/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/US-New-Orleans-Car-Accident-.jpg)
અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ચડાવી ફાયરિંગની ઘટના સામે આવી છે (તસવીર - સોશિયલ મીડિયા)
US New Orleans Car Accident : અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ પર નવા વર્ષની પૂર્વ સંધ્યાના અવસર પર એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ અને ઘણા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ન્યૂ ઓર્લિયન્સ શહેરના પ્રખ્યાત બોર્બન સ્ટ્રીટ વિસ્તારની છે. આ અકસ્માત છે કે આતંકી હુમલો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ટ્રક ડ્રાઈવર ફાયરિંગ કરી રહ્યો હતો
સ્થાનિક પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે સાક્ષીઓએ જણાવ્યું હતું કે ટ્રક ભીડમાં ઘૂસી ગઈ હતી અને ડ્રાઇવર બહાર નીકળ્યો હતો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંચ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેનને આ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે.
બુધવારે સવારે લગભગ 3:15 વાગ્યે બોર્બન સ્ટ્રીટ પર હુમલો થયો હતો. તે વિશ્વભરમાં નવા વર્ષની પૂર્વસંધ્યાની પાર્ટીઓ માટેનું સૌથી મોટું સ્થાન છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી હત્યાકાંડ કરવા અને વધુ નુકસાન પહોંચાડવા માટે ઇરાદો ધરાવતો હતો. આરોપી શક્ય તેટલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચો - વ્લાદિમીર પુતિન અઝરબૈજાન પ્લેન ક્રેશ મામલે બેકફુટ પર, માફી માંગી કહ્યું – ભૂલ થઇ
મેયરે આતંકવાદી હુમલો ગણાવ્યો
ન્યૂ ઓર્લિયન્સના મેયર લાટોયા કેન્ટ્રેલે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. જોકે એફબીઆઇ એ વાતની તપાસ કરી રહી છે કે બુધવારે વહેલી સવારે શું થયું હતું, જ્યારે વાહન ટોળામાં ઘૂસી ગયું હતું. ન્યૂ ઓર્લિયન્સ પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે એક ટ્રક લોકોના ગ્રુપને ટક્કર મારી હતી. શકે છે. બીબીસીએ અહેવાલ આપ્યો હતો કે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ ઘટનાના કેટલાક વીડિયોમાં જમીન પર અનેક જાનહાનિ જોવા મળી હતી.
ન્યૂ ઓર્લિયન્સના ઇમરજન્સી પ્રિપેર્ડનેસ ચીફ નોલા રેડીએ એક્સ પર લખ્યું હતું કે કેનાલ અને બોર્બન સ્ટ્રીટ પર સામૂહિક જાનહાનિ થઈ છે. તમારી જાતને તે વિસ્તારમાંથી દૂર કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us