Uber Shikara: હવે ઘરે બેઠા શ્રીનગરના ડલ લેકમાં શિકારા બુક કરો, ઉબેરે લોન્ચ કરી નવી સર્વિસ

Uber Shikara in Dal lake : કાશ્મીરમાં ફરવા જતા લોકો પહેલાથી બુક કરી પોતાનો સમય બચાવી શકશે. ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબરે કાશ્મીરમાં પોતાની પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે. ઉબેર શિકારા શ્રીનગરના પ્રવાસીઓને એપ્લિકેશન દ્વારા પ્રખ્યાત ડલ લેક પર અગાઉથી બોટ રાઇડ બુક કરવાનો વિકલ્પ આપશે

Uber Shikara in Dal lake : કાશ્મીરમાં ફરવા જતા લોકો પહેલાથી બુક કરી પોતાનો સમય બચાવી શકશે. ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબરે કાશ્મીરમાં પોતાની પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે. ઉબેર શિકારા શ્રીનગરના પ્રવાસીઓને એપ્લિકેશન દ્વારા પ્રખ્યાત ડલ લેક પર અગાઉથી બોટ રાઇડ બુક કરવાનો વિકલ્પ આપશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Uber Shikara, Uber, Shikara

ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબરે કાશ્મીરમાં પોતાની પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી (Pics : @Uber_India)

Uber Shikara: તમે ઘણી વખત ઉબેર એપ દ્વારા કાર, બાઇક બુક કરાવી હશે, પરંતુ હવે ઉબેર દ્વારા કાશ્મીરના ડલ લેકમાં પણ શિકારા બુક કરાવી શકાશે. ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબરે કાશ્મીરમાં પોતાની પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે, જે અંતર્ગત મોબાઇલ એપની મદદથી શિકારા બુક કરવાનો વિકલ્પ પણ હશે.

Advertisment

ઉબેર શિકારા શ્રીનગરના પ્રવાસીઓને એપ્લિકેશન દ્વારા પ્રખ્યાત ડલ લેક પર અગાઉથી બોટ રાઇડ બુક કરવાનો વિકલ્પ આપશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે પ્રવાસીઓને ઉબેર એપ્લિકેશન દ્વારા અગાઉથી તેમની શિકારા સવારી બુક કરવામાં મદદ કરશે જેથી તેઓ આગામી વ્યસ્ત રજાની મોસમ દરમિયાન શ્રીનગરના ડલ લેકની કુદરતી સુંદરતાનો આનંદ લેવા માટે પુરી રીતે તૈયાર રહે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે ઉબેરની પ્રશંસા કરી

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આ માટે ઉબરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે શ્રીનગરમાં ઉબેર શિકારા એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજી આપણા સાંસ્કૃતિક વારસાને કેવી રીતે વધારી શકે છે. મનોજ સિન્હાએ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે શ્રીનગરમાં ઉબેર શિકારાનું લોન્ચિંગ એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજી કેવી રીતે આપણા સાંસ્કૃતિક વારસાને વધારી શકે છે. આગામી ટૂરિસ્ટ સિઝનમાં આ ઓફર મુલાકાતીઓને શિકારા રાઇડ્સના આકર્ષણનો અનુભવ કરવાનો એક અવિરત માર્ગ પ્રદાન કરશે, જે જમ્મુ-કાશ્મીરની સુંદરતાની ઓળખ છે.

ઉબેર ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડન્ટ પ્રભજીત સિંહે જણાવ્યું હતું કે અમે હંમેશા મોબિલિટીને જાદુઈ અને સહજ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ઉબેર શિકારા એ મુસાફરોને સહજ અનુભવ આપવા માટે તકનીકી અને પરંપરાને મિશ્રિત કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

Advertisment

આ પણ વાંચો - પ્રચંડ બહુમતી, રેકોર્ડ જીત, છતા પણ મહારાષ્ટ્રને પોતાના મુખ્યમંત્રી કેમ મળી રહ્યા નથી?

તમે કેટલા સમય માટે ઉબેર શિકારા બુક કરાવી શકો છો?

આ પહેલ હેઠળ ઉબેરે જણાવ્યું છે કે સવારીની સંપૂર્ણ રકમ શિકારા ડ્રાઇવરોને ઉબેર દ્વારા કોઈ કપાત વિના આપવામાં આવશે, જે જમ્મુ-કાશ્મીરમાં જમીની સ્તરે પર્યટન કામદારો માટે વધારાની આર્થિક તકો ઉભી કરશે. દરેક ઉબેર શિકારા રાઇડને 1 કલાકના સમયગાળા માટે બુક કરાવી શકાય છે, જેમાં વધુમાં વધુ ચાર મુસાફરોને સમાવી શકાય છે. કંપનીએ કહ્યું કે ઉબેર શિકારાનું બુકિંગ 12 કલાક પહેલા અને 15 દિવસ પહેલા સુધી કરી શકાય છે.

ઉબેર શિકારા એશિયાની પ્રથમ વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ

ઉબેર શિકારા એ એશિયાની પ્રથમ વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ છે અને વેનિસ જેવા યુરોપિયન શહેરોમાં પણ આવી જ ઓફર કરવામાં આવી રહી છે. તેના પ્રથમ તબક્કામાં કંપનીએ સાત શિકારા સામેલ કર્યા છે અને માંગના આધારે ધીમે ધીમે કાફલાને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે.

india જમ્મુ અને કાશ્મીર દેશ