/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/man-pant-slipped-.jpg)
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ એક રાઇડ પર હોય છે અને તેનું પેન્ટ રાઇડ પર આવતા ઝટકાના કારણે સરકી જાય છે (સ્ક્રીનગ્રેબ)
Funny Viral Video: ઇન્ટરનેટ પર આજકાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમને હસી-હસીને પેટમાં દુખી જશે. કારણ કે આ વીડિયો એટલો ફની છે કે તમે હસવાનું બંધ નહીં કરો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ એક રાઇડ પર હોય છે અને તેનું પેન્ટ રાઇડ પર આવતા ઝટકાના કારણે સરકી જાય છે.આ બધું એટલું રમુજી છે કે તમે ખડખડાટ હસી પડશો.
એક વ્યક્તિનું પેન્ટ ઝટકા સાથે સરકી જાય છે
robertwyatt13 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણા લોકો એક રાઇડમાં બેઠા છે અને રાઇડ લોકોને ઝટકો આપીને ચારેબાજુ ફરી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિનું પેન્ટ સરકવા લાગે છે. તેને એટલા બધા ઝટકા મળે છે કે પેન્ટ સરકીને એકદમ ખુલી જાય છે.
વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પેન્ટને સંભાળવા માટે ઉભા રહેવાનો પ્રયાસ કરે છે. જોકે ઝટકાઓ હજુ અટકતા નથી અને તે રાઇડના પ્લેટફોર્મ પર પડી જાય છે. આ પહેલા તેની પાસે બેસેલા અન્ય એક વ્યક્તિનું પેન્ટ પણ ખેંચતો જોવા મળે છે. જોકે પડી ગયા બાદ તે પોતાનું પેન્ટ ઉપર ખેંચતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોએ યુઝર્સને હસવા મજબૂર કરી દીધા છે. વીડિયોના કમેન્ટ સેક્શનમાં યૂઝર્સે તેને આખા દિવસમાં જોવાયેલો સૌથી મજેદાર વીડિયો ગણાવ્યો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો:
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો વખત જોવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો લગભગ 30 લાખ લાઈક્સ સાથે જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ યુઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. છલકાઇ ગયો છે. યુઝર્સે એક અવાજમાં સંમત થયા કે વીડિયો સાચે જ રમુજી છે.
આ પણ વાંચો - જજ સાહેબ ઊંઘતા રહ્યા, ચોરો ઘરમાં આરામથી ચોરી કરતા રહ્યા, જુઓ ચોંકાવનારો CCTV વીડિયો
વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે કહ્યું કે પેન્ટ વિના હું એકલો જ નહીં રહું. અન્ય યુઝરે કહ્યું કે ભાઈએ તેના મિત્રનું પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો જેથી તે એકલો ન રહે. અન્ય એક યુઝરે કહ્યું કે જેટલી વાર તમે તેને જુઓ છો, તેટલી જ મજા આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us