કંઇક નવું કરવાની હિંમત અને જુસ્સો હોય તો સફળતા કદમ ચૂમે છે. આવો જ જુસ્સો અને જૂનૂન બિહારની એંજિનિયરીંગની એક વિદ્યાર્થીનીએ બતાવ્યો છે. વર્તિકા સિંહ નામની આ યુવતીએ રોજગારી માટે વલખાં મારતા યુવાનોને અને વ્હાઇટ કોલરની જ જોબના સપના જોતા યુવાઓને ઉત્તર ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
પશ્વિમ બંગાળની એમ એ ઇંગ્લિશ ચાવાળીથી લઇને બિહારના અર્થશાસ્ત્રના ગ્રેજ્યુએટ ચા વાળા સુધીના કેટલાય યુવાનોએ પરંપરાગત વ્હાઇટ કોલરની નોકરી કરવાને બદલે કંઇક કરી બતાવવા માટે નવો રાહ પસંદ કર્યો છે. નોકરી કરી જીવન ગુજારવાને બદલે પોતાનું કંઇક નાનું મોટું સ્ટાર્ટ અપ કરવામાં માનતા આ યુવાનો કોઇના મોહતાજ નથી અને એટલે જ આવા યુવાનો હાલમાં એમની હિંમતને લઇને લોકોમાં પ્રશંસા પણ મેળવી રહ્યા છે.
વર્તિકા સિંહની વાત કરીએ તો બિહારની આ યુવતીએ પોતાની હિંમતથી શરૂ કરેલા ટી-સ્ટોલથી હાલમાં ખૂબ જ પ્રચલિત થઇ રહી છે. બી-ટેકનો અભ્યાસ કરનાર વર્તિકા સિંહએ કોલેજની બહાર જ ટી-સ્ટોલ શરૂ કર્યો છે. હરિયાણાના ફરીદાબાદમાં પોતાની કોલેજની બહાર ટી સ્ટોલમાં ગ્રાહકોને ચા પીવડાવે છે.
બી-ટેક ચાય વાલીથી સોશિયલ મીડિયામાં વર્તિકા સિંહ ધૂમ મચાવી રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં તેણી ગ્રાહકો માટે ચા બનાવી રહી છે અને ગ્રાહકોને પોતાની સંઘર્ષ કથા પણ સંભળાવી રહી છે. તેણી કહે છે કે, તેણીને નોકરી કરતાં પોતાના વ્યવસાય માટે સપનું હતું અને તેણીએ આ શરૂ કર્યું છે. વધુમાં તેણી જણાવે છે કે, ભારતભરમાં આ આઉટલેટ હોવા જોઇએ અને હું લોકોને જવાબ આપી શકું.
ગ્રાહકો માટે ચા બનાવતાં તેણી કહે છે કે, મારે ધંધો કરવો હતો. મારૂ ટી પુરૂ કરવા અને મારૂ સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે મારે ચાર વર્ષ રાહ જોવી પડે એમ હતું જેથી મેં હમણાં જ આ શરૂ કર્યું છે.
પોતાના બિઝનેસને પ્રમોટ કરતાં તેણી જણાવે છે કે, મસાલા ચા 20 રૂપિયામાં મળે છે અને સામાન્ય ચા 10 રૂપિયામાં. યુવાઓને પરંપરાગત નોકરીને બદલે હિંમતથી આગળ આવી નવું કંઇક કરવાની પ્રેરણા આપતાં તેણી એમ પણ કહે છે કે, અહીં આવો અને એકવાર ચા પી જોવો.
વર્તિકાના ઇન્ટાગ્રામ એકાઉન્ટ, વર્તિકાબીટેકચાયવાલી, રસ્તા પર ચા વેચતી તેની ઝલક દર્શાવતો વીડિયો છે. વધુ એક વીડિયોમાં તેણી શિક્ષિત લોકોને ચા વેચતાં સ્ટોલ વિશે પોતાના પરિવારને જાણ ન કરવા દેવાના પોતાના સંઘર્ષનું વર્ણન પણ કરી રહી છે.