Unique Wedding Traditions Around The World : હિમાચલ પ્રદેશની જોડીદારા લગ્ન પ્રથાની ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. જેમા 1 યુવતીએ 2 સગા ભાઇઓ સાથે લગ્યા કર્યા છે. આ લગ્ન પ્રથા મહાભારત સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. સાદી ભાષામાં કહીયે તો જોડીદારા પ્રથા એક પ્રકારની બહુપતિ પ્રથા છે, જેમા સ્ત્રીના 1 થી વધુ પતિ હોય છે. ભારત ઉપરાંત દુનિયાભરમાં અજીબોગરીબ લગ્ન પ્રથા અનુસરવામાં આવે છે. ચાલો જાણીયે
રડતી દુલ્હન
ચીનમાં તુજિયા સમુદાયમાં દુલ્હન લગ્નના એક મહિના પહેલાથી રોવાનું શરૂ કરે છે. આ પ્રથાનો હેતું ખુશી અને આભાર વ્યક્ત કરવાનો છે. જેમ જેમ લગ્નના દિવસ નજીક આવે છે, તેમ તેમ પરિવારના અન્ય લોકો પણ રડવાના રિવાજમાં સામેલ થાય છે.
મડ મેઓવર
સ્કોટલેન્ડમાં લગ્ન પહેલા વર વધુને કાળજ, લોટ અને પંખો વડે ઢાંકી દેવામાં આવે છે. ત્યાર પછી તેમને આસપાસ ફેરવવામાં આવે છે. આ પરંપરા એ વાતનું પ્રતિક છે કે, લગ્ન બાદ આવનાર કોઇ પણ મુશ્કેલીનો તેઓ સાથે મળી સામનો કરશે અને સમાધાન લાવશે.
વાસણ તોડવાની પરંપરા
જર્મનીમાં લગ્ન પહેલા પોલ્ટરાબેંડ નામની વિધિ કરવામાં આવે છે, જેમા વર વધુ અને તેમના મહેમાન માટીના વાસણો તોડે છે. ખરાબ આત્માને ભગાડવાના પ્રતિક રૂપે આ પરંપરા નિભાવવામાં આવે છે.
થુંકીને આશીર્વાદ આપવા
કેન્યામાં માસાઇ જનજાતિમાં દુલ્હનના પિતા પોતાની દિકરીને આશીર્વાદ આપવા માટે તેના માથા અને છાતી પર થુંકે છે. આ અજીબોગરીબ પ્રથા સૌભાગ્ય અને સુખી લગ્નજીવનનું પ્રતિક માનવામાં આવે છે.
દુલ્હનની પિટાઇ
દક્ષિણ કોરિયામાં લગ્ન પહેલા વરરાજાના પગ પર લાકડી મારવામાં આવે છે. આનાથી વરરાજાની તાકાત અને સહનશક્તિની પરીક્ષા લેવાય છે. હકીકતમાં આ પ્રથા હાસ્ય અને રમૂજ માટે હોય છે.
3 દિવસ બાથરૂમ જવાની મનાઇ
ઇન્ડોનેશિયાના ટિડોંગ સમુદાયમાં નવપરિણિત વર વધુને લગ્ન બાદ 3 દિવસ અને રાતે બાથરૂમનો ઉપયોગ કરવાની મનાઇ હોય છે. આ પ્રથા સફળ અને સુખી લગ્ન જીવન માટે હોય છે.





