/indian-express-gujarati/media/media_files/2025/12/30/donald-trump-warning-to-iran-2025-12-30-11-15-07.jpg)
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. Photograph: (Social Media)
Trump Tariffs, Canada China Deal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે નિવેદનબાજી વધુ તીવ્ર બની છે. હવે ટ્રમ્પે ધમકી આપી છે કે જો કેનેડા ચીન સાથે સોદો કરશે તો અમેરિકા કેનેડા પર ટેરિફ (વધારાના ટેક્સ) લાદશે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા તેના હિત સાથે સમાધાન કરશે નહીં અને જરૂર પડશે તો કડક પગલાં લેશે. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધુ વધી શકે છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં કહ્યું કે, જો કેનેડા ચીન સાથે સોદો કરશે તો અમેરિકામાં આવતા તમામ કેનેડિયન માલ અને ઉત્પાદનો પર તાત્કાલિક 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. ”
આ પોસ્ટમાં ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન કાર્ની ને ગવર્નર કાર્ની તરીકે સંબોધિત કર્યા, તેવી જ રીતે તેમણે જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ ટોણો માર્યો હતો. તેવું દેખાડવા માટે કે કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય છે.
તાજેતરમાં હસ્તાક્ષર થયેલા કેનેડા ચીન વેપાર કરારનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે જો ગવર્નર કાર્નેને લાગે છે કે તેઓ કેનેડાને ચીન માટે "ડ્રોપ ઓફ પોર્ટ" બનાવશે, જ્યાંથી ચીન યુનાઇટેડ સ્ટેટ્સને માલ અને ઉત્પાદનો મોકલશે, તો તે તેમની ગેરસમજ છે.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે ચીન કેનેડાને જીવતું ખાઈ જશે, તેને સંપૂર્ણ રીતે ગળી જશે. તેના વ્યવસાયો, સામાજિક ફેબ્રિક અને સામાન્ય જીવનશૈલીના વિનાશનો સમાવેશ થાય છે.
કેનેડા ચીન વેપાર કરાર
એક તરફ ટ્રમ્પે છેલ્લા એક વર્ષથી દુનિયાભરના દેશો ટ્રેડ વોર શરૂ કર્યો છે. કેનેડાએ આ મહિને ચાઇનીઝ ઇલેક્ટ્રિક વાહનો પરના ટેરિફ ઘટાડવાના બદલામાં કેનેડિયન કૃષિ ઉત્પાદનો પર આયાત કર ઘટાડવાના કરારની વાટાઘાટો કરી હતી. ટ્રમ્પે શરૂઆતમાં કહ્યું હતું કે આ સોદો એ જ છે જે કાર્ની એ કરવો જોઇએ તો હતો અને તેની માટે વેપાર સોદા પર હસ્તાક્ષર કરવો એ સારી બાબત છે.
કેનેડા ગોલ્ડન ડોમ ની વિરુદ્ધ
આ પહેલા ગુરુવારે ટ્રમ્પે દાવો કર્યો હતો કે કેનેડા અમેરિકા દ્વારા ગ્રીનલેન્ડમાં ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટના નિર્માણની વિરુદ્ધ છે, જેનો લાભ કેનેડાને પણ મળવાનો છે. ટ્રમ્પે કહ્યું કે કેનેડા ગ્રીનલેન્ડ પર ગોલ્ડન ડોમ બનાવવાની વિરુદ્ધ છે, જ્યારે ગોલ્ડન ડોમ કેનેડાનું રક્ષણ કરશે. તેના બદલે, તેઓએ ચીન સાથે વેપાર કરવાની તરફેણમાં મત આપ્યો, જે પ્રથમ વર્ષમાં જ તેમને 'છીનવી લેશે'. ”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us