Fake Milk Video: દૂધ નહીં ઝેર! 1 લિટર કેમિકલમાંથી 500 લીટર દૂધ બનાવવાનો લાઇવ વાયરલ વીડિયો

Fake Milk Making Video By Chemicals In Bulandshahr UP: ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપીઓ અમુક કેમિકલ મિક્સ કરીને ફાઇનલ કેમિકલ તૈયાર કરતો હતો. આ 1 લિટર કેમિકલ માંથી 500 લીટર દૂધ તૈયાર થતું અને તે દિલ્હી એનસીઆર મોકલવામાં આવતું હતું.

Written by Ajay Saroya
Updated : December 09, 2024 16:40 IST
Fake Milk Video: દૂધ નહીં ઝેર! 1 લિટર કેમિકલમાંથી 500 લીટર દૂધ બનાવવાનો લાઇવ વાયરલ વીડિયો
Fake Milk Making Video By Chemicals In Bulandshahr: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં નકલી દૂધ બનાવવા માટે વપરાતું કેમિકલ બનાવતી ફેક્ટરી પકડકાઇ છે. (Photo: Freepik/ Social Media)

Fake Milk Making Video By Chemicals In Bulandshahr UP: બુલનશહર નકલી મિલ્ક બિઝનેસઃ આરોપી કેટલાક કેમિકલ મિક્સ કરીને ફાઇનલ કેમિકલ તૈયાર કરતો હતો, જેમાંથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ કેમિકલના એક લિટરમાં 500 લિટર નકલી દૂધનું ઉત્પાદન થતું હતું.

બુલંદશહેર નકલી દૂધ બનાવવાનો વાયરલ વીડિયો : દૂધ શુદ્ધ છે કે ભેળસેળવાળું તે અંગે લોકોના મનમાં મૂંઝવણ હોય છે. સામાન્ય લોકો અસલીના ભાવે નકલી દૂધ અને પનીર લઈને ઘરે જઈ રહી છે. તબિયતમાં સુધારો થશે એવી આશાએ તે પોતાને અને આખા પરિવારને દૂધ અને પનીર ખવડાવે છે. જો કે, તેઓ જાણતા નથી કે તેઓ અજાણતામાં સફેદ ઝેર ખાઈ રહ્યા છે, જેના કારણે તેઓ ધીમે ધીમે બીમાર થઈ જશે.

બુલંદશહેરમાં નકલી દૂધ બનાવતી ફેક્ટર પર દરોડા

તાજેતરમાં જ ખાદ્ય સુરક્ષા વિભાગે ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં આવા જ એક બિઝનેસનો પર્દાફાશ કર્યો હતો. 5 અને 6 ડિસેમ્બરના રોજ પોલીસે બિઝનેસમેન અજય અગ્રવાલના વેરહાઉસમાં રેડ પાડીને તેની ધરપકડ કરી હતી. તે નકલી દૂધ બનાવવા માટે કેમિકલ તૈયાર કરતો હતો.

આરોપી અમુક કેમિકલ મિક્સ કરીને ફાઇનલ કેમિકલ તૈયાર કરતો હતો, જેમાથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ 1 લીટર કેમિકલ માંથી 500 લિટર નકલી દૂધ તૈયાર થતું હતું. આ કેમિકલ વાળું દૂધ દિલ્હી નોઇડામાં સપ્લાય કરવામાં આવતું હતું.

Fake Milk Making Video : નકલી દૂધ બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ધરપકડ કરાયેલા આરોપીને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની ટીમ લઈ ગઈ હતી. ત્યારે અધિકારીઓએ લેબમાં ઝેરી ફોર્મ્યુલા તૈયાર કરવાનો લાઇવ ડેમો આપ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લેબમાં હાજર અધિકારીઓ પાણીથી ભરેલી બોટલમાં સોલ્યુશન નાંખી રહ્યા છે અને તે ધીમે ધીમે દૂધ જેવું લાગવા લાગે છે. જાણકારી અનુસાર દરોડા દરમિયાન ટીમે બિઝનેસમેનના ગોડાઉનમાંથી કૂલ 7 પ્રકારનું 21700 કિલો કેમિકલ પકડાયું છે. આ કેમિકલમાં સ્કિલ્ડ મિલ્ક, કોસ્ટિક પોટાશ, વ્હે પાવડર, સોર્વિટોલ અને સોયા રિફાઇન્ડ જેવા હાનિકારક પદાર્થ સામેલ છે.

20 વર્ષથી ધમધમી રહ્યો છે નકલી દૂધનો ધંધો

બુલંદશહરના દેવીપુરાના 48 વર્ષીય વેપારી અજય અગ્રવાલ છેલ્લા 20 વર્ષથી આ રેકેટમાં સામેલ હતા. તેમના વેરહાઉસમાં તૈયાર કરેલી ડેરી પ્રોડક્ટ્સ સિયાણા રોડ પર સ્થિત અગ્રવાલ ટ્રેડર્સની દુકાનમાં વેચવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ખાદ્ય સુરક્ષા વિભાગના ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભેજાબાજનું આ નેટવર્ક દિલ્હી એનસીઆરમાં ફેલાયેલું છે. આ પ્રક્રિયા એટલી ખતરનાક છે કે માત્ર બે મિનિટમાં એક લિટર નકલી દૂધ તૈયાર કરી શકાય છે. આનો ડેમો ડિપાર્ટમેન્ટે બતાવ્યો હતો, જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ