ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં શાહમૃગ બનીને સ્કૂલ પહોંચ્યો વિદ્યાર્થી, એક્ટિંગ એવી કે હસી-હસીને લોટપોટ થયા, જુઓ Viral Video

Viral Video : વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાનકડો છોકરો પોતાની સ્કૂલની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં શાહમૃગ બનીને આવ્યો હતો. તેણે એટલી સારી એક્ટિંગ કરી કે એક સમયે આપણી આંખો પણ છેતરાઈ જાય છે

Written by Ashish Goyal
Updated : August 15, 2025 18:29 IST
ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં શાહમૃગ બનીને સ્કૂલ પહોંચ્યો વિદ્યાર્થી, એક્ટિંગ એવી કે હસી-હસીને લોટપોટ થયા, જુઓ Viral Video
સ્કૂલમાં એક બાળક શાહમૃગ બન્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

School Boy Became Ostrich Viral Video : બાળકો દિલના સાચા હોય છે. કેરળનો આ વાયરલ વીડિયો જોયા બાદ તમે પણ આ જ વાત કહેશો. નાના બાળકની માસૂમિયતે લોકોના દિલ જીતી લીધા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાનકડો છોકરો પોતાની સ્કૂલની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં શાહમૃગ બનીને આવ્યો હતો. તેણે એટલી સારી એક્ટિંગ કરી કે એક સમયે આપણી આંખો પણ છેતરાઈ જાય છે.

વેશભૂષાને કારણે વિદ્યાર્થી બરાબર જોઈ શકતો નથી, તેથી શિક્ષક તેને સ્ટેજ પર લાવે છે અને તેની મદદ કરે છે. આ પછી તે એવી રીતે વર્તે છે કે જાણે કોઈ શાહમૃગ ખરેખર સ્ટેજ પર આવી ગયું હોય. તેનો કોસ્ચ્યુમ પણ અદ્ભુત રીતે બનાવવામાં આવ્યો છે, સરળ છે, પરંતુ એકદમ માઇન્ડફુલ છે.

બાળકની ક્રિએટિવિટી જોવા લાયક છે

બાળકની ક્રિએટિવિટી જોવા લાયક છે, બાળકે સમગ્ર માહોલને મજેદાર બનાવી દીધો છે. તેણે પોતાની એક્ટિંગમાં થોડી કોમેડી ઉમેરી છે, કારણ કે વીડિયોના અંતમાં શું થાય છે તેની કલ્પના પણ કોઈએ નહીં કરી હોય, પરંતુ બાળક જરા પણ શરમાતો નથી અને પોતાની એક્ટિંગ ચાલુ રાખે છે. ત્યાં હાજર બાળકો અને શિક્ષકો અને વાલીઓ હસી હસી પડે છે.

અંતમાં એવું જોવામાં આવે છે કે શાહમૃગ ઇંડા પણ મૂકે છે, આ માટે બાળક દ્વારા સફેદ રંગનો એક નાનો ફુગ્ગો ઉપયોગમાં લેવામાં આવ્યો છે. બાળક તેના શાનદાર પરફોર્મન્સથી ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતાય આ વીડિયોને @kailash_mannady નામના યુઝરે શેર કર્યો છે, જેને લાખો લોકોએ જોયો છે, લોકોએ બાળકના જોરદાર વખાણ કર્યા છે.

જુઓ વાયરલ વીડિયો

લોકોએ બાળકની સાથે સાથે તેના માતા-પિતા અને પરિવારના પણ વખાણ કર્યા

લોકોએ બાળકની સાથે સાથે તેના માતા-પિતા અને પરિવારના પણ વખાણ કર્યા છે, લોકો કહે છે કે આ તેના પિતાનો વિચાર હોવો જોઈએ. શાહમૃગના રૂપમાં બાળકના પાતળા પગ, લાંબી ચાંચ અને પાંખો શાહમૃગ જેવી દેખાય છે. આ નાનું બાળક સ્ટેજ પર જાય કે તરત જ ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જોરજોરથી તાળીઓ પાડે છે અને પછી બધાના હાસ્યનો અવાજ ગુંજે છે.

આ પણ વાંચો – રાઇડ પર લાગ્યા એટલા ઝાટકા કે વ્યક્તિનું પેન્ટ સરકી ગયું, Viral Video જોઇને હસી-હસીને પેટમાં દુખી જશે

બાળકની ફની એક્ટિંગ અને તોફાની અદાઓ જોઇને દરેકના ચહેરા પર હાસ્ય અને ખુશી છવાઇ ગઇ હતી. હવે લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને હસી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ