૂત નજારો જોઇ શકાય છે.
અહીં વાઘ, કાળા હરણ, સ્લોથ રિંછ, ચિત્તો, મોટી ખિસકોલી જોવા મળશે. તો ગણેશ્વરમાં લગભગ ચાર હજાર વર્ષ પહેલા ઉદ્ભવેલી સભ્યતાના અવશેષ જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. અપ્સરા વિહાર અને બી ફોલ્સ પણ ફરવા લાયક સ્થળ છે. પાંડવ કાળની એક પાંડવ ગુપા છે. આ ગુફામાં પાંડવો તેમના વનવાસ કાળ દરમિયાન અહીં રહેતા હતા તેવી લોક માન્યતા છે. પાંડવ ગુફાને રાષ્ટ્રીય સ્માસ્ક જાહેર કરવામાં આવી છે.
મહાબલેશ્વર, મહારાષ્ટ્ર (Mahabaleshwar Hill Station)
મહાલેશ્વર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું લોકપ્રિય હિલ સ્ટેશન છે. સહ્યાદ્રિ પર્વતમાળામાં વસેલું મહાબલેશ્વર બેસ્ટ ડેસ્ટિનેશન છેય મહાબલેશ્વર ઉનાળામાં ફરવા માટે સૌથી ઉત્તમ સ્થળ છે. મહેબલેશ્વર કૃષ્ણા નદીનું ઉદગમ સ્થળ પણ છે.
મહાબલેશ્વરના જોવા લાયક મુખ્ય સ્થળોમાં બોમ્બે પોઇન્ટ, આર્થર સીટ, કેટ્સ પોઇન્ટસ, લોડવિક વિલ્સન પોઇન્ટ અને એલ્ફિન્સ્ટન પોઇન્ટ છે. મહાબલેશ્વરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના દ્રશ્યો જોવા યાદગાર બની રહે છે. અહીં બ્રિટિશ કાળમાં માનવ સર્જિત એક તળાવ છે, જેને વેન્ના લેક કહેવાય છે. અહીં છત્રપતિ શિવાજી દ્વારા નિર્મિત પ્રતાપગઢ કિલ્લો ઇતિહાસ પ્રેમીઓ માટે જોવા લાયક સ્થળ છે.
માઉન્ટ આબુ, રાજસ્થાન (Mount Abu Hill Station)
માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતની સરહદને અડીને આવેલું આ સ્થળ ગુજરાતીઓનું પસંદગીનું સ્થળ છે. અહીંનો પહાડી વિસ્તાર, ઠંડુ વાતાવરણ, બોટિંગની મજા, સનસેટ, વગેરે જોવાનો એક અનેરો જ આનંદ છે, જે તમારા તન-મનમાં રોમાંસ ભરી દે છે. માઉન્ટ આબુમાં ફરવા અને જોવા માટેના અનેક શાનદાર સ્થળો છે, જેમાં નકી લેક, દેલવારાના દેરા, પીસ પાર્ક, આબુ વન્યજીવ અભ્યારણ્ય, ગુરૂ શિખર ટ્રેકિંગ, બ્રહ્માકુમારી મેડિ ટેશન, લવર્સ રોક, સનસેટ પોઈન્ટ, રઘુનાથ મંદિર, અનાદરા પોઈન્ટ, અચલેશ્વર મહાદેવ મંદિર, અચલગઢ કિલ્લો, વશિષ્ઠ આશ્રમ, જમદગ્નિ આશ્રમ સહિતના સ્થળો મનમોહક છે.
સાપુતારા, ગુજરાત (Saputara Hill Station)
આ પણ વાંચો | વેકેશન : સમર હોલિડે પેકેજ પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, ઓછા બજેટમાં મળશે પ્રવાસની બમણી મજા
સાપુતારા ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. અહીં પ્રવાસીઓને ઉનાળા અને ચોમાસામાં ફરવાનું બહુ મજા પડે છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ઉંચા પર્વતો, ઝરણા, જંગલ, આદિવાસી જીવન અને સુંદર કુદરતી દ્રશ્યો જોઇ પ્રવાસીઓ શાંતી અનુભવે છે. સમુદ્રની સપાટીથી 875 મીટર ઉંચાઇ પર આવેલા પ્રવાસન સ્થળ સાપુતારામાં એક સુંદર તળાવ છે, જેમાં પ્રવાસીઓ બોટિંગની મજા માણે છે. અહીં સપ્તશ્રૃંગી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. સાપુતારાની નજીક ડોન હિલ સ્ટેશન, વિલ્સન હિલ પણ જોવા લાયક સ્થળ છે.