UAE Visa On Arrival For Indians Passport Holders: યુએઇ જવા ઇચ્છતા ભારતીયો માટે ખુશખબર છે. યુનાઇટેડ અરબ અમીરાતે ભરતીય નાગિરકો માટે વીઝા ઓન અરાઇવલ આપવાની ઘોષણા કરી છે. હવે ભારતીય પાસપોર્ટ પરથી સંયુક્ત અરબ અમીરાતના કોઇ પણ એન્ટ્રી પોઇન્ટ પર પહોંચી આ વીઝા મેળવી શકાય છે. યુએઇએ દ્વારા આ પહેલ ભારતીય નાગરિક માટે પ્રવાસ વધુ સરળ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
ફેબ્રુઆરી 2023માં અમિરેટ્સ એરલાઇન્સે VFS ગ્લોબલ સાથે મળી ભારતીય મુસાફરો માટે એક પ્રી – અપ્રુવ્ડ વીઝા ઓન અરાઇવલ સર્વિસ શરૂ કરી હતી. તેનાથી મુસાફરોને દુબઇ પહોંચ્યા બાદ લાંબી લાઇનમાં ઉભા કરવાની સમસ્યાથી છટકારો મળ્યો હતો.
યુએઇ વીઝા ઓન અરાઇવલ સુવિધા હેઠળ ભારતીય પાસપોર્ટ ધારકો પાસે 2 વિકલ્પ છે:-
- 14 દિવસના વીઝા, જેને ત્યારબાદ 14 દિવસ સુધી લંબાવી શકાય છે.
- 60 દિવસના વીઝા, જેને લંબાવી શકાતા નથી.
આ બંને વીઝા વિકલ્પ માટે મુસાફરો એ યુએઇના નિયમો અનુસાર નિર્ધારિત ચાર્જ ચૂકવવો પડશે.
યુએઇ વીઝા ઓન અરાઇવલ સુવિધા કોણ મેળવી શકશે?
યુએઇ દ્વારા વીઝા ઓન અરાઇવલ સુવિધાનો લાભ મેળવવા માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
- યુએઇની વીઝા ઓન અરાઇવલ સર્વિસ માત્ર એવા ભારતીય નાગરિકોને મળશે જેમની પાસે USA, યુકે કે કોઇ યુરોપિયન સંઘ દેશનું PR કાર્ડ, ગ્રીન કાર્ડ કે વેલિડ વીઝા છે.
- ભારતીય પ્રવાસીનું પાસપોર્ટ યુએઇમાં એન્ટ્રીની તારીખ થી ઓછામાં ઓછા 6 મહિના માટે વેલિડ હોવું જોઇએ.
દુબઇ માટે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વીઝા
દુબઇ ભારતીય નાગરિકો માટે પહેલથી વીઝામાં છુટછાટ આપી રહ્યું છે. દુબઇ એ ભારતીય નાગરિકો માટે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વીઝા પણ ઓફર કર્યા હતા, જેથી વેપાર અને પ્રવાસને પ્રોત્સાહન મળે. ભારત, યુઇએ ખાસ કરીને દુબઇ માટે સૌથી ટુરિઝમની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. મોટી સંખ્યામાં ભારતીયો દુબઇ ફરવા જાય છે. 2023માં દુબઇ જનાર ભારતીયોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો હતો.