scorecardresearch

ટ્વિટરની બ્લુ ટિક સર્વિસ શરૂ, આ સર્વિસ મેળવવા હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે? જાણો

Twitter Blue tick charge: એલન મસ્ક (Elon musk) દ્વારા ટેકઓવર કર્યા બાદ ટ્વિટરે ફરી એકવાર તેની સબ્સ્ક્રિપ્શન આધારિત (subscription cahrge) બ્લુ ટિક સર્વિસ (twitter blue tick service) શરૂ કરી છે, હવે યુઝર્સે આ સર્વિસ મેળવવા માટે ચાર્જ ચૂકવવો પડશે, જાણો ચાર્જ અને વેરિફિકેશન (twitter Verification) સહિતની સંપૂર્ણ માહિતી…

ટ્વિટરની બ્લુ ટિક સર્વિસ શરૂ, આ સર્વિસ મેળવવા હવે કેટલો ચાર્જ ચૂકવવો પડશે? જાણો

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે (Twitter) તેની બ્લુ ટિક સર્વિસ ફરી શરૂ કરી દીધી છે. આ અગાઉ દુનિયાના સૌથી ધનવાન એલન મસ્ક દ્વારા ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ તેની સાઇટ પર નકલી એકાઉન્ટ્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બ્લુ ટિક સર્વિસને બંધ કરી દીધી હતી. ટ્વિટરે તેની બ્લુ ટિક વેરિફિકેશન સર્વિસ શરૂ કરી દીધી છો જો કે આ સર્વિસ મેળવવા માટે યુઝર્સે હવે પેમેન્ટ કરવું પડશે. તો ચાલો ટ્વિટરની બ્લુ ટિક સર્વિસના ચાર્જ, પાત્રતા, વેરિફિકેશનન પ્રક્રિયા વિશેની સંપૂર્ણ વિગતો

સોમવારથી ટ્વિટરે આ સેવા તે બધા વપરાશકર્તાઓ માટે શરૂ કરી છે જેઓ બ્લુ ટિક સેવા માટે ચૂકવણી કરવા તૈયાર છે. જે વપરાશકર્તાઓના ટ્વિટર એકાઉન્ટમાં પહેલાથી જ બ્લુ ટિક છે તેઓએ તેને આગળ જાળવી રાખવા માટે કંપની દ્વારા લાગુ નવો ચાર્જ ચૂકવવો પડશે.

ટ્વિટર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનની કિંમત કેટલી હશે?

વેબ પ્લેટફોર્મ પર ટ્વિટર બ્લુ ટિક સેવાનું સબ્સ્ક્રિપ્શન મેળવવા માટે એકાઉન્ટ ધારકે $8 ચૂકવવા પડશે. iPhone એટલે કે iOS યુઝર્સે Twitter બ્લુ ટિક વેરિફિકેશન સર્વિસ મેળવવા માટે $11 સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે. એપલ યુઝર્સ માટે સબસ્ક્રિપ્શન ચાર્જ લગભગ 30 ટકા વધારે છે. Apple App Store દ્વારા ઇન-એપ ખરીદીઓ માટે ટ્રાન્ઝેક્શન ફીની ભરપાઈ કરવા માટે iPhone વપરાશકર્તાઓ પાસેથી આ વધારાનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે.

ટ્વિટરે કહ્યું કે યુઝર્સ સંબંધિત વેબસાઇટ પર જઈને અને સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવીને બ્લુ ટિક સર્વિસ મેળવી શકો છે. ટ્વિટર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન ખરીદ્યા પછી, યુઝર્સ પોતાના Android ફોન પર ટ્વિટરની આ સર્વિસને ઍક્સેસ કરી શકે છે. આગામી દિવસોમાં ટ્વિટર એન્ડ્રોઇડ એપ સ્ટોર પર પણ સબ્સ્ક્રિપ્શનની સર્વિસનો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.

ક્યાં દેશોમાં આ સર્વિસ મળશે?

ટ્વિટરે તેની સબસ્ક્રિપ્શન-આધારિત બ્લુ ટિક સર્વિસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સર્વિસ ખરીદવાથી, માઇક્રોબ્લોગિંગ સાઇટ યુઝર્સને ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન સહિત તમામ મહત્વપૂર્ણ સુવિધાઓની ઍક્સેસ મળી શકે છે. હાલમાં ટ્વિટરની સબ્સ્ક્રિપ્શન આધારિત બ્લુ ટિક સેવા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુએસએ, યુકે (ઇંગ્લેન્ડ)માં ઉપલબ્ધ છે.

કંપની ટૂંક સમયમાં જૂના ચાર્જ પર ટ્વિટર બ્લુ ટિકનો ઉપયોગ કરનારા યુઝર્સને સબ્સ્ક્રિપ્શન-આધારિત સર્વિસ વિશે માહિતી આપશે, ત્યારબાદ જે યુઝરો આ બ્લુ ટિક વેરિફિકેશન સર્વિસ ચાલુ રાખવા માંગે છે તેઓ નવા ચાજો ચૂકવવાનું અથવા બ્લુ ટિક સર્વિસને બંધ કરવાનું પસંદ કરી શકે છે. તેવી જ રીતે, ટ્વિટરના એવા યુઝર્સ જેમણે પહેલેથી જ iPhone પર USD8 માટે સાઇન અપ કર્યું છે તેઓ iOS પર રહેવાનું અથવા વેબ પર જવાનું પસંદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, આ બાબત તેના પર નિર્ભર રહેશે કે તેઓ બ્લુ ટિક સર્વિસ ચાલુ રાખવા માંગે છે કે નહીં.

બ્લુ ટિક માટે કેટલો ખર્ચ કરવો પડશે

ટ્વિટરના યુઝર્સે હવે બ્લુ ટિક સર્વિસ મેળવવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે. વેબ યુઝર્સે 8 ડોલર, iOS યુઝર્સે હવે ટ્વિટરની બ્લુ ટિક સર્વિસ માટે 11 ડોલર અને 3 ડોલર એપ સ્ટોર કમિશન (જે કુલ રકના 30 ટકા) પેટે ચૂકવવા પડશે. જો કે મોટાભાગની Apps તેમની સબ્સ્ક્રિપ્શન સર્વિસના ચાર્જ એક સમાન રાખે છે, ત્યારે ટ્વિટર યુઝર્સ પાસેથી વધારે ચાર્જ વસૂલવા માટે નવી-નવી યુક્તિઓ અજમાવી રહી છે.

The ministry later tweeted that the account was restored. (Representational image)
ગોલ્ડ ટીક અને ગ્રે ટીક લાવવાની તૈયારી

ટ્વિટર જે-તે એકાઉન્ટનું વેરિફિકેશન કર્યા બાદ તેના બ્લુ ટિક સબસ્ક્રાઇબરને ટ્વિટ એડિટ, 1080p વિડિયો અપલોડ, રીડર મોડ અને બ્લુ ચેકમાર્ક જેવી ઘણી સુવિધાઓ પ્રદાન કરશે. બ્લુ ટિક વેરિફિકેશન સર્વિસને ફરીથી લૉન્ચ કરવાના પ્રસંગે માહિતી આપતા ટ્વિટરે કહ્યું કે આગામી દિવસોમાં કંપની તેના સત્તાવાર લેબલને ગોલ્ડ ટિકમાં બદલવાનું શરૂ કરશે. સપ્તાહના અંતમાં, સરકાર અને મલ્ટિલેટેરલ એકાઉન્ટને ગ્રે ટિક આપશે. બોગસ ટ્વિટર એકાઉન્ટ્સને રોકવા માટે, આ વખતે ટ્વિટર યુઝર્સને બ્લુ ટિક આપતા પહેલા ફોન વેરિફિકેશન પણ કરી રહ્યું છે.

Web Title: Twitter blue tick relaunch price features verification eligibility availability and everything else to know

Best of Express