દેશના કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજૂને એક ગંભીર અકસ્માત નડ્યો છે, જેમાં માંડ માંડ જીવ બચ્યો છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર હાઈવે પર શનિવારે સાંજે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુની કારનું એક્સિડન્ટ થયું છે જેમા તેઓ માંડ માંડ બચ્યા છે. કિરણ રિજિજૂની કારને ટ્રકે ટક્કર મારી હતી.
કિરણ રિજિજૂની કારને અકસ્માત થયો હોવાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. કેન્દ્રીય મંત્રીઓ પણ સંપૂર્ણ સ્વસ્થ છે. અકસ્માત બાદ સુરક્ષાકર્મીઓએ કેન્દ્રીય મંત્રી રિજિજુને તરત જ કારમાંથી ઉતારીને અન્ય વાહનમાં બેસાડ્યા અને કાફલો આગળ વધાર્યો હતો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પોતે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. હકીકતમાં, રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર તેમની કારનો કાફલામાં પસાર થઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની નડ્યા બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેમના સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક સ્થિતિ સંભાળી લીધો હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નથી.
ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે જ્યારે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ ત્યારે કાયદા પ્રધાન કિરેન રિજિજુ માંડ માંડ બચ્યા છે. જમ્મુના ઉધમપુર નજીક ખચોખચ ભરેલી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

કાર અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક પોલીસ ટીમે આ અકસ્માત મામલે તપાસ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીની કાર અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુની કાર અને ટક્કર મારનાર ટ્રક સ્પષ્ટ દેખાય છે. તે ઉપરાંત અક્સ્માત બાદ કિરણ રિજિજુની કાર નજીક પોલીસ કર્મીઓ દોડત જતા દેખાઇ રહ્યા છે. વીડિયોમાં સુરક્ષા કર્મીઓ મંત્રીને અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર કાઢીને અન્ય કાર તરફ લઇ જઇ રહ્યા છે. તો બીજી બાજુ મંત્રીની કારને એક્સિડેન્ટ નડ્યા બાદ ઘટનાસ્થળે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો.
રિજિજુ આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હતા અને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીર માટે અત્યંત ગર્વની ક્ષણ કારણ કે ડોગરી ભાષામાં ભારતના બંધારણની પ્રથમ આવૃત્તિ જમ્મુ યુનિવર્સિટીમાં લોન્ચ કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થતા આનંદ થયો.”