/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Add-a-heading-2023-04-11T183100.387.jpg)
ક્લિનિકલી નિદાન થાય તેvr પહેલા જ આ મોડલ ડિપ્રેશન વિશે જાણકારી આપી દેશે.
વિજ્ઞાન દરરોજ કોઈને કોઈ નવી શોધ કરી રહ્યું છે. ટેકનોલોજી આવવાથી આ કામગીરી સરળ બની ગઇ છે. હવે વૈજ્ઞાનિકો આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (AI) અને ટ્વિટરનો ઉપયોગ કરીને ચિંતા અને ડિપ્રેશનની આગાહી કરવાનું મોડલ બનાવવા પર કામગીરી કરી રહ્યા છે. ક્લિનિકલી નિદાન થાય તેની પહેલા જ આ મોડલ તેમના વિશેની માહિતી આપી દેશે.
3900 લોકો પર સંશોધન કરાયું
બ્રાઝિલની યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલો (યુએસપી)ના સંશોધકોની એક ટીમે જણાવ્યું કે, આ મોડેલનો ઉપયોગ કરીને માત્ર પોતાના સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સના ડિપ્રેશનની સમસ્યાની સારવાર કરી શકાય છે. આ તારણો જર્નલ લેંગ્વેજ રિસોર્સિસ એન્ડ ઈવેલ્યુએશનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ રિસર્ચના પ્રથમ તબક્કામાં 47 મિલિયન સાર્વજનિક રીતે પોસ્ટ કરાયેલા પોર્ટુગીઝ ટેક્સ્ટ અને 3,900 ટ્વિટર યુઝર્સની વચ્ચે કનેક્શનના નેટવર્કમાંથી મેળવવામાં આવી હતી. આ તમામ ટ્વિટ કોવિડ-19 મહામારી દરમિયાન એકત્ર કરવામાં આવી હતી.
હતાશ લોકો કેવા શબ્દોનો ઉપયોગ કરે છે
હાલ આ સંશોધનના બીજા બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. જોકે તેના તારણો આવવા લાગ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ મોડલ ન્યુરલ નેટવર્ક સાથે મેળ ખાય છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે, આ મોડલમાં BERT એ હતાશા અને ચિંતાની આગાહી કરવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, મોડલે શબ્દો અને વાક્યોના ક્રમનું વિશ્લેષણ કર્યું હોવાથી તે શોધવાનું શક્ય બન્યું હતું. રિસર્ચથી જાણવા મળ્યું કે, ડિપ્રેશનથી પીડિત લોકો પોતાની જાતને લગતા વિષયો વિશે લખે છે. તે તેમના વાક્યોમાં મૃત્યુ, મુશ્કેલી, સંકટ અને મનોવિજ્ઞાન વિશે વાત કરે છે. તેના આધારે આ મોડલ જાણે છે કે કોણ હતાશ - દુઃખી છે અને કોણ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us