2025માં ભારતીયો 5201314 નંબરને કેમ સર્ચ કરી રહ્યા છે, શું છે આ કોડનો અર્થ, જાણો

top five searches keywords 2025 : દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે ‘Year in Search’ ની યાદી જાહેર કરી છે. આ વર્ષના ટોપ 5 કીવર્ડ્સમાં 5201314 નંબર દરેકને આશ્ચર્યચકિત કરે છે, જેને ગૂગલ પર સૌથી વધુ ભારતીયો દ્વારા સર્ચ કરવામાં આવ્યો છે

Written by Ashish Goyal
Updated : December 09, 2025 18:06 IST
2025માં ભારતીયો 5201314 નંબરને કેમ સર્ચ કરી રહ્યા છે, શું છે આ કોડનો અર્થ, જાણો
દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે ‘Year in Search’ ની યાદી જાહેર કરી છે

top five searches keywords 2025 : વર્ષ 2025નો છેલ્લો મહિનો હવે તેના અંતિમ તબક્કામાં છે અને થોડા દિવસોમાં આ વર્ષ પણ આપણને અલવિદા કહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે ‘Year in Search’ ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વર્ષના સૌથી વધુ સર્ચ કરાયેલા કીવર્ડ્સ સામેલ છે. આ વર્ષના ટોપ 5 કીવર્ડ્સમાં 5201314 નંબર દરેકને આશ્ચર્યચકિત કરે છે, જેને ગૂગલ પર સૌથી વધુ ભારતીયો દ્વારા સર્ચ કરવામાં આવ્યો છે.

આ નંબરે આ વર્ષે ગૂગલ ટ્રેન્ડ્સમાં સ્થાન બનાવ્યું

ગૂગલ પર ટ્રેન્ડ કરી રહેલો 5201314 નંબર આખરે શું છે? આ નંબરનો અર્થ શું છે? આવા જ કેટલાક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ વર્ષે ગૂગલ પર એક તરફ લોકોએ વોર, સીઝફાયર અને મોક ડ્રિલ જેવા શબ્દો ઘણા સર્ચ કર્યા, તો બીજી તરફ લોકોએ આ નંબર 7 ડિજિટના 5201314 નંબરને પર સૌથી વધુ સર્ચ પણ કર્યો છે. મોટાભાગના ભારતીયોએ આ નંબરને લઇને રસ દાખવ્યો હતો.

પ્રેમ અને લાગણીઓ સાથે જોડાયેલ છે આ નંબરના તાર

તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2025 માં ગૂગલ પર ટ્રેન્ડ થઈ રહેલી 5201314 નંબર પ્રેમ અને ઇમોશનથી લિંક રાખે છે. આ નંબર એક ચીની ઇન્ટરનેટ સ્લેંગ છે. આ 7-અંકના નંબરનો અર્થ છે કે હું તમને આખી જિંદગી પ્રેમ કરું છું. સરળ ભાષામાં, તેને સમજી શકાય છે કે 5201314 માત્ર એક નંબર નથી પરંતુ પ્રેમ વ્યક્ત કરવાનો ડિજિટલ અવતાર છે. જેમ ભારતમાં આઇ લવ યુ ને કોડમાં 123 કહેવામાં આવે છે, તેવી જ રીતે આ ટ્રેન્ડ પણ પ્રેમ અને લાગણીઓ સાથે જોડાયેલો છે.

આ પણ વાંચો – 5000mAh મોટી બેટરી અને 8GB રેમ વાળો દેશી દમદાર સ્માર્ટફોન, ચીની કંપનીઓને આપશે ટક્કર! જાણો કિંમત

આ કોડની શરૂઆત ચીનમાં થઈ હતી

પ્રેમ વ્યક્ત કરતા આ કોડની શરૂઆત ચીનમાં ઇન્ટરનેટ કલ્ચરથી થઇ હતી. જ્યારે 520 ને મંદારિન ભાષામાં બોલવામાં આવે છે, ત્યારે તેની ધ્વનિ ઘણા હદ સુધી (wǒ ài nǐ)) જેવી લાગે છે, જેનો અર્થ છે – હું તમને પ્રેમ કરું છું.

જ્યારે 1314 નો અવાજ (yī shēng yī shì) જેવો હોય છે, જેનો અર્થ થાય છે આખું જીવન. આ બંનેને જોડ્યા પછી તૈયાર થાય છે કે – હું તમને જીવનભર માટે પ્રેમ કરું છું

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ