ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આપી મોટી હિન્ટ

BJP New President News : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે મોટી માહિતી આપી છે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટીમાં કોઈ મતભેદ નથી

Written by Ashish Goyal
Updated : November 08, 2025 15:39 IST
ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આપી મોટી હિન્ટ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ (તસવીર - સોશિયલ મીડિયા)

BJP New President News : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે મોટી માહિતી આપી છે. તેમણે કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પાર્ટીને નવા અધ્યક્ષ મળશે. આટલું જ નહીં તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટીમાં કોઈ મતભેદ નથી.

આરએસએસ ક્યારેય ભાજપના રાજકીય કાર્યમાં દખલ કરતું નથી

ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણી બાદ તમે ભારતીય જનતા પાર્ટીના આગામી અધ્યક્ષ વિશે સાંભળશો. અમારી પાર્ટીમાં કોઈ વિવાદ નથી. રાજનાથ સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકા અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને પાર્ટીના રાજકીય નિર્ણયો પર તેના પ્રભાવની અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે આરએસએસ ક્યારેય ભાજપના રાજકીય કાર્યમાં દખલ કરતું નથી. હું નાનપણથી જ આરએસએસ સાથે જોડાયેલો છું. સંઘ જ દેશભક્તિના સંસ્કાર આપે છે.

પાર્ટીને 12માં અધ્યક્ષ મળશે

આગામી પ્રમુખ પાર્ટીના 12 મા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. જેપી નડ્ડા પ્રથમ વખત 2019માં કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા અને 2020 માં સત્તાવાર રીતે ચૂંટાયા હતા. તાજેતરમાં જ નડ્ડાને કેન્દ્રીય કેબિનેટમાં આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની શોધખોળ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો – બિહારમાં પ્રથમ તબક્કામાં કેમ થયું રેકોર્ડ મતદાન? પ્રશાંત કિશોરે બે મોટા કારણ જણાવ્યા

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે પણ બિહારની ચાલી રહેલી ચૂંટણી વિશે વાત કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સત્તારૂઢ એનડીએ વધુ એક ટર્મ જીતશે. તેમણે કહ્યું કે લોકોના પ્રતિસાદથી અમને વિશ્વાસ છે કે અમે સરકાર બનાવીશું અને અમને બે તૃતીયાંશ બહુમતી મળી શકે છે. નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે અને તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી રહી છે.

રાજનાથ સિંહે પ્રશાંત કિશોર વિશે શું કહ્યું?

પ્રશાંત કિશોરના બિહારના રાજકારણમાં પ્રવેશ પર રાજનાથ સિંહે કહ્યું કે તેમની પાર્ટી જન સૂરાજને એક પણ બેઠક નહીં મળે. પ્રશાંત કિશોર એક મહત્વહીન ફેક્ટર છે અને તેના વિશે વધુ વિચારવાની જરૂર નથી. લોકો જાણે છે કે કોણ મત કાપવા માટે લડી રહ્યું છે અને કોણ સરકાર બનાવવા માટે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ